Get The App

મધ્યસ્થી કરાવવા નીકળેલા પાકિસ્તાન શેરબજારમાં 6600 પોઈન્ટનું ગાબડું

- ટ્રમ્પની નાકાબંધીથી પાકિસ્તાનના અર્થતંત્ર પર ગંભીર અસર પડવાની તથા ફુગાવો આસમાને પહોંચવાની ચિંતા

Updated: Apr 14th, 2026

GS TEAM

Google News
Google News
મધ્યસ્થી કરાવવા નીકળેલા પાકિસ્તાન શેરબજારમાં 6600 પોઈન્ટનું ગાબડું 1 - image

મુંબઈ : અમેરિકા-ઈરાનનું યુદ્ધ અટકાવવાનો પ્રયત્ન કરવા ગયેલા પાકિસ્તાનની મધ્યસ્થી કામ આવી નહીં એટલું જ નહીં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને આપેલી નવેસરથી ધમકીને જોતા પશ્ચિમ એશિયામાં સ્થિતિ વધુ વણસવાના એંધાણે પાકિસ્તાનનું શેરબજાર સોમવારે ખુલતાવેત ધબાય નમ: થઈ ગયું હતું. 

ઈરાનના  બંદરો ખાતે નાકાબંદી કરવા આપેલા ઓર્ડર બાદ પાકિસ્તાનનો બેન્ચમાર્ક કેએસઈ-૧૦૦ ઈન્ડેકસ સોમવારે સત્રના પ્રારંભમાં જ ૬૦૦૦ પોઈન્ટથી વધુ તૂટી ગયો હતો. પાકિસ્તાનના સ્ટોક એકસચેન્જમાં સોમવારે ભારે વોલેટિલિટી જોવા મળી હતી. 

કેએસઈ-૧૦૦ ઈન્ડેકસ તેના ૧૬૭,૧૯૧ના  છેલ્લા બ ંધ સામે સોમવારે ઈન્ટ્રાડેમાં ૧,૬૦,૧૫૮ની નીચી સપાટીએે જોવા મળ્યો હતો.

સોમવારે ઈન્ડેકસ ઉપરમાં ૧૬૩૬૧૨ પોઈન્ટ અને નીચામાં ૧૬૦૧૫૮પોઈન્ટની રેન્જમાં રહીને છેવટે ૧૬૦૫૯૧ બંધ આવ્યો હતો જે તેના આગલા બંધથી ૬૬૦૦  પોઈન્ટ નીચે છે. 

ઈરાન સાથેની મંત્રણા પડી ભાંગ્યા બાદ ટ્રમ્પે ઈરાનના બંદરો ખાતે નાકાબંદી કરવાની જાહેરાત કરતા પાકિસ્તાનના બજારોમાં તેની ઘેરી અસર જોવા મળી હતી. નાકાબંદીને કારણે આવનારા દિવસોમાં પશ્ચિમ એશિયા વિસ્તારમાં ફરી તંગદિલી વધવાના એંધાણ છે. 

ટ્રમ્પની નાકાબંધીથી પાકિસ્તાનના અર્થતંત્ર પર ગંભીર અસર પડવાની તથા ફુગાવો આસમાને પહોંચવાની ચિંતાએ શેરબજારમાં કડાકો બોલાઈ ગયાનું સ્થાનિક એનાલિસ્ટો માની રહ્યા છે. 

હોર્મુઝ ખાડી ખાતે કોઈપણ લશકરી જહાજના પ્રવેશને યુદ્ધવિરામના ભંગ તરીકે ગણાશે અને આ ભંગ સામે જોરદાર પ્રતિસાદ અપાશે તેવી ઈરાને ચીમકી આપી છે.  યુદ્ધવિરામની જાહેરાત બાદ ગયા સપ્તાહમાં કેએસઈ-૧૦૦ ઈન્ડેકસ ૮ એપ્રિલે  ૧૪૦૦૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો હતો.