Business

IT, બેંકિંગ શેરોની આગેવાનીએ ઘટાડાને બ્રેક : સેન્સેક્સ ૩૩૧ પોઈન્ટ વધીને ૭૭૨૬૫

By GS Team
29 Aug 20265 mins read
TukuTouch Logo
મુંબઈ શેરબજારમાં FIIsની રૂ. 5040 કરોડની વેચવાલી છતાં, નિફ્ટી 85 પોઈન્ટ વધીને 24176 પર બંધ રહ્યો. અમેરિકી બજાર નાસ્દાકમાં તેજીની અસર હેઠળ આઈટી, બેંકિંગ અને ફાર્મા શેરોમાં ખરીદી જોવા મળી, જ્યારે ઓટો અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં પ્રોફિટ બુકિંગ થયું. સ્મોલકેપ શેરોમાં પણ તેજીનો માહોલ રહ્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

IT, બેંકિંગ શેરોની આગેવાનીએ ઘટાડાને બ્રેક : સેન્સેક્સ ૩૩૧ પોઈન્ટ વધીને ૭૭૨૬૫

નિફટી ૮૫ પોઈન્ટ વધીને ૨૪૧૭૬ : ઓટો, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પ્રોફિટ બુકિંગ
સ્મોલ, કેપ શેરોમાં તેજી : FPIs/FIIની કેશમાં રૂ.૫૦૪૦ કરોડની ચોખ્ખી વેચવાલી
મુંબઈ : અમેરિકી શેર બજાર નાસ્દાકમાં આઈટી શેરોમાં તોફાની તેજી પાછળ આજે ફંડો, મહારથીઓએ આરંભથી જ આઈટી-સોફ્ટવેર, ટેકનોલોજી શેરોની આગેવાનીએ બજારમાં ઘટાડાને બ્રેક લગાવી આક્રમક તેજી કરી હતી. આઈટી શેરો સાથે ફંડોએ બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ઘટાડે શોર્ટ કવરિંગ કરતાં મજબૂતીનો સપોર્ટ મળ્યો હતો. વૈશ્વિક મોરચે અમેરિકા અને ઈરાન વચ્ચે હોર્મુઝ મામલે કબજાની લડાઈ ચાલુ રહ્યા સામે વિશ્વ બજારમાં ક્રુડ ઓઈલના ભાવ સતત નરમાઈ તરફી રહેતાં અને ઘર આંગણે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો ૧૭ પૈસા જેટલો મજબૂત થવાની પોઝિટીવ અસર બજારમાં જોવાઈ હતી. ફંડોએ હેલ્થકેર-ફાર્મા શેરોમાં ખરીદી જાળવી રાખ્યા સાથે મેટલ-માઈનીંગ શેરોમાં પસંદગીની ખરીદી કર્યાનો બજારને સપોર્ટ મળ્યો હતો. સેન્સેક્સ ૩૩૦.૯૨ પોઈન્ટ વધીને ૭૭૨૬૪.૫૧ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૮૪.૮૦ પોઈન્ટ વધીને ૨૪૧૭૫.૬૫ બંધ રહ્યો હતો.
