કેપિટલ ગુડઝ, IT, ઓટો શેરોમાંં પ્રોફિટ બુકિંગ : નિફટી ઈન્ટ્રા-ડે ૨૬૦૦૦ને પાર
- સેન્સેક્સ વધ્યામથાળેથી ૪૦૦ પોઈન્ટ ઘટીને ૮૪૪૭૯
- નિફટી સ્પોટ ૨૫૮૭૯ : DIIની કેશમાં રૂ.૩૦૯૨ કરોડની ચોખ્ખી ખરીદી
મુંબઈ : બિહારમાં વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલમાં ભાજપના નેતૃત્વમાં એનડીએને સ્પષ્ટ વિજયના સંકેત છતાં આવતીકાલે ૧૪, નવેમ્બરના જાહેર થનારા પરિણામ અને અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પેઅંતે ઐતિહાસિક શટડાઉનનો અંત લાવતાં અને અમેરિકાની ભારત સાથે ટ્રેડ ડિલ ટૂંક સમયમાં થવાના પોઝિટીવ નિર્દેશોએ આજે ભારતીય શેર બજારોમાં આરંભિક ટ્રેડિંગ કલાકોમાં બજારમાં ઈન્ડેક્સ બેઝડ મજબૂતી જોવાઈ હતી. નિફટીએ ઈન્ટ્રા-ડે ૨૬૦૦૦ની સપાટી પાર કરી હતી. ચૂંટણીના પરિણામ જાહેર થતાં પૂર્વે અને શટડાઉનના અંતના પરિબળને આજે બજારે ડિસ્કાઉન્ટ કરી સાવચેતી બતાવી હતી. ફંડોએ ઉછાળે ઈન્ડેક્સ બેઝડ પ્રોફિટ બુકિંગ કરતાં સેન્સેક્સનો આરંભિક ૪૫૩ પોઈન્ટ જેટલો ઉછાળો ધોવાઈ ગયો હતો. ફંડોની આજે કેપિટલ ગુડઝ-પાવર, ઓટોમોબાઈલ, આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરો તેમ જ એફએમસીજી શેરોમાં નફારૂપી વેચવાલી થઈ હતી. જ્યારે કન્ઝયુમર ડયુરેબલ્સ, મેટલ-માઈનીંગ, બેંકિંગ શેરોમાં પસંદગીની ખરીદી જળવાઈ હતી. સેન્સેક્સ આરંભમાં ૪૫૨.૯૨ પોઈન્ટના ઉછાળે ઉપરમાં ૮૪૯૧૯.૪૩ સુધી પહોંચ્યા બાદ વધ્યામથાળેથી પાછો ફરી અંતે ૧૨.૧૬ પોઈન્ટ વધીને ૮૪૪૭૮.૬૭ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ ઉપરમાં ૨૬૦૦૦ની સપાટી પાર કરી ઈન્ટ્રા-ડે ૨૬૦૧૦.૭૦ સુધી જઈ પાછો ફરી અંતે ૩.૩૫ પોઈન્ટ વધીને ૨૫૮૭૯.૧૫ બંધ રહ્યો હતો.
કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૫૦૧ તૂટયો : કોચીન શિપ રૂ.૮૫, જયોતી સીએનસી રૂ.૪૦, પાવર રૂ.૫૮૫ ઘટયા
કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં આજે ફંડોનું પ્રોફિટ બુકિંગ થયું હતું. કોચીન શિપ રૂ.૮૪.૬૫ તૂટીને રૂ.૧૭૦૭.૪૦, જયોતી સીએનસી રૂ.૪૦.૦૫ તૂટીને રૂ.૯૪૮.૯૦, પાવર ઈન્ડિયા રૂ.૫૮૫.૦૫ તૂટીને રૂ.૨૧,૪૧૯.૩૫, એસ્ટ્રલ રૂ.૩૫.૫૫ તૂટીને રૂ.૧૫૪૯.૯૫, ભેલ રૂ.૫.૮૫ ઘટીને રૂ.૨૮૧.૧૫, ટીટાગ્રહ રૂ.૧૬.૩૫ ઘટીને રૂ.૮૬૧.૮૫, સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૭૦.૨૦ ઘટીને રૂ.૩૮૩૪.૩૫, ઝેનટેક રૂ.૧૮.૮૫ ઘટીને રૂ.૧૩૭૦.૦૫, આઈનોક્સ વિન્ડ રૂ.૨ ઘટીને રૂ.૧૪૮.૬૦ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૫૦૧.૪૦ પોઈન્ટ ઘટીને ૭૦૬૬૫.૮૨ બંધ રહ્યો હતો.
કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં જળવાયેલું આકર્ષણ : પીજી ઈલેક્ટ્રો રૂ.૩૧, એશીયન પેઈન્ટ રૂ.૧૦૬ વધ્યા
કન્ઝયુમર ડયુરેબલ્સ કંપનીઓના શેરોમાં આજે સતત પસંદગીનું આકર્ષણ જળવાયું હતું. પેઈન્ટ ઉદ્યોગમાં અવ્વલ નંબરે રહેલી એશીયન પેઈન્ટ ઉદ્યોગમાં હરિફાઈ વચ્ચે પણ અડીખમ રહેતાં શેરમાં આકર્ષણે રૂ.૧૦૫.૭૦ વધીને રૂ.૨૮૭૯.૧૦ રહ્યો હતો. પીજી ઈલેક્ટ્રોપ્લાસ્ટ રૂ.૩૧.૨૦ વધીને રૂ.૫૫૯.૬૦, બર્જર પેઈન્ટ રૂ.૧૯.૨૦ વધીને રૂ.૫૭૮.૮૦, હવેલ્સ ઈન્ડિયા રૂ.૮.૪૫ વધીને રૂ.૧૪૬૬ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૫૨૯.૩૧ પોઈન્ટ વધીને ૬૨૦૭૨.૯૬ બંધ રહ્યો હતો.
મેટલ શેરોમાં સિલેક્ટિવ ખરીદી : હિન્દુસ્તાન ઝિંક, હિન્દાલ્કો, વેદાન્તા, જિન્દાલ સ્ટેનલેસ, નાલ્કો વધ્યા
મેટલ-માઈનીંગ શેરોમાં ફંડોની આજે પસંદગીની ખરીદી રહી હતી. હિન્દુસ્તાન ઝિંક રૂ.૧૩.૫૦ વધીને રૂ.૪૯૫.૩૫, હિન્દાલ્કો રૂ.૧૮.૧૦ વધીને રૂ.૮૧૨.૧૫, વેદાન્તા રૂ.૯ વધીને રૂ.૫૨૯.૪૫, જિન્દાલ સ્ટેનલેસ રૂ.૧૧.૨૫ વધીને રૂ.૭૩૯.૦૫, જિન્દાલ સ્ટીલ રૂ.૮.૧૫ વધીને રૂ.૧૦૮૭.૭૦, સેઈલ રૂ.૧ વધીને રૂ.૧૪૪.૪૫ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૧૨૪.૦૪ પોઈન્ટ વધીને ૩૫૦૫૯.૯૯ બંધ રહ્યો હતો.
