Get The App

ફેબુ્રઆરીમાં ઉત્પાદન પ્રવૃત્તિની સ્થિતિ મજબૂત જ્યારે સેવા ક્ષેત્રમાં સ્થિરતા

- વર્તમાન મહિનાનો પ્રારંભિક સંયુકત પીએમઆઈ વધીને ૫૯.૩૦ની સપાટીએ પહોંચી ગયો

Updated: Feb 21st, 2026

GS TEAM

Google News
Google News
ફેબુ્રઆરીમાં ઉત્પાદન પ્રવૃત્તિની સ્થિતિ મજબૂત જ્યારે સેવા ક્ષેત્રમાં સ્થિરતા 1 - image

મુંબઈ : માલસામાન માટેની મજબૂત માગને પરિણામે ફેબુ્રઆરીમાં ભારતની ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિમાં પ્રારંભિક અભ્યાસમાં વધારો જોવા મળી રહ્યો છે. ઉત્પાદન ક્ષેત્રની સરખામણીએ સેવા ક્ષેત્રની પ્રવૃત્તિ સ્થિર રહેવા પામી છે. 

એસએન્ડપી ગ્લોબલ દ્વારા તૈયાર કરાયેલા એચએસબીસીના સંયુકત પરચેઝિંગ મેનેજર્સ' ઈન્ડેકસ (પીએમઆઈ)  જે જાન્યુઆરીમાં ૫૮.૪૦ રહ્યો હતો તે ફેબુ્રઆરીના પ્રારંભિક અંદાજમાં વધી ૫૯.૩૦ જોવા મળી રહ્યો હોવાનું સર્વે રિપોર્ટમાં જણાવાયું હતું. 

ફેબુ્રઆરીનો પ્રારંભિક સંયુકત પીએમઆઈ છેલ્લા ત્રણ મહિનામાં સૌથી મજબૂત જણાય છે. નવા ઓર્ડર વધવાની માત્રા પણ નવેમ્બર બાદ સૌથી ઊંચી રહી છે. મજબૂત માગ, સ્થાનિક ટૂરિઝમ તથા માર્કેટિંગ પ્રયાસોને કારણે નવા ઓર્ડરોમાં વધારો જોવા મળી રહ્યો છે.

નિકાસ વેચાણ  પણ પાંચ મહિનામાં સૌથી ઊંચુ રહ્યું છે જેને કારણે એકંદર માગમાં વધારો જોવા મળ્યો છે. 

બીજી બાજુ સેવા ક્ષેત્રના નવા વેપારમાં વૃદ્ધિનું સ્તર ૧૩ મહિનાની નીચી સપાટીએ રહ્યું છે. સેવા ક્ષેત્રની કંપનીઓના નિકાસ ઓર્ડરો ઉત્પાદન ક્ષેત્રની કંપનીઓની સરખામણીએ વધુ રહ્યા હોવાનું પણ સર્વે રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.

ફેબુ્રઆરીઓનો ઉત્પાદન ક્ષેત્રનો પ્રારંભિક પીએમઆઈ ૫૫.૪૦ થી વધી ૫૭.૫૦ જ્યારે સેવા ક્ષેત્રનો પીએમઆઈ જે જાન્યુઆરીમાં ૫૮.૫૦ રહ્યો હતો તે ફેબુ્રઆરીમાં ૫૮.૪૦ જણાઈ રહ્યો છે.

સારા વેચાણને કારણે કર્મચારીઓની વૃદ્ધિમાં ઝડપ આવી છે અને આગામી ૧૨ મહિના માટેનો આશાવાદ પણ એક વર્ષની ઊંચી સપાટીએ રહેવા પામ્યો છે.

કાચા માલની કિૅંમત ૧૫ મહિનામાં સૌથી ઝડપથી વધી છે જેને કારણે અંતિમ ઉત્પાદન પેટેના દર છ મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યા છે.