Business

Share Market : શેર બજારમાં 4 કારણોથી તોફાની તેજી, સેન્સેક્સમાં 567 તો નિફ્ટીમાં 172 પોઇન્ટનો વધારો

By GS Team
17 Mar 20263 mins read
TukuTouch Logo
ભારતીય શેર માર્કેટમાં આજે 17 માર્ચે સતત બીજા દિવસે તેજી જોવા મલી છે. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સમાં 700 પોઇન્ટથી વધુનો ઉછાળો જોવા મળ્યો છે, જ્યારે નિફ્ટી ફરી 23,600 પોઇન્ટને સ્પર્શ્યા બાદ 23,581.15 પોઇન્ટ પર બંધ થયો છે. વૈશ્વિક માર્કેટમાં મજબૂતીના સંકેતો સામે આવ્યા બાદ અને રોકાણકારોએ નીચલા સ્તરે ખરીદી કરતા સેન્સેક્સ અને નિફ્ટીમાં તેજી જોવા મળી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

Share Market : શેર બજારમાં 4 કારણોથી તોફાની તેજી, સેન્સેક્સમાં 567 તો નિફ્ટીમાં 172 પોઇન્ટનો વધારો

Today Sensex And Nifty 50 : ભારતીય શેર માર્કેટમાં આજે 17 માર્ચે સતત બીજા દિવસે તેજી જોવા મલી છે. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સમાં 700 પોઇન્ટથી વધુનો ઉછાળો જોવા મળ્યો છે, જ્યારે નિફ્ટી ફરી 23,600 પોઇન્ટને સ્પર્શ્યા બાદ 23,581.15 પોઇન્ટ પર બંધ થયો છે. વૈશ્વિક માર્કેટમાં મજબૂતીના સંકેતો સામે આવ્યા બાદ અને રોકાણકારોએ નીચલા સ્તરે ખરીદી કરતા સેન્સેક્સ અને નિફ્ટીમાં તેજી જોવા મળી છે. 

નવા સપ્તાહમાં સેન્સેક્સમાં 1500થી વધુ પોઇન્ટનો વધારો

ગત સપ્તાહના છેલ્લા દિવસે એટલે કે, શુક્રવારના રોજ સેન્સેક્સ 74,563.92 પોઇન્ટ બંધ થયો હતો. ત્યારબાદ સોમવારે 75,502.85 પોઇન્ટ અને મંગળવારે 76,070.84 પોઇન્ટ બંધ થયો છે. એટલે કે નવા સપ્તાહમાં સેન્સેક્સમાં 1,506.88 પોઇન્ટનો વધારો થયો છે. આજની વાત કરીએ તો સેન્સેક્સ 567.99(0.75%)નો વધારો થઈને 76,070.84 પર બંધ થયો છે.

નિફ્ટીમાં 172.35 પોઇન્ટનો વધારો

નિફ્ટીની વાત કરીએ તો આજે તેમાં 172.35(0.74%)નો વધારો થયા બાદ નિફ્ટી 23,581.15 પર બંધ થયો છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં વધારો થવાના પાછળ કેટલાક કારણો જવાબદાર છે, જેમાં નીચલા સ્તરે ખરીદીમાં વધારો થવો, વૈશ્વિક માર્કેટમાં સકારાત્મક સંકેત, વોલિટિલિટીમાં ઘટડા અને ડૉલર સામે રૂપિયે સામાન્ય મજબૂત જેવા પાસાઓ સામેલ છે.

આ પણ વાંચો : ઈરાન નેતૃત્વ વિહોણું? ખામેનેઈ બાદ નંબર-2 નેતા અલી લારિજાનીનું પણ મોત: ઈઝરાયલનો દાવો

સેન્સેક્સ અને નિફ્ટીમાં વધારો થવાના ચાર કારણો

1... વેલ્યુ બાયિંગનો મળ્યો ટેકો : શેરબજારમાં આજે સતત બીજા દિવસે વેલ્યુ બાયિંગ એટલે કે નીચલા સ્તરે ખરીદી જોવા મળી હતી. તાજેતરના ઘટાડા બાદ રોકાણકારોએ ઓટો, મેટલ અને રિયલ્ટી સેક્ટરના શેરોમાં ખરીદી કરી હતી, જેનાથી બજારને મજબૂતી મળી હતી.

2... મજબૂત ગ્લોબલ સંકેતો : વૈશ્વિક બજારોમાંથી પણ સકારાત્મક સંકેતો મળ્યા હતા. સવારના કારોબારમાં એશિયન બજારોમાં જાપાનનો નિક્કી 225 (Nikkei 225) લગભગ 0.4 ટકા ઉછળ્યો હતો. બીજી તરફ, દક્ષિણ કોરિયાનો કોસ્પી (KOSPI) ઇન્ડેક્સ 2.4 ટકાના મજબૂત વધારા સાથે ટ્રેડ થતો જોવા મળ્યો હતો. અમેરિકી બજારો પણ ગત રાત્રે સારા વધારા સાથે બંધ થયા હતા. S&P 500 ઇન્ડેક્સ 1 ટકાથી વધુ વધ્યો હતો, જ્યારે નેસ્ડેક (Nasdaq) 1.2 ટકા સુધી ચઢ્યો હતો. ટૅક્નોલૉજી અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સંબંધિત શેરોમાં ખરીદીએ બજારને ટેકો આપ્યો હતો.

3... વોલેટિલિટીમાં ઘટાડો : શેરબજારના રોકાણકારોમાં ગભરાટનો સંકેત આપતો વોલેટિલિટી ઇન્ડેક્સ, ઇન્ડિયા VIX લગભગ 6 ટકા ઘટીને 20.32ના સ્તર પર આવી ગયો છે. આ સૂચવે છે કે રોકાણકારોમાં અનિશ્ચિતતા થોડી ઓછી થઈ છે અને જોખમ લેવાની ક્ષમતા વધી છે.

4... રૂપિયામાં મજબૂતી : ડૉલર સામે ભારતીય રૂપિયામાં નજીવી મજબૂતી પણ બજાર માટે હકારાત્મક રહી હતી. રૂપિયો પ્રતિ ડૉલર 92.39 પર ખૂલ્યો હતો, જે અગાઉના 92.42ના બંધ સ્તર સામે થોડો મજબૂત છે. ડૉલરમાં હળવી નબળાઈને કારણે વિદેશી રોકાણકારોના સેન્ટિમેન્ટમાં પણ સુધારો જોવા મળ્યો હતો.

આ પણ વાંચો : હોર્મુઝને બાયપાસ કરતો સાઉદીનો 'પ્લાન B', જાણો ઈરાન યુદ્ધ વચ્ચે પણ દુનિયાભરમાં કેવી રીતે ઓઈલ પહોંચી રહ્યું છે