આઈટી ઈન્ડેક્સ ૯૬૪ પોઈન્ટ ઉછળ્યો : માસ્ટેક રૂ.૨૯૬, ન્યુજેન રૂ.૪૪, ટીસીએસ રૂ.૯૨ વધ્યા
અમેરિકી શેર બજાર નાસ્દાકમાં ટેકનોલોજી શેરો એનવિડીયા અને માઈક્રોસોફ્ટ સહિતના ભાવોમાં તેજી પાછળ નાસ્દાક કોમ્પોઝિટ ઈન્ડેક્સમાં ગઈકાલે ૪૧૧ પોઈન્ટની તેજી જોવાયાની પોઝિટીવ અસરે આજે આરંભથી જ ભારતીય શેર બજારોમાં આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં ફંડો લેવાલ રહ્યા હતા. ટીસીએસ રૂ.૯૨ વધીને રૂ.૨૩૪૪, માસ્ટેક રૂ.૨૯૬.૧૦ વધીને રૂ.૧૯૦૮.૬૦, ન્યુજેન રૂ.૪૪.૩૫ વધીને રૂ.૫૬૭.૪૦, કોફોર્જ રૂ.૧૧૨ વધીને રૂ.૨૦૧૨, સિએન્ટ રૂ.૫૬.૪૦ વધીને રૂ.૧૧૦૮.૮૫, સોનાટા સોફ્ટવેર રૂ.૧૫ વધીને રૂ.૩૦૪.૭૦, બીએલએસઈ રૂ.૧૩.૭૫ વધીને રૂ.૩૨૬.૫૫, ૬૩ મૂન્સ ટેકનોલોજી રૂ.૩૦ વધીને રૂ.૭૭૬.૨૦, પર્સિસ્ટન્ટ રૂ.૨૦૪.૫૦ વધીને રૂ.૫૮૫૧.૫૦, ટાટા ટેકનોલોજી રૂ.૩૪.૦૫ વધીને રૂ.૯૩૪.૩૦, કેપીઆઈટી ટેકનોલોજી રૂ.૨૦.૮૦ વધીને રૂ.૬૦૯, ઈન્ફોસીસ રૂ.૩૭ વધીને રૂ.૧૧૪૩.૬૫, ટેક મહિન્દ્રા રૂ.૫૦.૪૦ વધીને રૂ.૧૬૩૬, રામકો સિસ્ટમ રૂ.૧૯.૫૦ વધીને રૂ.૫૭૭.૭૫, ઓરિઓનપ્રો રૂ.૨૦.૫૫ વધીને રૂ.૭૦૯.૩૫ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૯૬૪.૧૩ પોઈન્ટ ઉછળીને ૨૯૯૭૮.૮૭ બંધ રહ્યો હતો.
બેંકિંગ શેરોમાં શોર્ટ કવરિંગ : બેંકેક્સ ૬૫૦ પોઈન્ટ વધ્યો : યુનિયન બેંક, પીએનબી, ફેડરલ બેંક વધ્યા
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ગઈકાલે એચડીએફસી બેંક સામે અમેરિકી ઈન્વેસ્ટરની ફરિયાદના અહેવાલે મોટી વેચવાલી નીકળ્યા બાદ આજે ઘટાડે ફંડોએ શોર્ટ કવરિંગ કરતાં રિકવરી જોવાઈ હતી. યુનિયન બેંક ઓફ ઈન્ડિયા રૂ.૫.૬૫ વધીને રૂ.૧૮૫.૫૫, પીએનબી રૂ.૩.૪૦ વધીને રૂ.૧૧૫.૪૦, ફેડરલ બેંક રૂ.૯.૭૦ વધીને રૂ.૩૪૩.૮૦, કેનેરા બેંક રૂ.૩.૦૫ વધીને રૂ.૧૨૮.૧૦, આઈડીએફસી ફર્સ્ટ બેંક રૂ.૧.૮૮ વધીને રૂ.૮૩.૧૮, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૨૨.૯૦ વધીને રૂ.૯૯૨.૯૦, બેંક ઓફ બરોડા રૂ.૪.૯૫ વધીને રૂ.૨૪૧.૫૦, એચડીએફસી બેંક રૂ.૮ વધીને રૂ.૭૨૦, એક્સિસ બેંક રૂ.૧૪ વધીને રૂ.૧૨૬૪ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૬૫૦.૩૩ પોઈન્ટ વધીને ૬૪૯૬૩.૪૮ બંધ રહ્યો હતો.
