Business

હવે અમેરિકાથી આવશે વધુ LPG: હોર્મુઝ સંકટ વચ્ચે ભારતે 3 કંપનીઓને આપ્યો મોટો ટાર્ગેટ

By GS Team
13 Aug 20262 mins read
TukuTouch Logo
ભારત અમેરિકા પાસેથી મોટા પાયે LPG ખરીદવાની યોજના ધરાવે છે. રિપોર્ટ મુજબ, સરકારે IOCL, BPCL અને HPCL જેવી રિફાઇનરીઓને 2027 સુધીમાં કુલ LPG આયાતના ઓછામાં ઓછા 15% યુએસ ટર્મ કોન્ટ્રાક્ટ દ્વારા મેળવવા નિર્દેશ આપ્યો છે. મધ્ય પૂર્વ પરની નિર્ભરતા ઘટાડવા અને સપ્લાય વિકલ્પો વધારવા આ પગલું લેવાયું છે. હોર્મુઝ સંકટ બાદ ભારતે આ વર્ષે અમેરિકા પાસેથી 39 લાખ ટન LPGની રેકોર્ડ આયાત કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

હવે અમેરિકાથી આવશે વધુ LPG: હોર્મુઝ સંકટ વચ્ચે ભારતે 3 કંપનીઓને આપ્યો મોટો ટાર્ગેટ

India Plans To Buy Massive LPG Supply From US: ભારત અમેરિકા પાસેથી મોટા પાયે LPG (રાંધણ ગેસ)ની ખરીદી કરવા માંગે છે. એક અહેવાલ મુજબ, ભારતે આ અંગે પોતાની સરકારી રિફાઇનરીઓને ખરીદી કરવા માટે જરૂરી સૂચનાઓ આપી દીધી છે. LPGના પુરવઠાને લઈને ભારત પોતાની વ્યૂહરચના પર ઝડપથી કામ કરી રહ્યું છે. બ્લૂમબર્ગના એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, ભારત 2027ના વાર્ષિક કોન્ટ્રાક્ટ હેઠળ વધુ LPG મેળવવા માટે અમેરિકા સાથે વાતચીત કરી રહ્યું છે.

પશ્ચિમ એશિયા પર નિર્ભરતા ઘટાડવાનો પ્રયાસ

ભારત વિશ્વના સૌથી મોટા LPG વપરાશકારોમાંનો એક દેશ છે. 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' (Strait of Hormuz)માં સર્જાયેલી કટોકટી બાદ ભારત પોતાના ઇંધણ પોર્ટફોલિયોમાં વિવિધતા લાવવા માંગે છે, અને પશ્ચિમ એશિયા એટલે કે, મધ્ય પૂર્વ પરની નિર્ભરતા ઓછી કરવા ઈચ્છે છે.

રિપોર્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, સરકારે સરકારી માલિકીની રિફાઇનરીઓ જેવી કે, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOCL), ભારત પેટ્રોલીયમ કોર્પોરેશન (BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન (HPCL)ને નિર્દેશ આપ્યો છે કે, તેઓ 2027 માટે ભારતની કુલ LPG આયાતનો ઓછામાં ઓછો 15 ટકા હિસ્સો યુએસ ટર્મ કોન્ટ્રાક્ટ દ્વારા હાસિલ કરે.

અમેરિકા સાથે LPG કરાર અને વર્તમાન સ્થિતિ

10% નો કોન્ટ્રાક્ટ: આ વર્ષની શરૂઆતમાં ભારતે પ્રથમ વખત અમેરિકા પાસેથી 22 લાખ ટન LPGની સપ્લાય માટે કોન્ટ્રાક્ટ કર્યો હતો, જે તેની કુલ LPG આયાતના 10% જેટલો હતો.

નવો લક્ષ્યાંક: હાલમાં ત્રણેય રિફાઇનરીઓના અધિકારીઓ સપ્લાય કરારો પર ચર્ચા કરવા અમેરિકામાં છે.

ટ્રેડ સરપ્લસ: આ પ્રયાસનો મુખ્ય હેતુ સપ્લાય વિકલ્પો વધારવાનો અને અમેરિકા સાથેના વેપાર સરપ્લસ (Trade Surplus) ને ઘટાડવામાં મદદ કરવાનો છે, કારણ કે ભારત અમેરિકા સાથે ટ્રેડ એગ્રીમેન્ટ તરફ આગળ વધી રહ્યું છે.

રેકોર્ડ નિકાસ: અમેરિકા ભારત માટે ટોચનો LPG સપ્લાયર બની ગયું છે, જેણે આ વર્ષે અત્યાર સુધીમાં રેકોર્ડ 39 લાખ ટન LPG ની નિકાસ કરી છે.

હોર્મુઝ સંકટથી બદલાયેલો દ્રષ્ટિકોણ

હોર્મુઝ પર સર્જાયેલા અવરોધ અને અમેરિકા-ઈરાન વાટાઘાટો અટકી જવાના કારણે ભારતમાં LPG પુરવઠા પર દબાણ ઊભું થયું છે. ગયા મહિને LPGના વપરાશમાં અગાઉના વર્ષની સરખામણીએ 16% થી વધુનો ઘટાડો નોંધાયો હતો, અને તે ઘટીને 23 લાખ ટન રહી ગયો હતો, કારણ કે અછતના કારણે ઘરો અને વ્યવસાયોએ પાઈપલાઈન LNG, બાયોમાસ અને કેરોસીન જેવા વિકલ્પોનો ઉપયોગ શરૂ કરવો પડ્યો હતો.

અમેરિકા પાસેથી નિશ્ચિત સમયગાળા માટે વધારાના LPGની સપ્લાય મળવાથી ભારતને રાંધણ ગેસનો વિશાળ સ્ત્રોત મળી રહેશે, અને પશ્ચિમ એશિયામાં થતા સપ્લાય અવરોધો સામે ભારતનું જોખમ ઘટશે.