Get The App

LICની મહિલાઓને સશક્ત બનાવતી યોજનાને બહોળો પ્રતિસાદ, તાલીમ સાથે સ્ટાઇપેન્ડનો પણ લાભ

Updated: Jan 10th, 2025

GS TEAM

Google News
Google News
LIC Bima Sakhi yojana


LIC Bima Sakhi Yojana: દેશની સૌથી મોટી લાઇફ ઇન્સ્યોરન્સ કૉર્પોરેશન(એલઆઇસી)એ હાલમાં જ લોન્ચ કરેલી બીમા સખી સ્કીમને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. મહિલાઓને સશક્ત બનાવતી આ સ્કીમ લોન્ચ થયાના એક  મહિનામાં જ 50 હજારથી વધુ મહિલાઓ જોડાઈ છે. સરકારની આ મહિલા સશક્તિકરણની સ્કીમ મહિલાને તાલીમ આપવાની સાથે કમાણી કરવાની તક આપે છે.

હાલમાં જ નવ ડિસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હરિયાણાના પાણીપતમાં એલઆઇસી બીમા શક્તિ યોજના લોન્ચ કરી હતી. જેના એક મહિનામાં જ 52511 મહિલાઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. તેમજ 27000થી વધુ મહિલાઓએ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ એપોઇન્ટમેન્ટ લેટર પણ મેળવી લીધા છે.

સ્ટાઇપેડની સાથે મળે છે તાલીમ

એલઆઇસીની બીમા સખી યોજનામાં જોડાનારી મહિલાઓ એલઆઇસી એજન્ટ બનવાની તાલીમ મેળવે છે. તાલીમની સાથે-સાથે દર મહિને રૂ. 5000થી 7000નું સ્ટાઇપેન્ડ પણ આપવામાં આવે છે. તાલીમ લેનારી મહિલાઓને પ્રથમ વર્ષે દર મહિને રૂ. 7000, બીજા વર્ષે રૂ. 6000 અને ત્રીજા વર્ષે રૂ. 5000 મળે છે. મહિલાઓને ટાર્ગેટ પૂરો કરવા પર કમિશન આધારિત ઇન્સેન્ટિવ પણ મળે છે.

આ પણ વાંચોઃ ડોલરની મજબૂતાઈ સાથે રૂપિયો ઝાંખો પડ્યો, આજે વધુ 11 પૈસા તૂટી 85.97ના રેકોર્ડ તળિયે

3 વર્ષ મળે છે તાલીમ

એલઆઇસી બીમા સખી યોજના હેઠળ મહિલાઓને સ્ટાઇપેન્ડ આધારિત તાલીમ મળે છે. જેમાં ત્રણ વર્ષ એલઆઇસી એજન્ટ બનવાની તાલીમ મળે છે. શરુઆતમાં જ અમુક પોલિસીનો ટાર્ગેટ આપી સ્ટાઇપેન્ડ પણ આપવામાં આવે છે. આ સ્કીમ સાથે જોડાવવા માટેની વય મર્યાદા 18થી 70 વર્ષ છે. લઘુતમ શૈક્ષણિક લાયકાત ધોરણ 10 છે. ઉલ્લેખનીય છે, એલઆઇસી એજન્ટ કે કર્મચારીના પરિવારજનો આ સ્કીમનો લાભ લઈ શકશે નહીં.

આ રીતે સ્કીમ સાથે જોડાવો

બીમા સખી યોજના માટે ઓનલાઇન અરજી કરી શકો છો અથવા તો નજીકની બ્રાન્ચમાં થઈને પણ અરજી કરી શકાશે. અરજી કરવા માટે મહિલા પાસે જન્મનો દાખલો અથવા જન્મ તારીખના પુરાવા ધરાવતો દસ્તાવેજ, રહેઠાણનો પુરાવો તથા ધોરણ 10 પાસનું સર્ટિફિકેટ અટેસ્ટેડ કોપી સાથે રજૂ કરવાનું રહેશે. ફોર્મમાં તમામ વિગતો ડોક્યુમેન્ટ્સના આધારે ભરી અરજી કરવાની રહેશે.

ઓનલાઇન અરજી આ રીતે કરો

  • સૌથી પહેલાં https://licindia.in/test2 વેબસાઇટ પર જાઓ.
  • પેજની નીચે ફોર બીમા સખી પર ક્લિક કરો.
  • હવે સ્ક્રિન પર ઍપ્લિકેશન ફોર્મ ખુલશે, જેમાં જરૂરી વિગતો ઉમેરો.
  • તમામ વિગતો ભરી કેપ્ચા દાખલ કરી ફોર્મ સબમિટ કરો.
  • જરૂરી ડૉક્યુમેન્ટ્સ અપલોડ કરો.

LICની મહિલાઓને સશક્ત બનાવતી યોજનાને બહોળો પ્રતિસાદ, તાલીમ સાથે સ્ટાઇપેન્ડનો પણ લાભ 2 - image

Tags :