સરકારની તિજોરી છલકાઈ; જુલાઈમાં GST કલેક્શન 1.96 લાખ કરોડે પહોંચ્યું, જાણો ગુજરાતની આવક
July-2025 GST Collection : જુલાઈ 2025 માટેનું જીએસટી (GST) કલેક્શન આંકડા જાહેર થઈ ગયા છે. નાણા મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ, જુલાઈ મહિનામાં જીએસટીની કુલ આવક 1.96 લાખ કરોડ રૂપિયા રહી છે. જુલાઈ 2025નું ગ્રોસ GST કલેક્શન ગયા વર્ષના જુલાઈ 2024ના 1.82 લાખ કરોડ રૂપિયાની સરખામણીમાં 7.5 ટકાનો વધારો દર્શાવે છે. જૂન 2025ના 1.84 લાખ કરોડ રૂપિયાના કલેક્શનની તુલનામાં પણ આ આંકડો લગભગ 6 ટકા વધુ છે. સરકારી આંકડા મુજબ, ઘરેલું ટ્રાન્ઝેક્શનથી થતી આવક વાર્ષિક ધોરણે 6.7 ટકા વધીને 1.43 લાખ કરોડ રૂપિયા થઈ છે. આયાત પર વસૂલવામાં આવતા ટેક્સમાંથી થતી આવકમાં 9.5 ટકાનો વધારો થયો છે, જે 52,712 કરોડ પર પહોંચ્યો છે.
જાણો કયા રાજ્યોએ જુલાઈમાં કેટલું GST કલેક્શન કર્યું