Business

દવાઓ, તબીબી ઉપકરણોની આયાત માટે વધુ એન્ટ્રી પોઇન્ટ્સ ઉમેરવાની યોજના

By GS Team
5 Nov 20262 mins read
TukuTouch Logo
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ફાર્મા આયાત પ્રક્રિયા સરળ બનાવવા 7 ઇનલેન્ડ કન્ટેનર ડેપો, એક SEZ અને જેવર એરપોર્ટને સામેલ કરવાની વિસ્તૃત યોજના રજૂ કરી છે. આ સુધારાથી દવાઓ, મેડિકલ ડિવાઇસિસ અને કોસ્મેટિક્સની આયાત સરળ બનશે. ગુજરાતમાં મુન્દ્રા સહિત સોનીપત, દાદરી વગેરે સ્થળોનો સમાવેશ થશે, જે લોજિસ્ટિક્સ કાર્યક્ષમતા વધારશે.

Summarized by AI; it may make mistakes. Check important info

દવાઓ, તબીબી ઉપકરણોની આયાત માટે વધુ એન્ટ્રી પોઇન્ટ્સ ઉમેરવાની યોજના

આ સુધારાનો હેતુ આયાત પ્રક્રિયાને સરળ બનાવવાનો, લોજિસ્ટિક્સ કાર્યક્ષમતામાં સુધારો કરવાનો
અમદાવાદ : ફાર્મા આયાત વિસ્તરણ યોજનામાં સાત ઇનલેન્ડ કન્ટેનર ડેપો અને જેવર એરપોર્ટ સામેલ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે દેશમાં દવાઓ, તબીબી ઉપકરણો (મેડિકલ ડિવાઇસિસ) અને સૌંદર્ય પ્રસાધનો (કોસ્મેટિક્સ) પ્રવેશવા માટેના અિધકૃત આયાત સ્થળોના નેટવર્કને વિસ્તારવાનો પ્રસ્તાવ મૂક્યો છે.
મંત્રાલયે જણાવ્યું હતું કે, આરોગ્ય સંભાળ (હેલ્થકેર) ઉત્પાદનોની આયાત અને ક્લિયરન્સને સરળ બનાવવા માટે વધારાના ઇનલેન્ડ કન્ટેનર ડેપો, એક વિશેષ આિર્થક ક્ષેત્ર (સેઝ) અને એક આંતરરાષ્ટ્રીય એરપાર્ર્ટનો સમાવેશ કરવાની યોજના છે.
તે મુજબ, મંત્રાલયે ફાર્માસ્યુટિકલ (ફાર્મા) આયાત અને ક્લિયરન્સ માટે મંજૂર સ્થળોની યાદીમાં સાત ઇનલેન્ડ કન્ટેનર ડેપો, એક સેઝ અને ઉત્તર પ્રદેશના જેવર ખાતે સ્થિત નોઇડા ઇન્ટરનેશનલ એરપોર્ટને ઉમેરવા માટે સુધારા સૂચવતું એક ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડયું છે.
આ સુાૃધારા 'ડ્રગ્સ રૂલ્સ, ૧૯૪૫' ના નિયમ ૪૩A માં ફેરફાર કરવા માગે છે, જે એવા અિધકૃત બંદરો, હવાઈ મથકો, રેલવે સ્ટેશનો, રસ્તાઓ અને અન્ય પ્રવેશ સ્થળોનો ઉલ્લેખ કરે છે કે જેના દ્વારા ભારતમાં દવાઓની આયાત કરી શકાય છે.મંત્રાલયે ડ્રાફ્ટ નોટિફિકેશન પ્રસિદ્ધ થયાના ૩૦ દિવસની અંદર હિતધારકો પાસેથી વાંધાઓ અને સૂચનો મંગાવ્યા છે.
અત્યાર સુાૃધી આ યાદીમાં માત્ર બે જ ઇનલેન્ડ કન્ટેનર ડેપો, ધન્નાડ અને તિહી (બંને ઇન્દોરમાં) સામેલ કરવામાં આવ્યા છે. સુાૃધારેલી યાદીમાં હરિયાણામાં સોનીપત, પિયાલા અને ગઢી હરસારુ, ઉત્તર પ્રદેશમાં દાદરી, ગુજરાતમાં મુન્દ્રા, હૈદરાબાદમાં સનથનગર અને થિમ્માપુર તેમજ બેંગલુરુમાં વ્હાઇટફિલ્ડનો પણ સમાવેશ કરવામાં આવશે.
તે જ રીતે, કર્ણાટકના બોમ્માસન્દ્રા સેઝ ને પણ આ યાદીમાં ઉમેરવામાં આવશે. કોચીન, તિરુવનંતપુરમ અને નવી મુંબઈ પછી ફાર્મા આયાત માટે અિાૃધકૃત બનનાર જેવર એરપોર્ટ ચોથું એરપોર્ટ બનશે.
આ સુધારાનો હેતુ આયાત પ્રક્રિયાને સરળ બનાવવાનો, લોજિસ્ટિક્સ કાર્યક્ષમતામાં સુધારો કરવાનો અને હેલ્થકેર ઉત્પાદનો માટેની સપ્લાય ચેઇનને મજબૂત બનાવવાનો છે. આ વિસ્તરણથી આયાતકારોને તેમના ઉત્પાદન એકમો, વેરહાઉસ અને વિતરણ કેન્દ્રોની નજીક માલ (કન્સાઇનમેન્ટ) પ્રાપ્ત કરવાની સુવિધા મળશે.