Business

વાયદા બજારમાં ફરી કડાકો, ચાંદીમાં ₹4700 થી વધુનો ઘટાડો; સોનું પણ તૂટ્યું, જાણો લેટેસ્ટ રેટ

By GS Team
9 Apr 20262 mins read
TukuTouch Logo
ગઈકાલની ઐતિહાસિક તેજી બાદ આજે ભારતીય વાયદા બજાર (MCX) માં સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામના અહેવાલોને પગલે ગઈકાલે સોના-ચાંદીમાં જે જંગી ઉછાળો જોવા મળ્યો હતો, તેમાં આજે મોટું કરેક્શન (ઘટાડો) જોવા મળી રહ્યું છે. બજાર ખુલતાની સાથે જ બંને કિંમતી ધાતુઓ લાલ નિશાન પર ટ્રેડ કરી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વાયદા બજારમાં ફરી કડાકો, ચાંદીમાં ₹4700 થી વધુનો ઘટાડો; સોનું પણ તૂટ્યું, જાણો લેટેસ્ટ રેટ

Silver and Gold Price : ગઈકાલની ઐતિહાસિક તેજી બાદ આજે ભારતીય વાયદા બજાર (MCX) માં સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામના અહેવાલોને પગલે ગઈકાલે સોના-ચાંદીમાં જે જંગી ઉછાળો જોવા મળ્યો હતો, તેમાં આજે મોટું કરેક્શન (ઘટાડો) જોવા મળી રહ્યું છે. બજાર ખુલતાની સાથે જ બંને કિંમતી ધાતુઓ લાલ નિશાન પર ટ્રેડ કરી રહી છે.

ચાંદીમાં ₹4,785 નો ઘટાડો

માહિતી મુજબ, ચાંદીનો ગત બંધ ભાવ (Prev. Close) ₹2,39,918 હતો. આજે બજાર ખુલતા જ ચાંદી ₹2,35,850 (Open) પર ખૂલી હતી. સમાચાર લખવા સુધીમાં ચાંદી ઘટીને ₹2,35,133 ની નીચી સપાટીએ પહોંચી હતી. હાલમાં ચાંદી ₹2,36,443 પર ટ્રેડ થઈ રહી છે, જે ગઈકાલની સરખામણીએ ₹3,475 (-1.45%) નો ઘટાડો સૂચવે છે. જોકે, દિવસના ઉચ્ચ સ્તરથી ગણતા તેમાં કુલ ₹4,785 જેવો કડાકો જોવા મળ્યો છે.

સોનામાં ₹1,129 નો ઘટાડો

સોનાના ભાવમાં પણ આજે નરમાશ જોવા મળી છે. સોનાનો ગત બંધ ભાવ ₹1,51,776 હતો, જે આજે ઘટીને ₹1,50,647 પર ખૂલ્યો હતો. દિવસ દરમિયાન સોનું ₹1,50,647 ની નીચી સપાટીએ સ્પર્શ્યું હતું. હાલમાં સોનું ₹1,51,029 પર ટ્રેડ કરી રહ્યું છે, જે ગઈકાલના બંધ ભાવથી ₹747 (-0.49%) નીચે છે. ઓપનિંગ આંકડા અને હાઈ લેવલની સરખામણીએ સોનામાં કુલ ₹1,129 સુધીનો ઘટાડો નોંધાયો છે.

બજારમાં કેમ આવ્યો ઘટાડો?

નિષ્ણાતોના મતે, ગઈકાલે આવેલી જોરદાર તેજી બાદ રોકાણકારોએ આજે નફો બુક કરવાનું શરૂ કર્યું છે. તેલના ભાવમાં સ્થિરતા અને વૈશ્વિક તણાવમાં થોડો ઘટાડો થતા સુરક્ષિત રોકાણ તરીકે સોના-ચાંદીની માંગમાં અત્યારે થોડો ઓટ જોવા મળી રહ્યો છે.