Business

ટ્રમ્પના કારણે શેરબજાર કડડભૂસ! 500 ટકા ટેરિફની ધમકી બાદ સેન્સેક્સમાં 780 પોઇન્ટનો કડાકો

By GS TEAM
8 Jan 20261 min read
TukuTouch Logo
Trump’s 500% Tariff Threat Triggers Market Crash in India : ભારત અને અમેરિકા વચ્ચે સંબંધો વણસી રહ્યા છે. ત્યારે તેની સીધી અસર શેર બજાર પર જોવા મળી રહી છે. અમેરિકાની ટેરિફની ધમકીઓ વચ્ચે આજે શેર બજારમાં સતત ચોથા દિવસે કડાકો જોવા મળ્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

ટ્રમ્પના કારણે શેરબજાર કડડભૂસ! 500 ટકા ટેરિફની ધમકી બાદ સેન્સેક્સમાં 780 પોઇન્ટનો કડાકો

Trump’s 500% Tariff Threat Triggers Market Crash in India : ભારત અને અમેરિકા વચ્ચે સંબંધો વણસી રહ્યા છે. ત્યારે તેની સીધી અસર શેર બજાર પર જોવા મળી રહી છે. અમેરિકાની ટેરિફની ધમકીઓ વચ્ચે આજે શેર બજારમાં સતત ચોથા દિવસે કડાકો જોવા મળ્યો. 

ગુરુવારે સેન્સેક્સમાં 780 પોઇન્ટનો કડાકો થયો. જ્યારે નિફ્ટીમાં 263 પોઇન્ટનો ઘટાડો જોવા મળ્યો. આજે બપોરે સેન્સેક્સ 84,180.96 પોઇન્ટ જ્યારે નિફ્ટી 25,876.85 પર બંધ થયું. સૌથી મોટો કડાકો ઓઇલ અને મેટલ કંપનીઓના શેરમાં જોવા મળી રહ્યો છે. 

ટ્રમ્પની ધમકીઓથી રોકાણકારોના ધબકારા વધ્યા? 

નોંધનીય છે કે ભારત મોટા પ્રમાણમાં રશિયાથી ઓઇલ ખરીદે છે. બીજી તરફ અમેરિકા સતત ભારતને ઓઇલ ન ખરીદવા દબાણ કરી રહ્યું છે. એવામાં અમેરિકામાં હવે નવું બિલ આવી રહ્યું છે. જે અનુસાર રશિયાથી ઓઇલ ખરીદતા દેશો પર 500 ટકા ટેરિફ ઝીંકવામાં આવશે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણય બાદ ભારતીય રોકાણકારોના ધબકારા વધ્યા છે. જો આ ટેરિફ લાગુ થાય તો ભારત-અમેરિકાના વેપારને જોરદાર ફટકો પડશે. અમેરિકામાં ભારતીય પ્રોડક્ટ્સના ભાવ આસમાને પહોંચી જશે. જેના કારણે ભારતીય વેપારીઓને મોટા નુકસાનની આશંકા છે. જોકે અમેરિકાની આ ધમકીઓ હજુ સુધી ભારતની કેન્દ્ર સરકારે કોઈ પ્રતિક્રિયા આપી નથી. 

ભારત જ નહીં જાપાન અને હોંગકોંગના શેરબજારમાં પણ આજે કડાકો જોવા મળ્યો હતો.