ટ્વિટર ખરીદવા મસ્કે રકઝક શરૂ કરી: હવે ૪૪ અબજ ડોલર નહિ ચૂકવે?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ : વિશ્વના સૌથી મોટા ધનકુબેર ટેસ્લા અને સ્પેસએક્સના પ્રમોટર એલોન મસ્કે હવે ટ્વિટર ખરીદવા માટે કરેલ 44 અબજ ડોલરની ઓફરમાં રકજક શરૂ કરી છે. મસ્કે મિયામી ટેક્નોલોજી કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ટ્વિટર માટે કરેલ 44 અબજ ડોલરમાં વધધટ થવાની સંભાવનાને નકારી નહોતી. આ સોદાની કિંમતમાં ઘટાડાની શક્યતાને નકારી શકાય નહિ તેમ મસ્કે કહ્યું હતુ.
મસ્કે કહ્યું કે ટ્વિટરના 22.9 કરોડ એકાઉન્ટ્સમાંથી ઓછામાં ઓછા 20 ટકા એકાઉન્ટ સ્પામ બૉટ્સ છે.
મસ્કનું આ નિવેદન ટ્વિટરના સીઈઓ પરાગ અગ્રવાલના એક પછી એક ટ્વિટ બાદ આવ્યું છે જેમાં તેમણે બોટ-સ્પામ એકાઉન્ટ સામે લડવાના તેમની કંપનીના પ્રયત્નોને સમજાવતી ટ્વિટ કરી અને જણાવ્યું હતુ કે 5 ટકા કરતા ઓછા ટ્વિટર એકાઉન્ટ્સ ફેક છે.
ટ્વિટરના શેર મંગળવારે 8 ટકાથી વધુ ઘટીને $37.39 પર બંધ આવ્યા હતા. મસ્કે 14 એપ્રિલે ટ્વિટરને 44 અબજ ડોલરમાં પ્રતિ શેર 54.20 ડોલરમાં ખરીદવાની ઓફર કરી હતી.
જોકે શુક્રવારે મસ્કે ટ્વિટ કર્યું હતું કે ટ્વિટર ખરીદવાની તેમની યોજના અસ્થાયી હોલ્ડ પર મૂકવામાં આવી હતી કારણ કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નકલી એકાઉન્ટ્સની સંખ્યા અનુમાન કરતા વધુ હોવાની આશંકા છે એટલે આ સ્પામ બોટ કુલ એકાઉન્ટના પાંચ ટકા કરતા ઓછા છે તે બાબત સાબિત કર્યા બાદ જ સોદો આગળ વધારાની જાહેરાત કરી છે.




