Get The App

UPI ટ્રાન્ઝેક્શન પર ફીસ વસૂલવાની તૈયારી? સંસદમાં સરકારની સ્પષ્ટતા

Updated: Aug 18th, 2025

GS TEAM

Google News
Google News
No Transaction Fees on UPI Payments


No Transaction Fees on UPI Payments: યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI)ની લોકપ્રિયતા એટલી વધી ગઈ છે કે ઓનલાઈન પેમેન્ટના મામલે ભારત દુનિયામાં સૌથી આગળ છે. અમેરિકાની કુલ વસ્તી કરતાં પણ વધુ UPI ટ્રાન્ઝેક્શન્સ ભારતમાં એક દિવસમાં થાય છે. 2 ઓગસ્ટના રોજ ભારતમાં 707 મિલિયન UPI ટ્રાન્ઝેક્શન્સ થયા, જ્યારે અમેરિકાની વસ્તી 341.2 મિલિયન છે.

UPI પેમેન્ટ પર નહીં લાગે કોઈ ચાર્જ: સરકારે કરી સ્પષ્ટતા

ઈન્ટરનેશનલ મોનેટરી ફંડના રિપોર્ટ અનુસાર, ભારત ગ્લોબલ ફાસ્ટ પેમેન્ટ લીડર બની ગયું છે અને આમાં સૌથી મોટો ફાળો UPIનો છે. એવામાં વારંવાર એવા સમાચારો સામે આવી રહ્યા છે કે સરકાર UPI પેમેન્ટ કરવા પર ચાર્જ લગાવવામાં આવશે, પણ સરકારે ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે UPI પેમેન્ટ પર કોઈ ચાર્જ લાગશે નહીં.

ડિજિટલ પેમેન્ટ પર કોઈ ફી લગાવવાનો તેમનો કોઈ ઈરાદો નથી

કેન્દ્ર સરકારે ફરી સ્પષ્ટ કર્યું છે કે UPI દ્વારા થતા ડિજિટલ પેમેન્ટ પર કોઈ ફી લગાવવાનો તેમનો કોઈ ઈરાદો નથી. ભલે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) દ્વારા 2019માં બેન્કોને મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) તરીકે 0.30% સુધી ચાર્જ લેવાની મંજૂરી આપવામાં આવી હોય, પરંતુ નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં જણાવ્યું કે કાયદા મુજબ બેન્ક ગ્રાહકો પાસેથી UPI પેમેન્ટ માટે કોઈ ચાર્જ લઈ શકશે નહીં.

આથી, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) એ UPI અને RuPay ડેબિટ કાર્ડને કોઈ પણ ફી વગરના ઇલેક્ટ્રોનિક પેમેન્ટ માધ્યમ તરીકે જાહેર કર્યા છે. તેમજ UPI સેવાઓ સરળતાથી ચાલે તે માટે સરકારે 2021-22થી 2024-25 સુધી લગભગ ₹8,730 કરોડનું પ્રોત્સાહન પણ પૂરું પાડ્યું છે.

વર્ષ 2024-25માં UPI ટ્રાન્ઝેક્શન્સ 114%ના વાર્ષિક વૃદ્ધિ દરથી વધ્યા

UPI ટ્રાન્ઝેક્શન્સ નાણાકીય વર્ષ 2017-18માં 92 કરોડથી વધીને નાણાકીય વર્ષ 2024-25માં 18,587 કરોડ થઈ ગયા છે, જે 114%ના વાર્ષિક વૃદ્ધિ દરથી વધ્યા છે. આ જ સમયગાળામાં, ટ્રાન્ઝેક્શન વેલ્યુ 1.10 લાખ કરોડ રૂપિયાથી વધીને 261 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે.

આ પણ વાંચો: દિવાળીની ડબલ ગિફ્ટમાં શું મળશે? આવી કાર અને ટુવ્હીલર પર ઘટી શકે GST

સરકારના જણાવ્યા મુજબ એક જ મહિનામાં 1,946.79 કરોડથી વધુ ટ્રાન્ઝેક્શન્સ થયા હોવાનો જુલાઈ 2025માં UPIએ એક નવો રેકોર્ડ બનાવ્યો છે. દેશમાં કુલ ડિજિટલ પેમેન્ટ ટ્રાન્ઝેક્શન્સ નાણાકીય વર્ષ 2017-18ના 2071 કરોડથી વધીને નાણાકીય વર્ષ 2024-25માં 22,831 કરોડ થઈ ગયા છે, જે 41%ના CAGRથી વધી રહ્યા છે. આ જ સમયગાળામાં, ટ્રાન્ઝેક્શન વેલ્યુ 1962 લાખ કરોડ રૂપિયાથી વધીને 3509 લાખ કરોડ રૂપિયા થઈ છે.

UPI ટ્રાન્ઝેક્શન પર ફીસ વસૂલવાની તૈયારી? સંસદમાં સરકારની સ્પષ્ટતા 2 - image

Tags :