Business
વૈશ્વિક હળદરના વેપારમાં ભારતનો હિસ્સો 62 ટકાથી વધુ છતાં અનેક પડકારો
By GS Team
17 Jan 20251 min read
This article was originally published on 17 Jan 2025

નવી દિલ્હી : વૈશ્વિક હળદરના વેપારમાં ભારતનો હિસ્સો ૬૨ ટકાથી વધુ હોવા છતાં, ત્યાં ઘણા પડકારો છે જે તેની વૃદ્ધિને અસર કરી શકે છે.
તાજેતરમાં રજુ કરાયેલા અહેવાલ મુજબ, આ પડકારોમાં મુખ્ય નિકાસ બજારોમાં મસાલાનો સ્વીકાર ન થવો, ખેડૂતો ભાવની વધઘટને કારણે હળદરની ખેતી છોડી રહ્યા છે અને કંપનીઓ જરૂરી કર્ક્યુમિન સ્તરને પૂર્ણ ન કરવા જેવા પરિબળોનો સમાવેશ કરે છે.
અહેવાલ મુજબ, લગભગ ૮૦ ટકા હળદરના ખેડૂતોની વાર્ષિક આવકના ૫૦ ટકાથી પણ ઓછી આ પાકમાંથી આવે છે.
હળદરની વેલ્યુ ચેઇન સાથે સંકળાયેલા ૨૬૨ ખેડૂતો, ૪૫ એફપીઓ અને ૬૯ કંપનીઓના સર્વેક્ષણના આધારે આ નિષ્કર્ષ કાઢવામાં આવ્યો છે.
હળદરમાંથી ખેડૂતોની આવક ઓછી હોવાના કારણોમાં ખેડૂતો ડાંગર, સોયાબીન, મકાઈ, શેરડી અને કપાસ જેવા પાકોની ખેતી પર નિર્ભર રહેતા હતા. ખેડૂતોના મતે છેલ્લા ત્રણ વર્ષમાં હળદરના વાવેતરમાં ઘટાડો નોંધાયો છે.




