સપ્ટેમ્બર ત્રિમાસિકમાં વીજ ઉત્પાદનમાં ૧૧ ટકાનો વધારો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વીજની જંગી માંગ છતાં કોલસા આધારિત પ્લાન્ટસમાં ઓછું ઉત્પાદન
મુંબઈ : હીટવેવ્સને પરિણામે વર્તમાન નાણાં વર્ષના સપ્ટેમ્બર ત્રિમાસિકમાં દેશમાં વીજ ઉત્પાદનમાં વાર્ષિક ધોરણે ૧૧ ટકા વધારો થઈ ૫૩૬ અબજ યુનિટસ જોવા મળ્યું છે. વીજની ટોચની માગ ૧૮ ટકા વધી ૨૭૦ ગીગા વોટ જેટલી જોવા મળી હોવાનું એક રિપોર્ટમાં જણાવાયું હતું.
ઊંચા તાપમાનને કારણે વીજ માગમાં જોરદાર વધારો છતાં, કોલસા આધારિત વીજ પ્લાન્ટસ તેની સંપૂર્ણ ક્ષમતાએ કામ કરતા નથી.
મોટા હાઈડ્રોપાવરને બાદ કરતા સપ્ટેમ્બર ત્રિમાસિકમાં રિન્યુએબલ વીજ ઉત્પાદન પ્રથમ જ વખત ૧૦૦ અબજ યુનિટને પાર કરી ગયા છે. સૌર ઊર્જા ઉત્પાદન ૩૯ ટકા વધી ૫૧ અબજ યુનિટ જ્યારે પવન ઊર્જા ઉત્પાદન ૨૯ ટકા વધી ૪૫ અબજ યુનિટ રહ્યું હોવાનું રિપોર્ટમાં નોંધવામાં આવ્યું હતું.
સપ્ટેમ્બર ત્રિમાસિકમાં કુલ વીજ ઉત્પાદનમાં સોલારનો હિસ્સો ૧૦ ટકા રહ્યો છે. જે પ્રથમ જ વખત જોવા મળ્યું છે.
ગત ત્રિમાસિકમાં કોલસા આધારિત વીજ પ્લાન્ટસ તેની ક્ષમતાના ૬૮ ટકાએ કામ કરતા હતા. કોલસાની રવાનગીમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો.
ઓગસ્ટમાં ભારતની વીજ ઉત્પાદનની સ્થાપિત ક્ષમતા ૫૫૫ ગીગા વોટ રહી હતી.




