Business

ભારતીય સ્ટાર્ટઅપ્સથી રોકાણકારો નિરાશ : VC ડીલ્સમાં ૧૩%નો ઘટાડો

By GS Team
1 Sep 20261 min read
TukuTouch Logo
અમદાવાદમાં જાન્યુઆરીથી જુલાઈ દરમિયાન ભારતમાં VC ડીલ્સની સંખ્યામાં 13% ઘટાડો થયો છે, જ્યારે ડીલ વેલ્યુમાં માત્ર 5% નજીવો વધારો જોવા મળ્યો. ગ્લોબલડેટાના અહેવાલ મુજબ, વૈશ્વિક ફંડિંગમાં ભારતનો હિસ્સો માત્ર 1% રહ્યો. રોકાણકારોની સાવચેતી અને મૂલ્યાંકનમાં કડકાઈને કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારતીય સ્ટાર્ટઅપ્સથી રોકાણકારો નિરાશ : VC ડીલ્સમાં ૧૩%નો ઘટાડો

જાન્યુ.-જુલાઈ દરમિયાન ડીલ વેલ્યુમાં માત્ર ૫%નો વધારો, વૈશ્વિક ભંડોળમાં ભારતનો હિસ્સો માત્ર ૧%
અમદાવાદ : ગયા વર્ષની સરખામણીમાં, આ વર્ષે જાન્યુઆરીથી જુલાઈ સુધીના સાત મહિનામાં ભારતમાં વેન્ચર કેપિટલ (VC) ડીલ્સની સંખ્યામાં ૧૩%નો ઘટાડો થયો છે, જો કે ડીલ વેલ્યુમાં નજીવો વાૃધારો થયો છે. આ માહિતી ગ્લોબલડેટા પરથી ઉપલબૃધ છે.
ભારત ડીલ વેલ્યુની દ્રષ્ટિએ વૈશ્વિક સરેરાશથી ઘણું પાછળ રહ્યું છે, જ્યારે ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં વર્ષના પ્રથમ સાત મહિનામાં વૈશ્વિક સરેરાશમાં ૧૬૧%નો મજબૂત વધારો જોવા મળ્યો છે. ભારતના ડીલ વોલ્યુમમાં ઘટાડો પણ વૈશ્વિક સરેરાશ કરતા ઘણો ઝડપી હતો (જે આ સમયગાળા દરમિયાન માત્ર ૨% વધ્યો હતો).
પરિણામે, આ વર્ષના પ્રથમ સાત મહિનામાં વૈશ્વિક વેન્ચર કેપિટલ ફંડિંગ વેલ્યુમાં ભારતનો હિસ્સો ફક્ત ૧% અને કુલ સોદાના ૭% હતો. આ પ્રદર્શન સ્થાનિક ઇકોસિસ્ટમમાં રોકાણકારોની સતત સાવચેતી અને મૂલ્યાંકનમાં સતત કડકતા દર્શાવે છે.
જ્યારે સોદા પૂર્ણ થવાનું કામ ધીમું રહ્યું, ત્યારે મજબૂત ફંડામેન્ટલ્સ ધરાવતી કંપનીઓમાં પસંદગીયુક્ત મૂડી રોકાણે કુલ સોદા મૂલ્યમાં નોંધપાત્ર ઘટાડો અટકાવ્યો હતો.
તેનાથી વિપરીત, વૈશ્વિક સ્તરે, આ સાત મહિનામાં મોટા ફાઇનાન્સિંગ રાઉન્ડમાં મજબૂત રિકવરી જોવા મળી અને નવીનતા ક્ષેત્રમાં રોકાણકારોનો વિશ્વાસ વધ્યો. આનાથી વેન્ચર કેપિટલ માર્કેટમાં ચીનની સ્થિતિ પણ મજબૂત થઈ, જે તેને યુએસ પછી બીજા ક્રમનું સૌથી મોટું બજાર બનાવ્યું હતું.