NCLT દ્વારા Q2 FY27માં રેકોર્ડબ્રેક ૧૦૭ રિઝોલ્યુશન પ્લાનને મંજૂરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

કુલ મંજૂર કરાયેલી રકમ રૂ. ૧૧,૦૭૧ કરોડથી વધુ
અમદાવાદ : અનેક મુશ્કેલીઓ છતાં, નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ એ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ના બીજા ત્રિમાસિકમાં રેકોર્ડબ્રેક ૧૦૭ રિઝોલ્યુશન પ્લાનને મંજૂરી આપી છે, જે તેનું અત્યાર સુધીનું સૌથી ઉત્કૃષ્ટ ત્રિમાસિક પ્રદર્શન છે, તેમ ટ્રિબ્યુનલે જણાવ્યું હતું.
ટ્રિબ્યુનલ દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, જુલાઈ અને સપ્ટેમ્બર વચ્ચે મંજૂર કરાયેલા ૧૦૭ પ્લાન્સમાં કુલ મંજૂર કરાયેલી રકમ રૂ. ૧૧,૦૭૧ કરોડથી વધુની હતી. આ આંકડો નાણાકીય વર્ષ ૨૦૨૬ ના આ જ ક્વાર્ટરમાં મંજૂર થયેલા ૬૦ પ્લાન્સની સરખામણીએ મોટો સુાૃધારો દર્શાવે છે. જ્યારે FY25 ના બીજા ક્વાર્ટરમાં ૫૭, FY24 માં ૮૨, FY23 માં ૪૭ અને FY22 માં ૨૦ પ્લાન્સને મંજૂરી મળી હતી.
તાજેતરના ક્વાર્ટરમાં મળેલી મંજૂરીઓને પગલે FY27 ના પ્રથમ આર્ધવાર્ષિક ગાળામાં NCLT દ્વારા મંજૂર કરાયેલા રિઝોલ્યુશન પ્લાનની કુલ સંખ્યા ૧૮૫ પર પહોંચી ગઈ છે, જેમાં એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં ૭૮ પ્લાન્સ મંજૂર કરવામાં આવ્યા હતા. ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ (IBC) ના અમલ પછીથી NCLT બેન્ચ દ્વારા મંજૂર કરવામાં આવેલા રિઝોલ્યુશન પ્લાનની કુલ સંખ્યા હવે ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૬ સુધીમાં ૧,૭૩૫ પર પહોંચી ગઈ છે. ટ્રિબ્યુનલના આંકડા દર્શાવે છે કે બીજા ક્વાર્ટર દરમિયાન મુંબઈ બેન્ચે સૌથી વધુ ૩૫ મંજૂરીઓ આપી હતી, ત્યારબાદ પ્રિન્સિપલ બેન્ચ અને નવી દિલ્હી બેન્ચે ૨૯ તથા ચંદીગઢ બેન્ચે નવ પ્લાન મંજૂર કર્યા હતા.
અમદાવાદ બેન્ચે આઠ પ્લાન્સને મંજૂરી આપી હતી, જ્યારે ઇન્દોર અને કોલકાતા બેન્ચે અનુક્રમે છ અને પાંચ પ્લાન્સ મંજૂર કર્યા હતા.
૩૦ સપ્ટેમ્બર સુાૃધીમાં, ૨૯૪ રિઝોલ્યુશન પ્લાન વિચારણા હેઠળ પેન્ડિંગ હતા, જ્યારે અન્ય ૪૧ કેસોમાં આદેશો સુરક્ષિત (ઓર્ડર રિઝર્વ) રાખવામાં આવ્યા હતા, જેથી આ બંને તબક્કે પેન્ડિંગ કેસોની કુલ સંખ્યા ૩૩૫ થઈ જાય છે. આ વર્ષે એપ્રિલમાં સુપ્રીમ કોર્ટે રિઝોલ્યુશન પ્લાનની મંજૂરીમાં વિલંબ અંગે ચિંતા વ્યક્ત કરતી વખતે નોંાૃધેલી ૩૬૩ અરજીઓની સરખામણીમાં આ ઘટાડો દર્શાવે છે. ટ્રિબ્યુનલે આ બહેતર કામગીરીનો શ્રેય કેસ ફ્લો મેનેજમેન્ટને મજબૂત બનાવવાના પગલાં અને ન્યાયિક સંસાાૃધનોના વાૃધુ સારા ઉપયોગને આપ્યો હતો.




