મારુતી સુઝુકીનો ગ્રાહકોને મોટો ઝટકો, 2026 માં ત્રીજી વખત ગાડીઓની કિંમત વધારવાની જાહેરાત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Maruti Suzuki Car Price Hike: મારુતિ સુઝુકીએ ગ્રાહકોને વધુ એક મોટો ઝટકો આપ્યો છે. કંપનીએ સપ્ટેમ્બર 2026થી કેટલીક સિલેક્ટેડ કારના મોડલ્સની કિંમતોમાં 20 હજાર રૂપિયા સુધીનો વધારો કરવાની જાહેરાત કરી છે. કંપનીનું કહેવું છે કે, સતત વધતી પ્રોડક્શન કોસ્ટ અને મોંઘવારીને કારણે આ નિર્ણય લેવો પડ્યો છે. મારુતિ સુઝુકીએ આ પહેલાં મે અને ઓગસ્ટમાં પણ ભાવવધારાની જાહેરાત કરી હતી. જો કે, પહેલાં કરેલો ભાવવધારો લગભગ સમગ્ર વ્હિકલ પોર્ટફોલિયો માટે લાગુ હતી, જ્યારે આ મહિનામાં થનારો ભાવવધારો માત્ર સિલેક્ટેડ મોડલ્સ માટે હતી.
કઈ કઈ કારમાં ભાવવધારો થશે?
મારુતિ સુઝુકીએ હાલ એ સ્પષ્ટતા નથી કરી કે, 20 હજાર રૂપિયા સુધીનો વધારો કઈ કઈ કાર પર લાગુ થશે. કંપનીના હાલના કાર પોર્ટફોલિયોમાં ઑલ્ટો K10, S-પ્રેસો, સેલેરિયો, વેગનઆર, ઇકો, સ્વિફ્ટ ડિઝાયર, બ્રેઝા, અર્ટિગા અને વિક્ટોરિસ જેવી કાર સામેલ છે. તો નેક્સા સિરિઝ અંતર્ગત કંપનીની વિટારા, ઇનવિક્ટો, જિમ્ની, XL6, ગ્રેન્ડ વિટારા, ફ્રૉન્ક્સ અને બલેનો સેલ છે. આમાંથી કયા મોડલ પર ભાવવધારો લાગુ થશે તેની જાણકારી કંપનીએ આપી નથી.
ખર્ચ વધવાથી કંપનીઓ પર દબાણ
મારુતિ સુઝુકી સિવાય હાલમાં ટાટા મોટર્સ અને હ્યુન્ડેએ પણ કેટલીક કારમાં ભાવવધારાની જાહેરાત કરી છે. આ કંપનીઓએ વધતી પ્રોડક્શન કોસ્ટ અને સપ્લાય ચેનને લઈને ભાવવધારાનું મુખ્ય કારણ ગણાવ્યું છે. મારુતિ સુઝુકીનું કહેવું છે કે, વધતા ખર્ચની અસર ગ્રાહકો પર શક્ય તેટલી ઓછી પડે તે માટે પ્રયાસ કરી રહી છે. તેથી ઉત્પાદન ખર્ચ ઘટાડવા તેમજ સ્થાનિક સ્તરે વધુમાં વધુ કોમ્પોનેન્ટ્સનું ઉત્પાદન વધારવા પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે.
મારુતિ સુઝુકીએ તાજેતરમાં લોન્ચ કરી નવી બલેનો
મારુતિ સુઝુકીએ 5 સપ્ટેમ્બરે બલેનોના ફેસલિફ્ટને લોન્ચ કરી છે. કંપનીએ તેની શરૂઆતની કિંમત 6.10 લાખ રૂપિયા રાખી છે. તેમાં સૌથી મોટો બદલાવ 1.2 લીટર Z-સિરિઝના થ્રી-સિલિન્ડરવાળા પેટ્રોલ એન્જિનનો છે. જેને સ્વિફ્ટ અને ડિઝાયરમાંથી લેવામાં આવ્યું છે. આ એન્જિન 5-સ્પીડ મેન્યુઅલ અને AMT ગિયરબોક્સ સાથે આવે છે.
આ એન્જિન મેન્યુઅલ ગિયરબોક્સ સાથે ફેક્ટરી ફિટેડ CNG કિટના ઓપ્શનમાં પણ ઉપલબ્ધ છે. બલેનોમાં હવે મોટું ફ્રન્ટ ગ્રિલ આપવામાં આવ્યું છે. જેમાં કાળા હોરિઝોન્ટલ સ્લેટ્સ છે, જ્યારે હેન્ડલેપ અને ટેલલેપ પહેલાં જેવા જ છે. નવા ફોગ લેમ્પ હાઉસિંગ સાથે બમ્પરમાં થોડો બદલાવ કરવામાં આવ્યો છે. આ વખતે તેમાં વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ્સ, ટાયર પ્રેશર મોનિટર અને લેવલ 2 ADAS-બેસ્ટ સેફ્ટી ફિચર્સ સામેલ છે.




