Get The App

પંજાબ નેશનલ બૅન્કમાં 2434 કરોડ રૂપિયાનું લોન કૌભાંડ ખુલ્યું, બૅન્કે સ્ટોક એક્સચેન્જને જાણ કરી

Updated: Dec 27th, 2025

GS TEAM

Google News
Google News
પંજાબ નેશનલ બૅન્કમાં 2434 કરોડ રૂપિયાનું લોન કૌભાંડ ખુલ્યું, બૅન્કે સ્ટોક એક્સચેન્જને જાણ કરી 1 - image


PNB 2434 Crore Loan Fraud | દેશની સૌથી મોટી સરકારી બૅંકોમાંની એક પંજાબ નેશનલ બૅંક (PNB)માં ₹2434 કરોડના મોટા લોન ફ્રોડનો ખુલાસો થયો છે. બૅંકે શુક્રવારે, 26 ડિસેમ્બરના રોજ આ અંગે સ્ટોક એક્સચેન્જોને જાણકારી આપી હતી. બૅંકના જણાવ્યા અનુસાર, આ છેતરપિંડી અંગે ભારતીય રિઝર્વ બૅંક (RBI)ને પણ જાણ કરવામાં આવી છે. આ મામલો બે કંપનીઓ દ્વારા લેવામાં આવેલી લોનની ચૂકવણી ન કરવા સાથે સંબંધિત છે.

કઈ કંપનીઓએ કર્યો ફ્રોડ અને કેટલી રકમની છેતરપિંડી?

લોન ફ્રોડનો આ મામલો બે સંબંધિત કંપનીઓ સાથે જોડાયેલો છે, જેમાં શ્રેઈ ઈક્વિપમેન્ટ ફાયનાન્સ (SEFL) અને શ્રેઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફાયનાન્સ(SIFL)નો સમાવેશ થાય છે. બૅંક દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, શ્રેઈ ઈક્વિપમેન્ટ ફાયનાન્સે ₹1,241 કરોડની છેતરપિંડી કરી છે, જ્યારે શ્રેઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાયનાન્સે ₹1,193 કરોડનો ફ્રોડ કર્યો છે.

બૅંકે શું પગલાં લીધા?

પંજાબ નેશનલ બૅંકે સ્ટોક એક્સચેન્જને જણાવ્યું છે કે તેણે આ બંને લોનની બાકી રકમ માટે સંપૂર્ણ પ્રોવિઝનિંગ કરી દીધું છે. બૅંકે વધુમાં જણાવ્યું કે, NCLT (નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ) હેઠળ કોર્પોરેટ ઇન્સોલ્વન્સી રિઝોલ્યુશન પ્રોસેસ દ્વારા SEFL અને SIFLનું સમાધાન પણ કરી દેવામાં આવ્યું છે. બૅંક દ્વારા આ ખુલાસો સેબી(SEBI)ના નિયમન 30 હેઠળ કરવામાં આવ્યો છે.

શેર બજાર પર અસર

આ સમાચારની અસર બૅંકના શેર પર પણ જોવા મળી હતી. શુક્રવારે, 26 ડિસેમ્બરે પંજાબ નેશનલ બૅંકનો શેર 0.56 ટકાના ઘટાડા સાથે ₹120.25 પર બંધ થયો હતો.