Business

AI કંપની Nvidiaએ રચ્યો ઈતિહાસ, 5 ટ્રિલિયન ડોલર માર્કેટ કેપ સાથે દુનિયાની પહેલી કંપની બની

By GS Team
29 Oct 20252 mins read
This article was originally published on 29 Oct 2025
TukuTouch Logo
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ક્રાંતિ વચ્ચે અમેરિકાની ચિપ નિર્માતા કંપની NVIDIAએ એક નવો માઇલસ્ટોન હાંસલ કર્યો છે. મંગળવારે કંપનીનું માર્કેટ કેપ 5 ટ્રિલિયન ડોલરને પાર પહોંચી ગયો. આ સિદ્ધિ હાંસલ કરનારી દુનિયાની પહેલી કંપની બની ગઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

AI કંપની Nvidiaએ રચ્યો ઈતિહાસ, 5 ટ્રિલિયન ડોલર માર્કેટ કેપ સાથે દુનિયાની પહેલી કંપની બની

Nvidia Becomes First $5 Trillion Firm: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ક્રાંતિ વચ્ચે અમેરિકાની ચિપ નિર્માતા કંપની NVIDIAએ એક નવો માઇલસ્ટોન હાંસલ કર્યો છે. મંગળવારે કંપનીનું માર્કેટ કેપ 5 ટ્રિલિયન ડોલરને પાર પહોંચી ગયો. આ સિદ્ધિ હાંસલ કરનારી દુનિયાની પહેલી કંપની બની ગઈ છે.

વર્ષ 2023ના જૂનમાં NVIDIAએ પહેલીવાર 1 ટ્રિલિયન ડોલરના માર્કેટ કેપનો આંકડો પાર કર્યો હતો. ત્યારબાદ કંપનીએ આગામી 12 મહિનામાં જબરદસ્ત ઝડપ પકડી લીધી. ફેબ્રુઆરી 2024માં 2 ટ્રિલિયન, પછી જૂન 2024માં 3 ટ્રિલિયન ડોલરના સ્તરને પાર કરી NVIDIAએ ટેકનોલોજી ઇતિહાસમાં નવો અધ્યાય લખ્યો.

હવે, ઓક્ટોબર 2025માં 5 ટ્રિલિયન ડોલરના માર્કેટ કેપ સાથે આ દુનિયાની સૌથી મોટી અને સૌથી ઝડપી આગળ વધનારી કંપની બની ચૂકી છે. નિષ્ણાતોના મતે, આ ઉછાળો AI ચિપ્સની માગ, ડેટા સેન્ટર રોકાણ અને જનરેટિવ AIની લહેરના કારણે સંભવ થયું છે.

આ પણ વાંચો: 2025ના પ્રથમ અર્ધવાર્ષિક સમયગાળા દરમિયાન ડિજિટલ પેમેન્ટમાં 85% વ્યવહારો UPI થકી

ટ્રમ્પના નિવેદન બાદ શેરોમાં જોરદાર ઉછાળો

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના એક નિવેદન બાદ NVIDIAના શેરોમાં લગભગ 5 ટકાની તેજી આવી. જેને લઈને કંપનીનું માર્કેટ કેપ એક જ દિવસમાં 300 અરબ ડોલર વધી ગયું. બજારના જાણકારોનું કહેવું છે કે, ટ્રમ્પના નિવેદનમાં AI ક્ષેત્ર માટે સરકારી રોકાણ અને ટેક્સ ઇન્સેન્ટિવ વધારવાના સંકેત અપાયા હતા, જેનાથી રોકાણકારોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળ્યો.

NVIDIAની સફળતા પાછળ સૌથી મોટું કારણ છે AI ટેકનોલોજીની વધતી માગ. કંપનીની ચિપ્સ આજે દુનિયાની અનેક ટોચની AI કંપનીઓ જેવી કે OpenAI, Google, Microsoft અને Metaના ડેટા સેન્ટર્સમાં ઉપયોગ થઈ રહી છે. ગત એક વર્ષમાં કંપનીના સ્ટોકમાં 350 ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે. વિશ્લેષકોના અનુસાર, આવનારા મહિનાઓમાં AI સર્વર ચિપની માગ વધવાથી કંપનીનું રેવન્યૂ હજુ ઝડપથી વધી શકે છે.

ભારતની જીડીપીથી પણ મોટી કંપની

NVIDIAનું માર્કેટ કેપ હવે ભારતની જીડીપી (લગભગ 4.19 ટ્રિલિયન ડોલર)થી વધુ થઈ ચૂક્યું છે. આ સરખામણીએ સોશિયલ મીડિયા પર પણ હડકંપ મચાવી દીધો છે, જ્યાં અનેક યુઝર્સે 'AI યુગના એપલ મોમેન્ટ' જણાવી રહ્યા છે. NVIDIAની આ સિદ્ધિ સમગ્ર દુનિયાના ટેક સેક્ટર માટે એક ટર્નિંગ પોઈન્ટ ગણાય છે. નિષ્ણાતોનું કહેવું છે કે, આવનારા વર્ષોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત હાર્ડવેર અને સોફ્ટવેર ઈન્ડસ્ટ્રીઝમાં અભૂતપૂર્વ રોકાણ જોવા મળશે.

કેટલાક દેશોની સરકારો હવે AI ઇકો સિસ્ટમ માટે વિશેષ નીતિઓ તૈયાર કરી રહી છે. NVIDIAનું 5 ટ્રિલિયન ડોલર માર્કેટ કેપ માત્ર એક કંપનીની સફળતા નથી, પરંતુ AI યુગની શરુઆતનું પ્રતીક છે. જ્યાં એક તરફ આ અમેરિકન ટેક્નોલોજી ઇન્ડસ્ટ્રીઝની તાકાતને દર્શાવે છે, ત્યારે બીજી તરફ આ દુનિયાને આ સંદેશ પણ આપે છે કે ભવિષ્ય તેમનું જ છે, જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને અપનાવશે.

આ પણ વાંચો: રિસોર્ટ કે રિયલ એસ્ટેટ નહીં ક્રિપ્ટોકરન્સીથી અબજોની કમાણી કરે છે ટ્રમ્પ પરિવાર! આંકડા ચોંકાવનારા