આઈટી શેરોમાં પ્રોફિટ બુકિંગ : માઈન્ડટેક રૂ.૧૨ તૂટી રૂ.૨૩૨ : એએસએમ ટેક, ઓરિએન્ટ, ઈન્ટેલેક્ટ ઘટયા
આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં આજે પ્રોફિટ બુકિંગ થતું જોવાયું હતું. માઈન્ડટેક રૂ.૧૧.૮૦ તૂટીને રૂ.૨૩૨.૧૦, એએસએમ ટેક રૂ.૧૬૪ તૂટીને રૂ.૩૯૦૩.૪૫, ઓરિએન્ટ ટેકનોલોજી રૂ.૧૨.૫૦ ઘટીને રૂ.૩૮૩, ઈન્ટેલેક્ટ ડિઝાઈન રૂ.૩૦.૪૦ ઘટીને રૂ.૧૧૧૯.૯૫, પ્રોટીઅન રૂ.૧૯.૮૫ ઘટીને રૂ.૮૪૯.૬૦, એફલે રૂ.૪૦.૨૫ ઘટીને રૂ.૧૭૩૫.૫૦, મોસચીપ રૂ.૫.૦૫ ઘટીને રૂ.૨૨૭.૮૦, ઈન્ફોબિન રૂ.૧૨.૭૦ ઘટીને રૂ.૬૦૬.૯૦, ૬૩ મૂન્સ ટેકનોલોજી રૂ.૧૪.૨૫ ઘટીને રૂ.૭૪૨.૮૦, ઝેનસાર ટેકનોલોજી રૂ.૧૩.૧૦ ઘટીને રૂ.૭૨૮.૮૫, નેટવેબ રૂ.૫૭.૬૫ ઘટીને રૂ.૩૪૭૬.૪૦ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૨૦૧.૭૨ પોઈન્ટ ઘટીને ૩૫૮૨૯.૧૧ બંધ રહ્યો હતો.
આઈસીઆઈસીઆઈ રૂ.૨૭ વધી રૂ.૧૩૮૬ : કેર રેટિંગ, અરિહંત વધ્યા : આઈડીએફસી, ફેડરલ ઘટયા
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે પસંદગીની ખરીદી રહી હતી. આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૨૭ વધીને રૂ.૧૩૮૫.૯૫, એક્સિસ બેંક રૂ.૧.૧૫ વધીને રૂ.૧૨૨૪.૯૦ રહ્યા હતા. સ્પન્દનાસ્ફૂર્તિ રૂ.૧૫.૧૦ વધીને રૂ.૨૫૨.૫૦, કેર રેટિંગ રૂ.૮૦.૮૦ વધીને રૂ.૧૬૦૧.૪૦, અરિહંત કેપિટલ રૂ.૪.૭૫ વધીને રૂ.૧૦૨.૯૫, મોનાર્ક રૂ.૧૩.૬૫ વધીને રૂ.૩૧૮.૭૦, એડલવેઈઝ રૂ.૪.૩૦ વધીને રૂ.૧૧૬.૭૦ રહ્યા હતા. આઈડીએફસી ફર્સ્ટ બેંક રૂ.૧.૫૯ ઘટીને રૂ.૮૦, ફેડરલ બેંક રૂ.૩.૪૫ ઘટીને રૂ.૨૩૫.૬૫ રહ્યા હતા.
સોના બીએલડબલ્યુ, ઉનો મિન્ડા, ટાટા મોટર્સ કમર્શિયલ, મહિન્દ્રા, ટાટા મોટર્સ પેસેન્જર ઘટયા
ઓટોમોબાઈલ શેરોમાં પણ આજે નફારૂપી વેચવાલી થઈ હતી. ઉનો મિન્ડા રૂ.૩૦.૨૦ ઘટીને રૂ.૧૩૦૨.૭૫, ટાટા મોટર્સ કમર્શિયલ વ્હીકલ રૂ.૭.૪૦ ઘટીને રૂ.૩૨૦.૨૫, સોના બીએલડબલ્યુ રૂ.૯ ઘટીને રૂ.૪૮૯.૦૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૫૪.૪૦ ઘટીને રૂ.૩૬૯૯.૨૦, બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ રૂ.૩૩.૩૦ ઘટીને રૂ.૨૩૩૯.૮૫, ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ રૂ.૪.૨૫ ઘટીને રૂ.૩૯૮.૦૫, આઈશર મોટર્સ રૂ.૪૭.૮૫ ઘટીને રૂ.૬૮૩૦.૮૦, હીરો મોટોકોર્પ રૂ.૨૩.૨૫ ઘટીને રૂ.૫૫૦૬.૭૫ રહ્યા હતા.
