Business

જેફરીઝે છ આઇટી શેરો ડાઉનગ્રેડ કર્યા, લક્ષ્ય દર 33% સુધી ઘટાડયા

By GS Team
24 Feb 20261 min read
જેફરીઝે   છ આઇટી શેરો ડાઉનગ્રેડ કર્યા, લક્ષ્ય દર 33% સુધી ઘટાડયા

અમદાવાદ : આઇટી ક્ષેત્રમાં ચાલી રહેલા દબાણ વચ્ચે, બ્રોકરેજ હાઉસ જેફરીઝના તાજેતરના અહેવાલમાં રોકાણકારોની ચિંતાઓમાં વધુ વધારો થયો છે. વૈશ્વિક બ્રોકરેજએ છ મુખ્ય આઇટી શેર પર તેના રેટિંગ ડાઉનગ્રેડ કર્યા છે અને તેમના લક્ષ્ય દરમાં ૩૩% સુધીનો ઘટાડો કર્યો છે.

 આ શેરોમાં ટીસીએસ, ઇન્ફોસિસ, એચસીએલ ટેક, એમફેસિસ, એલટીઆઇ માઇન્ડટ્રી  અને હેક્સાવેર ટેક્નોલોજીનો સમાવેશ થાય છે.

જેફરીઝના રિપોર્ટે મુજબ એઆઈ માળખાકીય રીતે આઇટી સેવાઓ કંપનીઓના વાણિજ્યિક મિશ્રણને બદલી શકે છે. આનાથી કન્સલ્ટિંગ અને અમલીકરણ તરફ ધ્યાન કેન્દ્રિત થશે, જ્યારે મેનેજ્ડ સેવાઓનો હિસ્સો ઓછો થશે.

જેફરીઝે દેશની સૌથી મોટી આઇટી કંપની ટીસીએસના શેરનો લક્ષ્ય ભાવ રૂ. ૩,૪૮૫ થી ઘટાડીને રૂ.૨,૩૫૦ કર્યો છે. જેફરીઝે ઇન્ફોસિસને 'બાય' રેટિંગથી ડાઉનગ્રેડ કરીને 'હોલ્ડ' રેટિંગ આપ્યું છે. લક્ષ્ય ભાવ પણ રૂ. ૧,૮૮૦ થી ઘટાડીને રૂ. ૧,૨૯૦ કરવામાં આવ્યો છે.  જ્યારે HCL ટેકને 'બાય' રેટિંગથી ડાઉનગ્રેડ કરીને 'હોલ્ડ' રેટિંગ આપ્યું છે. લક્ષ્ય ભાવ રૂ. ૧,૮૮૫ થી ઘટાડીને રૂ. ૧,૩૯૦ કરવામાં આવ્યો છે.