હેલ્થકેર શેરોમાં વધતું આકર્ષણ : સિન્કોમ ફોર્મ્યુલેશન, મોરપેન, સન ફાર્મા એડવાન્સ, થ્રીબી બ્લેકબાયો વધ્યા
ફાર્માસ્યુટિકલ્સ-હેલ્થકેર શેરોમાં ફંડોનું સતત વેલ્યુબાઈંગ વધતું જોવાયું હતું. સિન્કોમ ફોર્મ્યુલેશન્સ રૂ.૨.૧૧ ઉછળીને રૂ.૧૯.૪૬, મોરપેન લેબ રૂ.૯.૫૯ ઉછળીને રૂ.૧૦૬.૨૧, સન ફાર્મા એડવાન્સ રૂ.૧૨.૭૦ વધીને રૂ.૨૦૭.૪૫, થ્રીબી બ્લેકબાયો રૂ.૮૪ વધીને રૂ.૧૪૩૮.૭૫, બ્લિસ જીવીએસ રૂ.૨૭.૯૫ વધીને રૂ.૫૮૭.૦૫, કોપરાન રૂ.૯.૫૫ વધીને રૂ.૨૦૧.૨૫, યુનિકેમ લેબ. રૂ.૨૬.૫૦ વધીને રૂ.૫૬૪, ફર્મેન્ટા રૂ.૨૩.૮૫ વધીને રૂ.૫૧૦, ઓર્ચિડ ફાર્મા રૂ.૪૩.૯૦ વધીને રૂ.૯૭૩.૧૦, આરતી ફાર્મા રૂ.૨૫.૨૫ વધીને રૂ.૮૩૯.૫૦ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૨૮૩.૮૮ પોઈન્ટ વધીને ૫૧૫૯૪.૯૭ બંધ રહ્યો હતો.
મેટલ-માઈનીંગ શેરોમાં ઘટાડે સપોર્ટ : સેઈલ, એપીએલ અપોલો, હિન્દુસ્તાન ઝિંક, હિન્દાલ્કો વધ્યા
મેટલ-માઈનીંગ શેરોમાં પણ ફંડોનો ઘટાડે આજે ફરી સપોર્ટ મળતો જોવાયો હતો. વિશ્વ બજારમાં સોના અને ચાંદીના ભાવ ફરી ઝડપી વધી આવ્યાની પોઝિટીવ અસર મેટલ શેરોમાં જોવાઈ હતી. સેઈલ રૂ.૭.૩૫ વધીને રૂ.૧૯૯.૬૫, એપીએલ અપોલો રૂ.૮૧.૪૦ વધીને રૂ.૨૨૫૯, હિન્દુસ્તાન ઝિંક રૂ.૧૧.૭૦ વધીને રૂ.૬૨૧.૭૦, હિન્દાલ્કો રૂ.૧૨.૯૫ વધીને રૂ.૧૦૩૬.૯૫, નાલ્કો રૂ.૪ વધીને રૂ.૩૯૪ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૩૦૩.૯૭ પોઈન્ટ વધીને ૪૨૯૬૯.૩૫ બંધ રહ્યો હતો.
તહેવારોની સીઝનમાં ઓછી માંગના અંદાજોએ ઓટો શેરોમાં પીછેહઠ : ટીસીએસ મોટર રૂ.૧૦૨ તૂટયો
તહેવારોની સીઝન શરૂ થઈ ગઈ હોવા છતાં વાહનોની ખરીદીમાં અપેક્ષિત આરંભિક માંગ વૃદ્વિ નહીં જોવાઈ રહ્યાના અહેવાલોએ આજે ફંડોની ઓટો શેરોમાં તેજીને બ્રેક લાગી પ્રોફિટ બુકિંગ થયું હતું. ટીવીએસ મોટર રૂ.૧૦૨.૦૫ ઘટીને રૂ.૪૩૦૦, ટાટા મોટર્સ કમર્શિયલ વ્હીકલ રૂ.૬.૫૫ ઘટીને રૂ.૪૬૬.૨૦, અશોક લેલેન્ડ રૂ.૨.૦૫ ઘટીને રૂ.૧૭૫.૯૫, એમઆરએફ રૂ.૧૩૨૫.૫૫ ઘટીને રૂ.૧,૩૨,૧૬૮, ભારત ફોર્જ રૂ.૧૨ ઘટીને રૂ.૨૦૩૫, આઈશર મોટર્સ રૂ.૪૧ ઘટીને રૂ.૮૦૬૦ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૧૧૦.૯૭ પોઈન્ટ ઘઠીને ૬૩૭૩૭.૨૦ બંધ રહ્યો હતો.
કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં ફંડો હળવા થયા : ક્રોમ્પ્ટન, હવેલ્સ, કલ્યાણ જવેલર્સ, વોલ્ટાસ ઘટયા
કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પણ ફંડો ઉંચા મથાળે હળવા થયા હતા. ક્રોમ્પ્ટન રૂ.૫.૪૦ ઘટીને રૂ.૨૩૩.૧૦, હવેલ્સ રૂ.૨૩ ઘટીને રૂ.૧૨૨૨, કલ્યાણ જવેલર્સ રૂ.૧૦.૬૦ ઘટીને રૂ.૬૧૫.૪૦, વોલ્ટાસ રૂ.૨૦ ઘટીને રૂ.૧૨૦૦, બ્લુ સ્ટાર રૂ.૨૧.૯૫ ઘટીને રૂ.૧૪૮૦.૯૫ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૧૬૮.૬૩ પોઈન્ટ ઘટીને ૬૫૦૬૬.૭૦ બંધ રહ્યો હતો.
જસ્ટ ડાયલ રૂ.૬૪, એથર એનજીૅ રૂ.૧૩૭, તેજસ નેટ રૂ.૪૧, બજાજ કન્ઝ. રૂ.૨૭, નઝારા રૂ.૨૧ ઉછળ્યા
એ ગુ્રપના આજે વધનાર પ્રમુખ શેરોમાં જસ્ટ ડાયલ રૂ.૬૪.૦૫ વધીને રૂ.૭૦૪.૬૫, એથર એનજીૅમાં હીરો મોટોકોર્પ દ્વારા વધુ હોલ્ડિંગ ખરીદવામાં આવ્યાના અહેવાલે શેર રૂ.૧૩૭ ઉછળીને રૂ.૧૬૧૨, તેજસ નેટ રૂ.૪૦.૬૫ વધીને રૂ.૫૫૧.૫૦, પીટીસીઆઈએલ રૂ.૧૫૨૬.૮૦ વધીને રૂ.૨૨,૧૧૮.૧૫, એનએસઈના આઈપીઓની તૈયારીએ આઈએફસીઆઈ રૂ.૫.૭૧ વધીને રૂ.૮૯.૯૩, ટીટીએમએલ રૂ.૨.૪૬ વધીને રૂ.૩૮.૯૬, બજાજ કન્ઝયુમર રૂ.૨૬.૮૦ વધીને રૂ.૪૭૭.૯૦, નઝારા રૂ.૨૦.૬૦ વધીને રૂ.૩૭૪.૩૦ રહ્યા હતા.
સ્મોલ કેપ, મિડ કેપ શેરોમાં ઘટાડે આકર્ષણે ફરી માર્કેટબ્રેડથ પોઝિટીવ : ૨૩૦૮ શેરો પોઝિટીવ બંધ
સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના શેરોમાં આજે ઘટાડે ફરી ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોનું ખરીદીનું આકર્ષણ રહેતાં માર્કેટબ્રેડથ ફરી પોઝિટીવ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૫૬૫ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૭૭૯થી વધીને ૨૩૦૮ અને ઘટનારની સંખ્યા ૨૫૫૭થી ઘટીને ૨૦૨૯ રહી હતી.
FPIs/FIIની કેશમાં રૂ.૫૦૪૦ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૫૧૮૪ કરોડની ચોખ્ખી ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે શુક્રવારે કેશ સેગ્મેન્ટમાં રૂ.૫૦૩૯.૮૦ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૂ.૧૩,૨૬૩.૬૨ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૮,૩૦૩.૪૨ કરોડની વેચવાલી કરી હતી. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની પણ આજે રૂ.૫૧૮૩.૯૩ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૬,૫૩૯.૩૮ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૧,૩૫૫.૪૫ કરોડની વેચવાલી કરી હતી.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૧.૨૮ લાખ કરોડ વધીને રૂ.૪૯૨.૮૨ લાખ કરોડ
શેરોમાં આજે રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૧.૨૮ લાખ કરોડ વધીને રૂ.૪૯૨.૮૨ લાખ કરોડ પહોંચ્યું હતું.