Business

મેટલ, બેંકિંગ શેરોની આગેવાનીએ તેજી : સેન્સેક્સ 319 પોઈન્ટ વધીને 77043

By GS Team
17 Jan 20254 mins read
This article was originally published on 17 Jan 2025
મેટલ, બેંકિંગ શેરોની આગેવાનીએ તેજી : સેન્સેક્સ 319 પોઈન્ટ વધીને 77043

મુંબઈ : વૈશ્વિક મોરચે યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડાના સંકેત મળતાં અને કોર્પોરેટ સારા પરિણામોએ અમેરિકી શેર બજારોમાં ગઈકાલે ડાઉ જોન્સમાં ૭૦૩ પોઈન્ટ અને નાસ્દાકમાં ૪૬૭ પોઈન્ટના ઉછાળાની સાથે આજે વૈશ્વિક બજારો પાછળ ભારતીય શેર બજારોમાં સુધારો આગળ વધ્યો હતો. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની ૨૦, જાન્યુઆરીના તાજપોશી થવા પૂર્વે વિશ્વમાં ફરી યુદ્વના અંત તરફી ડેવલપમેન્ટમાં ઈઝરાયેલની યુદ્વ અંત માટેની ડિલને હમાસે સ્વિકાર્યા બાદ ફરી ઈઝરાયેલે હમાસ આ વિરામને જોખમમાં મૂકી રહ્યાના આક્ષેપ છતાં ટ્રમ્પ હવે ચાઈનાના દુશ્મનને બદલે દોસ્ત બનવા તરફી મળી રહેલા સંકેતે વિશ્વનું અર્થતંત્ર ફરી રિકવરીના પંથે આગળ વધવાની અપેક્ષામાં ફંડો તેજીમાં આવ્યા હતા. ભારતીય શેર બજારોમાં આજે કેપિટલ ગુડઝ, મેટલ-માઈનીંગ, બેંકિંગ શેરોની આગેવાનીમાં તેજી રહી હતી. સેન્સેક્સ ૩૧૮.૭૪ પોઈન્ટ વધીને ૭૭૦૪૨.૮૨ અને નિફટી સ્પોટ ૯૮.૬૦ પોઈન્ટ વધીને ૨૩૩૧૧.૮૦ બંધ રહ્યા હતા.

કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૯૮૩ પોઈન્ટ ઉછળ્યો : રેલ વિકાસ, ભારત ડાયનામિક્સ, ભેલ, સિમેન્સમાં તેજી

કેપિટલ ગુડઝ શેરોમાં ફંડો ફરી મોટાપાયે સક્રિય લેવાલ બનતાં આજે બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૯૮૨.૬૨ પોઈન્ટ ઉછળીને ૬૪૧૫૮.૪૯ બંધ રહ્યો હતો. રેલ વિકાસ નિગમ રૂ.૩૯.૧૦ ઉછળીને રૂ.૪૧૧, ભારત ડાયનામિક્સ રૂ.૬૭.૪૫ વધીને રૂ.૧૨૦૧.૧૦, ભેલ રૂ.૮.૩૫ વધીને રૂ.૨૧૦.૬૦, ટીટાગ્રહ રૂ.૪૧.૩૫ વધીને રૂ.૧૦૫૩.૭૫, સિમેન્સ રૂ.૨૦૦.૦૫ ઉછળી રૂ.૬૦૦૮.૧૦, પાવર ઈન્ડિયા રૂ.૩૯૮.૫૫ વધીને રૂ.૧૩,૦૬૧.૯૫, ભારત ઈલેક્ટ્રોનિક્સ રૂ.૮.૧૫ વધીને રૂ.૨૭૬.૧૫, સીજી પાવર રૂ.૧૭.૭૫ વધીને રૂ.૬૨૭.૫૫, ટીમકેન રૂ.૮૧.૩૦ વધીને રૂ.૨૯૦૨.૫૦, એબીબી ઈન્ડિયા રૂ.૧૨૧ વધીને રૂ.૬૩૧૧.૧૫ રહ્યા હતા.

