Business

વર્તમાન નાણાં વર્ષનું એલપીજી સબસિડી બિલ રૂપિયા એક લાખ કરોડ પહોંચવા વકી

By GS Team
18 Jul 20261 min read
TukuTouch Logo
મુંબઈ: પશ્ચિમ એશિયા યુદ્ધને કારણે ક્રૂડના ભાવ વધતાં ચાલુ નાણાકીય વર્ષમાં સરકારનું LPG સબસિડી બિલ ₹1 લાખ કરોડ સુધી પહોંચવાનો અંદાજ છે. બજેટમાં ₹30,000 કરોડનો અંદાજ હતો, જે હવે ₹70,000 કરોડ વધુ થવાની શક્યતા છે. હાલ પ્રતિ સિલિન્ડર ₹490 સબસિડી અપાય છે. પ્રથમ 2 મહિનામાં જ સબસિડી ખર્ચ 45% વધી ₹755 અબજ થયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વર્તમાન નાણાં વર્ષનું એલપીજી સબસિડી બિલ રૂપિયા એક લાખ કરોડ પહોંચવા વકી

કેન્દ્રના બજેટમાં રૂપિયા ૩૦,૦૦૦ કરોડના ખર્ચનો અંદાજ મુકાયો છે
મુંબઈ : પશ્ચિમ એશિયા યુદ્ધને પરિણામે ઓઈલ તથા ગેસ પૂરવઠામાં પડેલી ખલેલને કારણે આ ઈંધણોના ભાવમાં આવેલા ઉછાળાને પગલે વર્તમાન નાણાં વર્ષમાં સરકારનું એલપીજી સબસિડી બિલ રૂપિયા એક લાખ કરોડ પહોંચી જવાનો અંદાજ મુકાઈ રહ્યો છે.
વર્તમાન નાણાં વર્ષના બજેટમાં એલપીજી સબસિડી પેટે સરકારે રૂપિયા ૩૦,૦૦૦ કરોડના ખર્ચનો અંદાજ મૂકયો હતો. જો કે આ અંદાજ કરતા ખર્ચમાં રૂપિયા ૭૦,૦૦૦ કરોડ જેટલો વધારો જોવાઈ રહ્યો હોવાનું એક રિપોર્ટમાં જણાવાયું હતું.
યુદ્ધને કારણે ઈંધણ તથા એલપીજીના ભાવમાં આવેલા ઉછાળાને કારણે આવી પડેલા બોજમાંથી મોટો હિસ્સો સરકાર તથા ઓઈલ માર્કેટિંગ કંપનીઓ ઉઠાવી રહી છે.
હાલમાં પ્રતિ સિલિંડર રૂપિયા ૪૯૦ની સબસિડી ખર્ચ થાય છે. આ ખર્ચને ધ્યાનમાં રાખતા વર્તમાન નાણાં વર્ષનું એલપીજી સબસિડી બિલ રૂપિયા એક લાખ કરોડ પહોંચી જવાની શકયતા હોવાની રિપોર્ટમાં નોંધ કરવામાં આવી છે.
વર્તમાન નાણાં વર્ષના પ્રથમ બે મહિનામાં જ એકંદર સબસિડી ખર્ચમાં જોરદાર વધારો થઈ ગયો છે. ગયા નાણાં વર્ષના એપ્રિલ-મેમાં રૂપિયા ૫૧૨.૫૦ અબજના સબસિડી બિલ સામે વર્તમાન વર્ષના સમાન ગાળાનું સબસિડી બિલ ૪૫ ટકા જેટલું વધી રૂપિયા ૭૫૫ અબજ પહોંચી ગયું હોવાનું પણ રિપોર્ટમાં નોંધવામાં ઔઆવ્યું છે.