Get The App

અમેરિકાની દાદાગીરી વિરુદ્ધ ખૂલીને ભારતની પડખે આવ્યો આ દેશ, ગેર-પશ્ચિમી નેતૃત્વ માટે આહ્વાન

Updated: Jul 31st, 2025

GS TEAM

Google News
Google News
અમેરિકાની દાદાગીરી વિરુદ્ધ ખૂલીને ભારતની પડખે આવ્યો આ દેશ, ગેર-પશ્ચિમી નેતૃત્વ માટે આહ્વાન 1 - image


Iran Supports India After US Action : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરિફ અને દંડ ફટકારવાની જાહેરાત કરી છે, એટલું જ નહીં અમેરિકાએ ચાર ભારતીય કંપનીઓ પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. અમેરિકાની કંપનીઓ સામે કાર્યવાહી બાદ ઈરાન જાહેરમાં ભારતની પડખે ઉભું રહ્યું છે. ઈરાને અમેરિકાને જડબાતોડ જવાબ આપી કહ્યું કે, ‘વોશિંગ્ટને ભારતીય કંપનીઓ સાથે ભેદભાવપૂર્વક કાર્યવાહી કરી છે, જે આંતરરાષ્ટ્રીય કાયદા અને રાષ્ટ્રીય સંપ્રભુતાના સિદ્ધાંદો વિરુદ્ધની છે.

ઈરાનનો અમેરિકા પર ગંભીર આક્ષેપ

નવી દિલ્હી સ્થિત ઈરાનના દૂતાવાસે અમેરિકા પર આક્ષેપ કર્યો છે કે, અમેરિકા ભારત પર મનમાની કરવા માટે અર્થવ્યવસ્થાનો હથિયાર તરીકે ઉપયોગ કરી રહ્યો છે. તે ભારત જેવા દેશોમાં વિકાસમાં અડચણો ઉભી કરવા માટે પ્રતિબંધોનો ઉપયોગ કરી રહ્યો છે.

‘અમેરિકા અર્થવ્યવસ્થાનો હથિયાર તરીકે ઉપયોગ કરી રહ્યો છે’

ઈરાનના દૂતાવાસે સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું છે કે, ‘સંયુક્ત રાજ્ય અમેરિકા અર્થવ્યવસ્થાને હથિયાર બનાવીને ઈરાન-ભારત જેવા સ્વતંત્ર દેશો પર મનમાની કરવા અને વિકાસમાં અચડણો ઉભી કરવા માટે પ્રતિબંધો જેવી કાર્યવાહીનો ઉપયોગ ઉપકરણ તરીકે કરી રહ્યો છે. આ બળજબરીપૂર્વકની ભેદભાવવાળી કાર્યવાહી આંતરરાષ્ટ્રીય કાયદા અને રાષ્ટ્રીય સંપ્રભુતાના સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરે છે. આ કાર્યવાહી આર્થિક સામ્રાજ્યવાદના નવા રૂપનું પ્રતિનિધિત્વ દર્શાવી રહી છે. અમારા દ્વારા અમેરિકાની આ નીતિનો વિરોધ કરવો એ એક શક્તિશાળી, ઉભરતી ગેર-પશ્ચિમી નેતૃત્વવાળી બહુપક્ષીય વિશ્વ વ્યવસ્થા અને એક મજબૂત વૈશ્વિક દક્ષિણ માટે મહત્ત્વનું પગલું છે.

આ પણ વાંચો : પાકિસ્તાનને ભારતનો વધુ એક ઝટકો, 40 વર્ષ જૂના ડ્રીમ પ્રોજેક્ટને સરકારનું ગ્રીન સિગ્નલ

ભારતની ચાર કંપનીઓ પર અમેરિકાનો પ્રતિબંધ

ઈરાન સાથે ક્રૂડ ઓઇલ અને પેટ્રોલિયમ ઉત્પાદનોની ડીલ કરવા બદલ ભારતની ચાર કંપનીઓ પર અમેરિકાએ પ્રતિબંધ લાદી દીધો છે. ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રએ ઈરાન પર દબાણ વધારવાની નીતિ હેઠળ આ કાર્યવાહી કરી છે. અમેરિકાના ફોરેન્સ એસેટ્સ કંટ્રોલ ડિપાર્ટમેન્ટે માત્ર ભારત જ નહીં ચીન, યુએઈ, હોંગકોંગના ઓઇલ બ્રોકરો અને ટેન્કર ઓપરેટરો સામે પણ કાર્યવાહી કરી છે. અમેરિકી વિદેશ મંત્રાલયે ભારતની ચાર કંપનીઓ સહિત અનેક દેશોના 40 લોકો પર પણ પ્રતિબંધ લગાવ્યો છે. ચાર કંપનીઓમાં નવી મુંબઈ સ્થિત ફ્લક્સ મેરીટાઇમ એલએલપી, દિલ્હી-એનસીઆરમાં આવેલી બીએસએમ મૈરીન અને ઓસ્ટિનશિપ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ તેમજ તંજાવુર સ્થિત કોસમોસ લાઇન્સનો સમાવેશ થાય છે. આમાંથી પ્રથમ ત્રણ કંપનીઓ ઈરાનના ઓઇલ ટેન્કરો લઈ જતાં જહાજોનું સંચાલન કરતાં હોવાથી કાર્યવાહી કરવામાં આવી છે, જ્યારે કોસમોસ ઈરાનના ઓઇલ ટ્રાન્સપોર્ટમાં સામેલ હોવાથી પ્રતિબંધ લગાવાયો છે.

આ પણ વાંચો : ...તો iPhoneની કિંમતમાં ધરમૂળથી ફેરફાર થશે, જાણો ટ્રમ્પના ટેરિફ બોંબથી ‘Apple’ પર શું પડશે અસર?

Tags :