ચાઈના-અમેરિકાના સંબંધો ટ્રમ્પ શાસનમાં સુધરવાના સંકેત મેટલ શેરોમાં એનએમડીસી, વેદાન્તા વધ્યા

ચાઈના સાથે અમેરિકામાં ટ્રમ્પના સંબંધો સુધરવાના સંકેત વચ્ચે ઈન્ડસ્ટ્રીયલ મેટલમાં ફરી ફંડોની તેજી જોવાઈ હતી. એનએમડીસી રૂ.૨.૪૫ વધીને રૂ.૬૫.૬૬, વેદાન્તા રૂ.૧૪.૬૫ વધીને રૂ.૪૪૯.૮૫, હિન્દુસ્તાન ઝિંક રૂ.૧૩.૨૦ વધીને રૂ.૪૫૫.૨૦, એપીએલ અપોલો રૂ.૩૫.૨૦ વધીને રૂ.૧૫૪૭.૧૫, સેઈલ રૂ.૨.૩૫ વધીને રૂ.૧૦૭.૫૦, હિન્દાલ્કો રૂ.૧૧.૦૫ વધીને રૂ.૬૦૨.૪૫, નાલ્કો રૂ.૩.૫૫ વધીને રૂ.૧૯૮.૬૦, જિન્દાલ સ્ટેનલેસ રૂ.૧૦.૭૫ વધીને રૂ.૬૨૫.૫૫ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૪૫૪.૦૮ પોઈન્ટ વધીને ૨૮૨૭૧.૭૭ બંધ રહ્યો હતો.

બેંકિંગ શેરોમાં ફંડો ફરી સક્રિય લેવાલ : સ્ટેટ બેંક, આઈડીબીઆઈ, બેંક ઓફ બરોડા, કેનેરા બેંકમાં તેજી

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં પણ ફંડો આજે ફરી મોટાપાયે ખરીદદાર બન્યા હતા. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૧૨.૪૦ વધીને રૂ.૭૬૬.૪૦, બેંક ઓફ બરોડા રૂ.૭ વધીને રૂ.૨૨૮.૯૫, કેનેરા બેંક રૂ.૨.૬૦ વધીને રૂ.૯૭.૩૦, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૧૩.૫૫ વધીને રૂ.૯૭૫.૪૫, એક્સિસ બેંક રૂ.૧૨.૮૫ વધીને રૂ.૧૦૪૦.૨૦, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૧૧.૩૫ વધીને રૂ.૧૨૪૯.૮૦, કોટક મહિન્દ્રા બેંક રૂ.૧૫.૯૫ વધીને રૂ.૧૮૦૫.૨૫, એચડીએફસી બેંક રૂ.૧૦ વધીને રૂ.૧૬૫૨.૭૫ રહ્યા હતા. આ સાથે એચડીએફસી લાઈફ રૂ.૪૭.૦૫ વધીને રૂ.૬૪૧.૩૦, આઈડીબીઆઈ બેંકમાં એક્વિઝિશનની હલચલ વચ્ચે રૂ.૫.૮૧ ઉછળીને રૂ.૭૯.૫૪, ઈન્ડિયન બેંક રૂ.૨૪.૪૦ વધીને રૂ.૫૨૭.૨૦, પીએનબી હાઉસીંગ ફાઈનાન્સ રૂ.૪૦.૩૦ વધીને રૂ.૮૯૬.૧૦, પીએનબી ગિલ્ટ્સ રૂ.૩.૯૦ વધીને રૂ.૧૦૩.૬૦ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૬૧૭.૦૯ પોઈન્ટ વધીને ૫૫૯૪૫.૦૬ બંધ રહ્યો હતો.

ઓટો શેરોમાં સિલેક્ટિવ ખરીદી : ઉનો મિન્ડા રૂ.૪૦ ઉછળી રૂ.૧૦૯૮ : ભારત ફોર્જ, ટાટા મોટર્સ વધ્યા

ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં પણ ઓટો એક્સપોના આકર્ષણ અને નવા વાહનો રજૂ થવાના આકર્ષણે ફંડોની પસંદગીની ખરીદી થઈ હતી. ઉનો મિન્ડા રૂ.૩૯.૯૦ વધીને રૂ.૧૦૯૮.૩૫, ભારત ફોર્જ રૂ.૨૩.૨૫ વધીને રૂ.૧૨૦૫.૭૫, સુંદરમ ફાસ્ટનર્સ રૂ.૧૯.૦૫ વધીને રૂ.૧૦૬૧.૫૫, બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ રૂ.૪૩.૨૦ વધીને રૂ.૨૭૨૪.૪૫, એક્સાઈડ રૂ.૬.૧૦ વધીને રૂ.૩૮૮.૨૦, ટાટા મોટર્સ રૂ.૧૦.૯૫ વધીને રૂ.૭૭૪.૪૦, મારૂતી સુઝુકી રૂ.૧૫૩.૧૦ વધીને રૂ.૧૨,૦૯૩.૭૦ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૩૭૯.૫૪ પોઈન્ટ વધીને ૫૧૬૪૦.૭૦ બંધ રહ્યો હતો.