રેડિકો ખૈતાન રૂ.૧૧૭, બેક્ટર રૂ.૫૪, કેઆરબીએલ રૂ.૧૧, ગોદાવરી બાયો રૂ.૭, વાડીલાલ રૂ.૧૦૨ તૂટયા
એફએમસીજી શેરોમાં ફંડોની નફારૂપી વેચવાલી રહી હતી. બેક્ટર ફૂડ રૂ.૫૪.૩૫ તૂટીને રૂ.૧૨૩૪.૫૦, રેડિકો ખૈતાન રૂ.૧૧૬.૬૫ તૂટીને રૂ.૩૧૮૯.૧૫, બીસીએલ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧.૩૬ ઘટીને રૂ.૩૮.૦૬, બજાજ કન્ઝયુમર રૂ.૯.૦૫ ઘટીને રૂ.૨૬૮.૭૦, એડીએફ ફૂડ્સ રૂ.૬.૬૫ ઘટીને રૂ.૨૧૬.૩૦, કેઆરબીએલ રૂ.૧૧.૨૦ ઘટીને રૂ.૩૭૮.૬૦, ગોદાવરી બાયો રૂ.૭.૨૫ ઘટીને રૂ.૨૫૨.૨૫, વાડીલાલ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૦૨.૩૫ ઘટીને રૂ.૫૧૦૭.૨૦ રહ્યા હતા.
તેજીને વિરામ : સ્મોલ, મિડ કેપ શેરોમાં ઉછાળે ફંડોનું મોટું પ્રોફિટ બુકિંગ : ૨૪૫૦ શેરો નેગેટીવ બંધ
સેન્સેક્સ, નિફટી બેઝડ વોલેટીલિટીના અંતે ઉછાળે આંચકા આવ્યા સાથે સ્મોલ, મિડ કેપ, રોકડાના અનેક શેરોમાં ઉછાળે ફંડો, ખેલંદાઓ હળવા થતાં માર્કેટબ્રેડથ ફરી નેગેટીવ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૩૮૦ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૪૪૭થી ઘટીને ૧૭૭૩ અને ઘટનારની સંખ્યા ૧૭૬૪થી વધીને ૨૪૫૦ રહી હતી.
હેલ્થકેર શેરોમાં ફિશર, કોહાન્સ, ટારસન્સ, માર્કસન્સ, સિક્વેન્ટ, અકુમ્સ, થેમીસ મેડી, પોલીમેડ ઘટયા
હેલ્થકેર-ફાર્મા શેરોમાં ફંડોની વેચવાલી રહી હતી. ફિશર રૂ.૭.૦૫ ઘટીને રૂ.૬૫.૩૦, કોહાન્સ રૂ.૬૦.૦૫ ઘટીને રૂ.૬૨૯.૫૦, ટારન્સ રૂ.૧૮.૨૦ ઘટીને રૂ.૨૪૦.૭૫, કોપરાન રૂ.૭.૭૫ ઘટીને રૂ.૧૪૩.૪૫, માર્કસન્સ રૂ.૮.૩૦ ઘટીને રૂ.૧૮૮.૩૦, સિક્વેન્ટ રૂ.૯.૩૫ ઘટીને રૂ.૨૨૮.૭૫, અકુમ્સ રૂ.૧૬.૦૫ ઘટીને રૂ.૪૩૭.૧૦, થેમીસ મેડી રૂ.૪.૨૦ ઘટીને રૂ.૧૧૮.૬૫ રહ્યા હતા.
FPIs/FIIની રૂ.૩૮૪ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૩૦૯૨ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-ગુરૂવારે કેશમાં રૂ.૩૮૩.૬૮કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૧૪,૯૦૨.૬૩ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૫,૨૮૬.૩૧કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની રૂ.૩૦૯૧.૮૭ કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૬,૦૩૬.૧૯કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૨,૯૪૪.૩૨ કરોડની વેચવાલી કરી હતી.

