Business

વર્તમાન નાણાં વર્ષમાં દેશની બેન્કોમાં NPAમાં સાધારણ વધારો થવાની વકી

By GS Team
29 Oct 20262 mins read
TukuTouch Logo
મુંબઈ: ઈક્રાના રિપોર્ટ મુજબ, નાણાકીય વર્ષ 2027માં દેશની બેન્કિંગ વ્યવસ્થામાં NPAમાં નજીવો વધારો થવાની શક્યતા છે. નાણાકીય વર્ષ 2026માં એસેટ ક્વોલિટી સામાન્ય સ્તરે પહોંચી હતી, પરંતુ હવે તે રૂ. 90,000 કરોડથી વધીને રૂ. 1 લાખ કરોડ થવાની ધારણા છે. ખાનગી બેન્કોની નવી NPA રૂ. 1.20 લાખ કરોડથી વધી રૂ. 1.30 લાખ કરોડ થઈ શકે છે. ધિરાણ વૃદ્ધિ મક્કમ રહેશે અને બેન્કોની નફાશક્તિ સ્થિર રહેવાની અપેક્ષા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વર્તમાન નાણાં વર્ષમાં દેશની  બેન્કોમાં NPAમાં સાધારણ વધારો થવાની વકી

લાંબા ગાળા સુધી સુધર્યા બાદ એસેટ કવોલિટી સામાન્ય સ્તરે
મુંબઈ : નાણાં વર્ષ ૨૦૨૭માં દેશની બેન્કિંગ વ્યવસ્થામાં નોન પરફોર્મિંગ એસેટસ (એનપીએ)માં સાધારણ વધારો થવાની શકયતા રહેલી છે.
સતત સુધારા બાદ નાણાં વર્ષ ૨૦૨૬માં એસેટ કવોલિટી સામાન્ય સ્તરે આવી ગઈ છે પરંતુ ધિરાણ વૃદ્ધિ મક્કમ હોવાનું ઈક્રાના એક રિપોર્ટમાં જણાવાયુ હતું. ગત નાણાં વર્ષમાં બેન્કોની નફાશક્તિ પણ ઊંચી રહી હતી.
નાણાં વર્ષ ૨૦૨૨માં બેન્કોની એનપીએ જે રૂપિયા ૧.૮૦ લાખ કરોડ હતી તે નાણાં વર્ષ ૨૦૨૫ તથા ૨૦૨૬માં ઘટી રૂપિયા ૯૦,૦૦૦ કરોડ પર આવી ગઈ હતી, પરંતુ વર્તમાન નાણાં વર્ષના અંતે તે સાધારણ વધી રૂપિયા એક લાખ કરોડ પહોંચવા ધારણાં છે.
નવી ગ્રોસ એનપીએ ઊભી થવાની ટકાવારી જે નાણાં વર્ષ ૨૦૨૬માં ૦.૮૦ ટકાના સ્તરે હતી તે વર્તમાન નાણાં વર્ષના અંતે યથાવત રહેશે.
ખાનગી ક્ષેત્રની બેન્કોની નવી એનપીએ જે નાણાં વર્ષ ૨૦૨૬માં રૂપિયા ૧.૨૦ લાખ કરોડ રહી હતી તે નાણાં વર્ષ ૨૦૨૭માં સહેજ ઊંચી રહી ૧.૩૦ લાખ કરોડ રહેવાની રિપોર્ટમાં ધારણાં મૂકવામાં આવી છે.
અનસિકયોર્ડ તથા એમએસએમઈ લોનના ઊંચા સ્તરને પરિણામે ખાનગી બેન્કોની નવી એનપીએની ટકાવારી ૧.૬૦થી ૧.૮૦ ટકા રહેવાનો અંદાજ છે. નાણાં વર્ષ ૨૦૨૭માં બેન્કોની નફાશક્તિ સ્થિર રહેવા અપેક્ષા છે જ્યારે એસેટ પર વળતર ૧.૨૭થી ૧.૩૪ ટકા રહેવા ધારણાં છે. ધિરાણ વૃદ્ધિ, માર્જિન વિસ્તરણ તથા નીચા ધિરાણ ખર્ચ અર્નિંગ્સને ટેકો આપશે.
વર્તમાન નાણાં વર્ષમાં બેન્કોની ધિરાણ વૃદ્ધિનું સ્તર ૧૫.૧૦થી ૧૫.૯૦ ટકા રહેવા વકી છે.