Get The App

રૂપિયાને સુરક્ષિત રાખવા RBI એ રેકોર્ડ 10 બિલિયન ડોલરનું વેચાણ કર્યું

- ચાલુ નાણાકીય વર્ષમાં ડિસેમ્બર સુધીમાં ૫૩.૩ બિલિયન ડોલરનું ચોખ્ખું વેચાણ

Updated: Feb 22nd, 2026

GS TEAM

Google News
Google News
રૂપિયાને સુરક્ષિત રાખવા RBI એ રેકોર્ડ 10 બિલિયન ડોલરનું વેચાણ કર્યું 1 - image

અમદાવાદ : રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ડિસેમ્બરમાં ૧૦ બિલિયન ડોલરનું ચોખ્ખું વેચાણ કર્યું છે, જે નવેમ્બરમાં ૯.૭ બિલિયન ડોલર હતું. સેન્ટ્રલ બેંકે ડિસેમ્બરમાં ૧૮.૩ બિલિયન ડોલર ખરીદ્યા હતા, જ્યારે મહિના દરમિયાન તેણે ૨૮.૩ બિલિયન ડોલરનું વેચાણ કર્યું હતું.

ડિસેમ્બર સુધીના ચાલુ નાણાકીય વર્ષમાં, સેન્ટ્રલ બેંકે ૫૩.૩ બિલિયન ડોલરનું ચોખ્ખું વેચાણ કર્યું છે, જે ગયા નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં ૩૬.૧ બિલિયન ડોલર હતું.

રૂપિયા ફોરવર્ડ માર્કેટમાં બાકી રહેલી નેટ શોર્ટ ડોલર પોઝિશન ડિસેમ્બરના અંતમાં ઘટીને ૬૨.૩૫ બિલિયન ડોલર થઈ ગઈ, જે નવેમ્બરના અંતમાં ૬૬.૦૪ બિલિયન ડોલર હતી.

એક વર્ષથી ઓછી મુદત ધરાવતી શોર્ટ પોઝિશન લગભગ ૭ બિલિયન ડોલર ઘટી ગઈ છે, જ્યારે એક વર્ષથી વધુ મુદત ધરાવતી શોર્ટ પોઝિશન લગભગ ૩ બિલિયન ડોલર વધી છે.

૬૨ બિલિયન ડોલરની ચોખ્ખી શોર્ટ ડોલર પોઝિશનમાંથી, ૨૦.૨ બિલિયન ડોલર એક મહિનાના કોન્ટ્રાક્ટમાં, ૫.૯ બિલિયન ડોલર ૧ થી ૩ મહિનાના કોન્ટ્રાક્ટમાં અને ૪.૩ બિલિયન ડોલર ૩ મહિનાથી ૧ વર્ષના કોન્ટ્રાક્ટમાં છે. બાકીના ૩૧ બિલિયન ડોલરએક વર્ષથી વધુ મુદતવાળા કોન્ટ્રાક્ટમાં છે. જાન્યુઆરી ૨૦૨૬ સુધીમાં ભારતીય રૂપિયાનો વાસ્તવિક અસરકારક વિનિમય દર ૯૪.૭૬ હતો, જે ડિસેમ્બરમાં ૯૫.૩૦ હતો.