Get The App

ખાનગી ક્ષેત્રની બેન્કોને વર્તમાન નાણાં વર્ષમાં રિટેલ ધિરાણમાં વધારાની અપેક્ષા

- પશ્ચિમ એશિયાની કટોકટી વચ્ચે પણ કોર્પોરેટ ધિરાણમાં સ્થિતિસ્થાપકતા જળવાઈ રહેવા ધારણા

Updated: May 5th, 2026

GS TEAM

Google News
Google News
ખાનગી ક્ષેત્રની બેન્કોને  વર્તમાન નાણાં વર્ષમાં રિટેલ ધિરાણમાં વધારાની અપેક્ષા 1 - image

મુંબઈ : ધિરાણ વૃદ્ધિ માટે મોટેભાગે કોર્પોરેટ તથા માઈક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઈઝિસ (એમએસએમઈ) પર નિર્ભર રહેતી મોટી ખાનગી ક્ષેત્રની બેન્કો વર્તમાન નાણાં વર્ષમાં રિટેલ ધિરાણ ઉપાડમાં વધારો થવાની અપેક્ષા રાખી રહી છે.

ગયા નાણાં વર્ષના ચોથા ત્રિમાસિકમાં રિટેલ ધિરાણ વૃદ્ધિ એક અંકમાં રહી હતી.  જો કે રિટેલ ધિરાણ છૂટુ કરવામાં ભારે ઝડપ ધિરાણ ચોપડા પર અર્થપૂર્ણ વૃદ્ધિમાં પરિવર્તન જોવા મળશે તેવી ખાનગી બેન્કો અપેક્ષા રાખી રહી છે.

પશ્ચિમ એશિયાની કટોકટી વચ્ચે પણ કોર્પોરેટ ધિરાણમાં સ્થિતિસ્થાપકતા જળવાઈ રહેવાની ધારણાં છે. 

દેશના કેટલાક ક્ષેત્રો જેમ કે ડેટા સેન્ટરો, ગ્રીન એનર્જી તથા ડિફેન્સ અને કેટલાક મોટો જુથોની કામગીરી જોરદાર જોવા મળી રહી હોવાનું એક ખાનગી બેન્કના સીનિયર એક્ઝિકયૂટિવે જણાવ્યું હતું.

બોન્ડ માર્કેટમાં ઊંચા વ્યાજ દરોને કારણે મોટા જુથો બેન્ક ધિરાણને વધુ પસંદ કરી રહ્યા છે. બેન્કો કોર્પોરેટ ધિરાણ વધારવામાં વધુ રસ ધરાવતી હોય છે. 

સમાપ્ત થયેલા નાણાં વર્ષ ૨૦૨૬ના ચોથા ત્રિમાસિક માટે ત્રણ મોટી ખાનગી બેન્કોના આવેલા પરિણામોમાં રિટેલ ધિરાણમાં  તથા અન્ય સેગમેન્ટસમાં વૃદ્ધિનું વિભિન્ન ચિત્ર જોવા મળ્યું હોવાનું એક એનાલિસ્ટે જણાવ્યું હતું. 

રિટેલ લોન છૂટી કરવામાં મજબૂત વૃદ્ધિ જોવા મળી છે અને રિટેલ લોન માગમાં વધારો જોવા મળવાના ચિહ્નો જણાઈ રહ્યા છે, એમ અન્ય એક ખાનગી બેન્કના અધિકારીએ જણાવ્યું હતું.

રિટેલ લોનમાં વૃદ્ધિ જોવા મળવામાં સાધારણ સમય લાગી જતો હોય છે. રિટેલમાં ખાસ કરીને વ્હીકલ, વ્યક્તિગત તથા બિઝનેલ લોન્સમાં ગતિ જોવા મળી રહી છે.