મોંઘવારીનો માર: ત્રણ દિવસમાં ખાદ્ય ચીજોના ભાવમાં પાંચ ટકાનો વધારો, જાણો લોટ અને દાળના ભાવ


- ચોખાના ભાવ સ્થિર છે. મે મહિનામાં ઘઉં પર પ્રતિબંધ લાદવામાં આવ્યા બાદ છૂટક ઘઉંના ભાવમાં 7%નો વધારો થયો છે

નવી દિલ્હી,તા.24 નવેમ્બર 2022,ગુરૂવાર

ઑક્ટોબરમાં છૂટક ફુગાવાનો દર 7%થી નીચે પહોંચી ગયો હોય, પરંતુ ત્રણ દિવસમાં ખાદ્ય ચીજોના ભાવમાં 5%નો વધારો થયો છે. ઉપભોક્તા મંત્રાલયના જણાવ્યા અનુસાર, કેટલીક વસ્તુઓને બાદ કરતાં બાકીની વસ્તુઓના ભાવમાં વધારો થયો છે. બુધવારે ચોખાની કિંમત 37.96 રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગઈ હતી, જે 20 નવેમ્બરે 38.29 રૂપિયા હતી.

ઘઉંનો ભાવ રૂ. 30.87 થી વધીને રૂ. 31.61, ચણાની દાળ રૂ. 71.78 થી વધીને રૂ. 74.21 અને અળદ દાળ રૂ. 111.75 થી વધીને રૂ. 113.16 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી છે. અડદની દાળની કિંમત 106.72 રૂપિયાથી વધીને 109.17 રૂપિયા, મસૂરની દાળ 94.23 રૂપિયાથી વધીને 96.31 રૂપિયા અને મગની દાળની કિંમત 102 રૂપિયાથી વધીને 104 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. જો કે ચા પત્તી અને સરસવના તેલના ભાવમાં ઘટાડો થયો છે.

              માલ                 23 નવેમ્બર     20 નવેમ્બર

1.       વનસ્પતિ તેલ     146.14         139.57

2.       સૂર્યમુખી તેલ        171.16           168.74

3.       બટાકા                28.40             27.36

4.       ડુંગળી                   30.47             29.45

5.       ટામેટા                   35.20             33.12

ડેટા મુજબ, સોયા તેલની કિંમત 155.17 રૂપિયાથી વધીને 155.62 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. આ સમયગાળા દરમિયાન પામ ઓઈલની કિંમત 117.55 રૂપિયાથી વધીને 118.39 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. દૂધનો ભાવ રૂ. 53.86 થી વધીને રૂ. 55.18 પ્રતિ લીટર થયો છે જ્યારે સીંગદાણાના તેલનો ભાવ રૂ. 188.51 થી વધીને રૂ. 190.86 પ્રતિ લીટર થયો છે.

ઘઉંના ભાવમાં અસાધારણ વધારા પર સરકાર પગલાં લેશે

સરકારે બુધવારે કહ્યું કે, તે ઘઉંની કિંમતો પર નજર રાખી રહી છે. જો છૂટક બજારમાં તેની કિંમતમાં અસામાન્ય વધારો થશે તો તેને કાબૂમાં લેવા પગલાં લેવામાં આવશે. ખાદ્ય સચિવ સંજીવ ચોપરાએ જણાવ્યું કે, ચોખાના ભાવ સ્થિર છે. મે મહિનામાં ઘઉં પર પ્રતિબંધ લાદવામાં આવ્યા બાદ છૂટક ઘઉંના ભાવમાં 7%નો વધારો થયો છે. MSPમાં થયેલા વધારાની સરખામણીમાં આ 4-5 ટકા છે.


City News

Sports

RECENT NEWS