મોંઘવારીમાં રાહત: કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

LPG Price Cut: આજથી દેશમાં એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર લાગુ થયો છે. તેલ કંપનીઓએ માત્ર 19 કિલોગ્રામવાળા કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે. ગેસ સિલિન્ડરના ભાવમાં ₹5નો ઘટાડો થયો છે, જે 1 નવેમ્બર, 2025 એટલે કે આજથી અમલમાં છે.
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિ. (IOCL) અનુસાર, દિલ્હીમાં 19 કિલોગ્રામવાળા કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની સુધારેલી કિંમત ₹1590.50 થઈ ગઈ છે, જે અગાઉ ₹1595.50 હતી. જોકે, 14.2 કિલોગ્રામવાળા રસોઈ ગેસ સિલિન્ડરની કિંમત પર કોઈ અસર થઈ નથી.
| શહેર | 14.2 કિલો રસોઈ ગેસ કિંમત (₹) |
| દિલ્હી | 853 |
| કોલકાતા | 879 |
| મુંબઈ | 852.5 |
| ચેન્નઈ | 868.5 |
| લખનઉ | 890.5 |
| અમદાવાદ | 860 |
| હૈદરાબાદ | 905 |
| વારાણસી | 916.5 |
| પટના | 951 |
તમારા શહેરમાં કેટલો ભાવ?
આ પહેલા કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં છેલ્લો બદલાવ ઓક્ટોબરમાં થયો હતો. ઓક્ટોબરમાં 19 કિલોગ્રામવાળા સિલિન્ડરની કિંમતમાં ₹15નો વધારો કરવામાં આવ્યો હતો. જોકે, હવે ₹5 ઓછા કરવામાં આવ્યા છે. આ ઘટાડા પછી 1 નવેમ્બરથી કોમર્શિયલ LPGની નવી કિંમત આ મુજબ હશે:
| શહેર | 19 કિલોગ્રામ કોમર્શિયલ LPG કિંમત (₹) |
| પટના | 1876 |
| નોઈડા | 1876 |
| લખનઉ | 1876 |
| ભોપાલ | 1853.5 |
| ગુરુગ્રામ | 1607 |
LPG સિલિન્ડરની કિંમતમાં છેલ્લીવાર 8 એપ્રિલ બદલાવ કરવામાં હતો
14.2 કિલોના LPG સિલિન્ડરની કિંમતમાં છેલ્લીવાર 8 એપ્રિલ, 2025ના રોજ બદલાવ થયો હતો અને ત્યારથી લઈને અત્યાર સુધી તેમાં કોઈ પરિવર્તન કરવામાં આવ્યું નથી. ફક્ત કોમર્શિયલ ગેસના ભાવમાં જ બદલાવ થયો છે.
હવાઈ ફ્યુલ (ATF)ના ભાવમાં પણ ફેરફાર
LPG સિલિન્ડરની સાથે જ એટીએફ (ATF - Aviation Turbine Fuel)ના ભાવમાં પણ બદલાવ થયો છે. IOCLની વેબસાઇટ મુજબ, ડોમેસ્ટિક રન (ઘરેલુ ઉડાન) માટે દિલ્હીમાં હવાઈ ફ્યુલનો ભાવ ₹94,543.02 પ્રતિ કિલોલીટર છે. એ જ રીતે, ઇન્ટરનેશનલ રન (આંતરરાષ્ટ્રીય ઉડાન) માટે દિલ્હીમાં હવાઈ ફ્યુલનો ભાવ $817.01 પ્રતિ કિલોલીટર છે.









