Get The App

મિલો દ્વારા માર્ચમાં ખુલ્લા બજારમાં વેચાણ કરવા 22.50 લાખ ટન ખાંડ છૂટી કરાઈ

- વર્તમાન મોસમનું ખાંડ ઉત્પાદન અંદાજે ૨૯૩ લાખ ટન સાથે ૧૨ ટકા ઊંચુ રહેવાનો અંદાજ

Updated: Feb 26th, 2026

GS TEAM

Google News
Google News
મિલો દ્વારા માર્ચમાં ખુલ્લા બજારમાં વેચાણ કરવા 22.50 લાખ ટન ખાંડ છૂટી કરાઈ 1 - image

મુંબઈ : ગયા વર્ષના માર્ચ માટે ૨૩ લાખ ટનની સરખામણીએ વર્તમાન વર્ષના માર્ચ માટે અન્ન મંત્રાલયે  મિલો માટે ૨૨.૫૦ લાખ ટન ખાંડ કવોટા છૂટો કર્યો છે. વર્તમાન વર્ષના ફેબુ્રઆરીમાં પણ ૨૨.૫૦ લાખ ટન ખાંડ છૂટી કરાઈ હતી. વર્તમાન મોસમનું ખાંડ ઉત્પાદન ૧૨ ટકા ઊંચુ રહેવા અંદાજ છે. 

ફેબુ્રઆરીના મધ્યથી ખાંડ મિલો દ્વારા પિલાણ કામગીરી લગભગ પૂરી થઈ ગઈ છે, જેને કારણે બજારમાં ખાંડનો વધુ પડતો પૂરવઠો અટકશે, એમ બજારના વર્તુળો માની રહ્યા છે. 

દરમિયાન ઈન્ડિયન સુગર એન્ડ બાયોએનર્જી  મેન્યુફેકચરર્સ એસોસિએશને (ઈસ્મા) પોતાની આજની બેઠકના અંતે વર્તમાન ખાંડ મોસમ માટે ત્રીજા ઉત્પાદન અંદાજ જારી કર્યા હતા. 

વર્તમાન મોસમમાં ખાંડનું કુલ ઉત્પાદન ૩૨૪ લાખ ટન રહેવા ધારણાં છે જેમાંથી ૩૧ લાખ ટન ખાંડ ઈથેનોલ તરફ વાળ્યા પછી નેટ ઉત્પાદન આશરે ૨૯૩ લાખ ટન રહેવાનો અંદાજ મુકાયો છે. ગઈ મોસમની સરખામણીએ વર્તમાન મોસમનું ખાંડ ઉત્પાદન ૧૨ ટકા ઊંચુ રહેવાની શકયતા છે.  ગઈ મોસમમાં ૩૫ લાખ ટન ખાંડ ઈથેનોલ ઉત્પાદન તરફ વાળવામાં આવી હતી. 

વર્તમાન વર્ષમાં મહારાષ્ટ્ર તથા કર્ણાટકમાં શેરડીનું વાવેતર ઊંચુ રહ્યું છે. જેને કારણે મોસમના અંતે ૫૩ લાખ ટન ખાંડનો સ્ટોક જમા રહેવા અપેક્ષા છે.