નાસ્દાકમાં તેજી છતાં આઈટી શેરોમાં સતત નરમાઈ : ઈન્ફોસીસનો નફો ૧૧ ટકા વધ્યો છતાં શેર ઘટયો

આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં નાસ્દાકમાં ગઈકાલે મોટો ઉછાળો આવ્યા છતાં ફંડોની વેચવાલી રહી હતી. ઈન્ફોસીસનો ત્રિમાસિક નફો ૧૧ ટકા વધીને આવ્યા છતાં શેર રૂ.૨૩.૬૦ ઘટીને રૂ.૧૯૨૬.૨૦, ન્યુજેન રૂ.૧૨૧.૭૫ ઘટીને રૂ.૧૬૩૨.૦૫, ઓરેકલ ફિનસર્વ રૂ.૩૭૩.૪૫ ઘટીને રૂ.૧૦,૧૯૧.૧૦, નેલ્કો રૂ.૨૪.૩૫ ઘટીને રૂ.૧૧૪૨.૭૦, એચસીએલ ટેકનોલોજી રૂ.૩૪.૨૦ ઘટીને રૂ.૧૭૯૧.૭૦, વિપ્રો રૂ.૪.૫૦ ઘટીને રૂ.૨૮૮.૦૫, ટીસીએસ રૂ.૪૦.૪૫ ઘટીને રૂ.૪૨૦૮.૧૦ રહ્યા હતા.

ફરી ફંડો, એચએનઆઈની સ્મોલ, મિડ કેપ શેરોમાં ખરીદી વધી : ૨૭૨૫ શેરો પોઝિટીવ બંધ

ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોની સ્મોલ કેપ, મિડ કેપ શેરોમાં  આજે  ખરીદી વધતાં  માર્કેટબ્રેડથ વધુ પોઝિટીવ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૬૭ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૭૨૫  અને ઘટનારની સંખ્યા ૧૨૫૮  રહી હતી.

FPIs/FIIની કેશમાં રૂ.૪૩૪૨ કરોડની જંગી ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૨૯૨૯ કરોડની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે  ગુરૂવારે કેશમાં રૂ.૪૩૪૧.૯૫ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૧૧,૦૩૫.૪૩ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૫,૫૬૮.૯૨ કરોડની વેચવાલી થઈ હતી.  જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૩૬૮૨.૫૪ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૧૪,૪૨૯.૬૪  કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૦,૭૪૭.૧૦ કરોડની વેચવાલી થઈ હતી.

રેલવે શેરોમાં તેજી : ઈરકોન રૂ.૩૦ ઉછળી રૂ.૨૨૦ : જયુપીટર વેગન, ટેક્સમાકો રેલ, રેલટેલમાં તેજી

રેલવે ઉદ્યોગની કંપનીઓના શેરોમાં આજે મોટી તેજી થઈ હતી. ઈરકોન રૂ.૩૦.૪૫ વધીને રૂ.૨૨૦.૪૦, જયુપીટર વેગન રૂ.૬૧.૮૦ વધીને રૂ.૪૯૪.૮૫, ટેક્સમાકો રેલ રૂ.૩૪.૨૫ વધીને રૂ.૩૨૬.૭૫, રેલ ટેલ રૂ.૩૬.૨૫ વધીને રૂ.૪૧૨.૪૫, રહ્યા હતા. એ ગુ્રપના અન્ય શેરોમાં જીએમડીસી રૂ.૩૪.૨૫ વધીને રૂ.૩૨૬.૭૫, રેટગેઈન રૂ.૫૫ વધીને રૂ.૭૨૨.૦૫, જીઈ શિપિંગ રૂ.૭૩.૬૫ વધીને રૂ.૯૮૭.૭૦ રહ્યા હતા.

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૪.૦૯ લાખ કરોડ વધીને રૂ.૪૨૮.૪૦ લાખ કરોડ

રોકાણકારોની એક્ત્રિત સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૪.૦૯  લાખ કરોડ વધીને રૂ.૪૨૮.૪૦  લાખ કરોડ પહોંચ્યું હતું.