Get The App

ગોલ્ડ ETFમાં માર્ચ ત્રિમાસિક ગાળામાં રોકાણકારોનું રૂ. 31,561 કરોડનું રોકાણ

- મજબૂત રોકાણ પ્રવાહને કારણે ગોલ્ડ ફંડ્સની AUM માર્ચ ૨૦૨૬ના અંતે ત્રણ ગણી વધીને રૂ.૧.૭૧ લાખ કરોડ

Updated: Apr 15th, 2026

GS TEAM

Google News
Google News
ગોલ્ડ ETFમાં માર્ચ ત્રિમાસિક ગાળામાં રોકાણકારોનું રૂ. 31,561 કરોડનું રોકાણ 1 - image

અમદાવાદ : ભૂ-રાજકીય તણાવ વચ્ચે રોકાણકારો પરંપરાગત સેફ-હેવન વિકલ્પો તરફ વળ્યા હતા, જેના કારણે જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં ગોલ્ડ એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ્સ (ગોલ્ડ ઇટીએફ)માં રૂ. ૩૧,૫૬૧ કરોડનું રોકાણ કર્યું હતું, જે ગયા વર્ષના સમાન સમયગાળા કરતા લગભગ છ ગણું વધારે છે.

એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (એમ્ફી)ના ડેટા અનુસાર, ત્રિમાસિક પ્રવાહ ૩૬% વધીને રૂ. ૨૩,૧૩૨ કરોડ થયો હતો.

વધુમાં, ગોલ્ડ ઇટીએફના એસેટ બેઝ અને રોકાણકારોના ખાતાઓમાં પણ વર્ષ દરમિયાન નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી હતી. આ શ્રેણીમાં માર્ચ મહિનામાં કુલ રૂ. ૨,૨૬૬ કરોડનો ચોખ્ખો રોકાણ પ્રવાહ હતો, જે ફેબ્રુઆરીમાં રૂ. ૫,૨૫૫ કરોડ અને જાન્યુઆરીમાં રૂ. ૨૪,૦૪૦ કરોડ હતો.

ડેટા અનુસાર, જાન્યુઆરી-માર્ચ ૨૦૨૬ ક્વાર્ટરમાં કુલ પ્રવાહ રૂ. ૩૧,૫૬૧ કરોડ હતો, જે જાન્યુઆરી-માર્ચ ૨૦૨૫ના રૂ. ૫,૬૫૪ કરોડ કરતા નોંધપાત્ર રીતે વધારે છે. 

વિશ્લેષકોએ જણાવ્યું હતું કે, જાન્યુઆરીમાં અસામાન્ય રીતે ઊંચો પ્રવાહ જોવા મળ્યો હતો. આ મુખ્યત્વે જોખમ ટાળવા, પોર્ટફોલિયો રિબેલેન્સિંગ અને સોનાના ભાવમાં વધારાને કારણે હતું. જોકે, માર્ચમાં સકારાત્મક પ્રવાહ સૂચવે છે કે બજારની અનિશ્ચિતતા અને મેક્રોઇકોનોમિક અસ્થિરતા વચ્ચે સોનું રોકાણકારોને વૈવિધ્યકરણ સાધન તરીકે આકર્ષિત કરવાનું ચાલુ રાખે છે. માર્ચ મહિનામાં ગોલ્ડ ઇટીએફમાં રોકાણનો પ્રવાહ થોડો ધીમો પડયો અને તે પાછલા મહિનાના સ્તરથી નીચે રહ્યો હતો.

મજબૂત પ્રવાહને કારણે, ગોલ્ડ ફંડ્સની એસેટ્સ અંડર મેનેજમેન્ટ (એયુએમ) માર્ચ ૨૦૨૬ના અંત સુધીમાં લગભગ ત્રણ ગણી વધીને રૂ. ૧.૭૧ લાખ કરોડ થઈ ગઈ, જે એક વર્ષ પહેલા રૂ. ૫૮,૮૮૮ કરોડ હતી.

ગોલ્ડ ઇટીએફ ફોલિયો વર્ષ દરમિયાન ૫૪.૨૮ લાખ વધીને માર્ચ ૨૦૨૬માં ૧.૨૪ કરોડ થયો છે જે માર્ચ ૨૦૨૫ માં ૬૯.૬૯ લાખ હતો.