હેલ્થકેર ક્ષેત્રમાં PE/VC ફંડિંગમાં ૬૨૧ ટકાનો થયેલો તોતિંગ વધારો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ઈન્ફ્રાસ્ટ્રક્ચર પછી રોકાણો માટે હેલ્થકેર બીજું મોટું ક્ષેત્ર
અમદાવાદ : ભારતના હેલ્થકેર ક્ષેત્રમાં પ્રાઇવેટ ઇક્વિટી (પીઈ) અને વેન્ચર કેપિટલ (વીસી) રોકાણ FY૨૭ના બીજા ક્વાર્ટરમાં વાર્ષિક ધોરણે ૬૨૧% વધીને ૩.૧ બિલિયન ડોલર પર પહોંચી ગયું છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર પછી આવા રોકાણો માટે હેલ્થકેર બીજું સૌથી મોટું ક્ષેત્ર હતું.
આ રોકાણ અગાઉના ક્વાર્ટર કરતાં લગભગ ૧૦ ગણું વધારે હતું તેમ ઈવાય અને ઇન્ડિયન પ્રાઇવેટ ઇક્વિટી એન્ડ વેન્ચર કેપિટલ એસોસિયેશનના અહેવાલમાં જણાવાયું હતું. સમગ્ર પીઈ /વીસી રોકાણો માટે સપ્ટેમ્બર આ વર્ષનો સૌથી મજબૂત મહિનો રહ્યો હતો.
સૂચિત સમયમાં રોકાણ મૂલ્યમાં વધારા સાથે ડીલ્સની સંખ્યામાં પણ વધારો જોવા મળ્યો હતો. અગાઉના ક્વાર્ટરના ૧૯ સોદાઓની સરખામણીએ બીજા ક્વાર્ટરમાં આ ક્ષેત્રમાં ૨૮ સોદા નોંધાયા હતા.
માત્ર સપ્ટેમ્બર મહિનામાં જ આ ક્ષેત્રે ૧.૧ બિલિયન ડોલરનું રોકાણ આકર્ષિત કર્યું હતું, જે ગત વર્ષના સમાન સમયગાળા કરતાં ૪૬૫% વધુ છે. જુલાઈમાં ૬ અને ઓગસ્ટમાં ૮ સોદાની સામે સપ્ટેમ્બરમાં ૧૧ સોદા નોંધાયા હતા.
ક્વાર્ટર દરમિયાન સૌથી મોટા રોકાણો હોસ્પિટલ ચેઇન્સ અને અન્ય હેલ્થકેર કંપનીઓમાં થયા હતા.
આ ક્વાર્ટર દરમિયાન મોટાભાગનું રોકાણ હોસ્પિટલ ચેઇન્સ અને અન્ય હેલ્થકેર કંપનીઓમાં ગયું હતું.
અહેવાલમાં એ પણ જણાવાયું છે કે ક્વાર્ટર દરમિયાન હેલ્થકેર ક્ષેત્રે ૧.૪ બિલિયન ડોલરના એક્ઝિટ્સ (રોકાણ પાછું ખેંચવું) પણ નોંધાયા હતા. ક્ષેત્રવાર એક્ઝિટ્સમાં ફાઇનાન્સિયલ સર્વિસિસ (૨.૮ બિલિયન ડોલર) અને ઈ-કોમર્સ (૨ બિલિયન ડોલર) પછી હેલ્થકેર ત્રીજા ક્રમે રહ્યું હતું.
તમામ ક્ષેત્રોની વાત કરીએ તો, પીઈ/વીસી રોકાણો આ ક્વાર્ટરમાં વાર્ષિક ાૃધોરણે ૪૬% વધીને ૧૭.૧ બિલિયન ડોલર થયા હતા. જોકે કુલ ડીલ્સની સંખ્યા ૯% ઘટીને ૩૪૮ થઈ હતી, જે દર્શાવે છે કે કુલ રોકાણમાં થયેલો વધારો મોટા વ્યવહારો (લાર્જર ટ્રાન્ઝેક્શન્સ) ને કારણે હતો. અહેવાલ અનુસાર, ૧૩ બિલિયન ડોલરની કિંમતના ૩૬ મોટા સોદાઓ ક્વાર્ટરના કુલ રોકાણના ૭૬% હિસ્સો ધરાવતા હતા.
અહેવાલ દર્શાવે છે કે આ વર્ષે સમગ્ર પીઈ/વીસી રોકાણો માટે સપ્ટેમ્બર સૌથી મજબૂત મહિનો હતો. જોકે, મોંઘવારી અને ક્રૂડ ઓઈલના ઊંચા ભાવો વચ્ચે રોકાણકારો આગામી મહિનાઓમાં વાૃધુ સાવચેત બની શકે છે.




