Get The App

મારુતી સુઝુકીએ 39000 કાર પાછી મગાવી, જાણો તેમાં શું ખામી સર્જાઈ!

Updated: Nov 15th, 2025

GS TEAM

Google News
Google News
મારુતી સુઝુકીએ 39000 કાર પાછી મગાવી, જાણો તેમાં શું ખામી સર્જાઈ! 1 - image

Maruti Grand Vitara Recall: ભારતના ઝડપથી વિકસતા SUV બજારમાં નવા લોન્ચ અને અપગ્રેડની દોડ ચાલુ છે. બજારમાં સતત નવા SUV પ્લેયર એન્ટ્રી કરી રહ્યા છે. આ વચ્ચે દેશની સૌથી મોટી કાર કંપનીએ પોતાની લોકપ્રિય ગ્રાન્ડ વિટારા SUVના 39,000થી વધુ યુનિટ્સને રિકૉલ કર્યો છે. રિકૉલનો અર્થ એ છે કે આ યુનિટ્સમાં કેટલીક ટેકનિકલ ખામીઓ સામે આવી છે. જેને કંપની દ્વારા એકવાર આ ખામી ઠીક કર્યા પછી તેને ગ્રાહકોને પરત કરી દેવામાં આવશે.

મારુતી સુઝુકી ઇન્ડિયા લિમિટેડ(MSIL)એ નિયમનકારી ફાઇલિંગમાં જણાવ્યું કે, 9 ડિસેમ્બર 2024થી 29 એપ્રિલ 2025 વચ્ચે બનેલી ગ્રાન્ડ વિટારા SUVની ફ્યુઅલ ગેજ સિસ્ટમમાં કેટલીક ખામીઓ જોવા મળી છે. કંપનીના જણાવ્યા પ્રમાણે સ્પીડોમીટર એસેમ્બલીમાં રહેલ ફ્યુઅલ લેવલ ઈન્ડિકેટર અને વોર્નિંગ લાઇટ ક્યારેક-ક્યારેક ફ્યુઅલની વાસ્તવિક સ્થિતિ યોગ્ય રીતે પ્રદર્શિત નથી કરી રહી. જેનાથી ડ્રાઇવરને ટાંકીમાં બાકી રહેલા ફ્યુઅલ વિશે સાચી જાણકારી નહીં મળશે. આ રિકોલમાં ગ્રાન્ડ વિટારાના કુલ 39,506 યુનિટ્સ સામેલ છે.

કંપની કરશે સંપર્ક, ફ્રી રિપ્લેસમેન્ટ

મારુતી સુઝુકીએ કહ્યું છે કે આ રિકૉલથી પ્રભાવિત વાહનોના માલિકોનો કંપની અથવા તેના અધિકૃત ડીલરો સીધો સંપર્ક કરશે. ગ્રાહકોને નજીકના મારુતી સુઝુકી વર્કશોપ પર બોલાવવામાં આવશે, જ્યાં એક્સપર્ટ ટેકનિશિયન આ કમ્પોનેન્ટની તપાસ કરશે અને જો જરૂરી હોય તો તેને બદલવામાં આવશે. સમારકામ સંપૂર્ણપણે ફ્રી કરવામાં આવશે. કંપનીએ આને એક "પ્રિકોશનરી સ્ટેપ" ગણાવતા ગ્રાહકોને સમયપર પ્રતિક્રિયા આપવાની અપીલ કરી છે, જેથી વાહનની સુરક્ષિત ડ્રાઇવિંગ બની રહે. 

વધતું ક્વોલિટી-ચેક કલ્ચર

ભારતમાં ઓટો કંપનીઓ છેલ્લા કેટલાક વર્ષોમાં સ્વૈચ્છિક રિકૉલ કોડ હેઠળ સેફ્ટી અને ક્વોલિટીને લઈને વધુ સતર્ક દેખાઈ રહી છે. આ રિકૉલ એ જ કલ્ચરનો એક હિસ્સો છે જ્યાં કાર નિર્માતા સંભવિત સમસ્યાઓને શરુઆતના તબક્કામાં જ સુધારવા માટે તત્પર રહે છે. 

કેવી છે Maruti Grand Vitara 

મારુતી સુઝુકી હાલના વર્ષોમાં SUV પોર્ટફોલિયોનો ઝડપથી વધારી રહી છે. જેથી પોતાના પ્રીમિયમ અને હાઇ-ગ્રોથ સેગમેન્ટમાં પોતાની પકડ મજબૂત કરી શકે. ટોયોટા સાથે મળીને ડેવલપ કરવામાં આવેલી ગ્રાન્ડ વિટારા કંપનીની ફ્લેગશિપ કોમ્પેક્ટ SUV રેન્જમાંથી એક છે. તેમાં સ્ટ્રોંગ-હાઇબ્રિડ પાવરટ્રેન, ઓલ-વ્હીલ ડ્રાઇવ ઓપ્શનની સાથે-સાથે મોડર્ન ફીચર્સ મળે છે. જે તેને શહેરી અને ફેમિલી કાર બાયર્સ વચ્ચે એક લોકપ્રિય વિકલ્પ બનાવે છે. 

આ પણ વાંચો: કોંગ્રેસે ચૂંટણી પંચ પર ફોડ્યું બિહારમાં હારનું ઠીકરું, ફરી વોટ ચોરીનો આરોપ લગાવી કહ્યું- આંકડાની તપાસ કરીશું

કિંમત અને માઇલેજ

મારુતી સુઝુકીએ તાજેતરમાં થયેલા જીએસટી રિફોર્મ પછી ગ્રાન્ડ વિટારાની કિંમતમાં 1,07,000 રૂપિયા સુધીના ઘટાડાનું એલાન કર્યું હતું. હવે આ SUVની કિંમત 10.77 લાખ રૂપિયાથી શરુ થઈને ટોપ મોડલ માટે 19.72 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) સુધી જાય છે. કંપનીનો દાવો છે કે, તેનું પેટ્રોલ વેરિએન્ટ 21.11 કિમી પ્રતિલીટર અને સીએનજી વેરિએન્ટ 26.6 કિમી પ્રતિ કિગ્રા સુધીનો માઇલેજ આપે છે.