સરકારી બેંકો મર્જ કરવાનો પ્રસ્તાવ, FDIની લિમિટ વધશે, મોટા બેંકિંગ રિફોર્મ પર નિર્ણયની તૈયારી

Public Sector Bank Merger: બિહારની ચૂંટણીઓ પછી કેન્દ્ર સરકાર પોલીસી રિફોર્મ (નીતિગત સુધારા)ઓ ફરીથી સક્રિય કર્યા છે. આ સંદર્ભે સરકાર PSU બેંકોના વિલીનીકરણ સાથે આગળ વધી રહી છે. હકીકતમાં વડાપ્રધાન કાર્યાલય સામાન્ય બજેટ પહેલા જાહેર ક્ષેત્રની બેંકો (PSBs) માં નીતિગત સુધારા માટેના મુખ્ય પ્રસ્તાવોની સમીક્ષા કરવાનું આયોજન કરે છે. નાણાકીય સેવાઓ વિભાગ દ્વારા તૈયાર કરાયેલા આ સુધારાઓમાં બેંકોના નવા વિલીનીકરણ, બોર્ડ સ્વાયત્તતામાં વધારો અને FDI મર્યાદામાં વ્યવસ્થિત વધારો કરવાના પ્રસ્તાવોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પસંદગીની જાહેર ક્ષેત્રની બેંકોના ખાનગીકરણ અંગેની મોટી જાહેરાતો પણ થઈ શકે છે.
વર્તમાન FDI મર્યાદા 20% થી વધારીને 49% કરવાની યોજના પર વિચાર
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, કેન્દ્ર સરકાર PSU બેંકોમાં વર્તમાન FDI મર્યાદા 20% થી વધારીને 49% કરવાની યોજના પર વિચાર કરી રહી છે. આ સાથે, સરકાર છ વર્ષના વિરામ પછી PSU બેંકોમાં સુધારાના પ્રયાસો ફરી શરૂ કરી શકે છે, જેનો હેતુ વૈશ્વિક સ્તરે ટોચની 20 બેંકોમાં બે ભારતીય બેંકોનો સમાવેશ કરવાનો છે. આ મામલે આંતર-મંત્રીમંડળની પરામર્શ પૂર્ણ થવાના આરે છે, અને વડાપ્રધાન કાર્યાલય દ્વારા આગામી સમીક્ષા બાદ, બજેટ પહેલાં નિર્ણય લેવામાં આવે તેવી અપેક્ષા છે.
બેંક મર્જરથી ફાયદો શું ફાયદો
આ પહેલા સરકારે 2017 અને 2019-20 માં ઘણી જાહેર ક્ષેત્રની બેંકોનું મર્જર કરી ચુકી છે. જેના કારણે PSU બેંકોની સંખ્યા 27 થી ઘટાડીને 12 થઈ ગઈ હતી. બજાર વિશ્લેષકોનું માનવું છે કે, બેંક મર્જરથી બેંકોની બેલેન્સ શીટ મજબૂત થશે અને તેઓ ભારતની વધતી જતી લોન માંગને પહોંચી વળવા માટે વધુ સક્ષમ બનશે.
બેંક મર્જર અને વિદેશી રોકાણ મર્યાદા વધારવાના સમાચાર છેલ્લા કેટલાક મહિનાઓમાં સતત સામે આવી રહ્યા છે, જેના કારણે જાહેર ક્ષેત્રના બેંક શેરોમાં નોંધપાત્ર અસ્થિરતા જોવા મળી છે. ત્રણ મહિનામાં, SBI, PNB અને બેંક ઓફ બરોડા સહિત જાહેર ક્ષેત્રના બેંક શેરમાં 20% થી વધુનો વધારો થયો છે.
ઉલ્લેખનીય છે કે, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનો શેર સર્વકાલીન ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયો છે. જો આ દરખાસ્તોને વડાપ્રધાન કાર્યાલય દ્વારા મંજૂરી આપવામાં આવે છે, તો જાહેર ક્ષેત્રના બેંક શેરમાં વધુ વધારો જોવા મળી શકે છે.

