ગુજરાતી મૂળના CEOએ 50 કરોડ ડૉલરનું કૌભાંડ આચર્યું ? બ્લેકરૉકની કંપનીમાં ગોટાળો કર્યાનો આક્ષેપ

Indian-Origin CEO Fraud Case : અમેરિકાની એક ટેલિકોમ કંપનીના ગુજરાતી મૂળના ગાંધીનગરમાં જન્મેલા CEO બંકિમ બ્રહ્મભટ્ટે 50 કરોડ ડૉલરનું કૌભાંડ કર્યા હોવાનો મામલો સામે આવ્યો છે. તેમના પર વિશ્વની સૌથી મોટી ઈન્વેસ્ટમેન્ટ ગ્રૂપની શાખાના પાર્ટનર્સ અને લેન્ડર્સ સાથે છેતરપિંડી કરી હોવાનો આરોપ લાગ્યો છે.
બંકિમ બ્રહ્મભટ્ટે કૌભાંડ આચર્યું હોવાનો આરોપ
વૉટ સ્ટ્રીટ જનરલે કહ્યું છે કે, વિશ્વની સૌથી મોટી ઈન્વેસ્ટમેન્ટ ગ્રૂપ બ્લેકરૉકની ખાનગી લોન રોકાણ શાખા HSP ઈન્વેસ્ટમેન્ટ પાર્ટનર્સ અને અન્ય લેન્ડર્સને ટાર્ગેટ કરીને આ કૌભાંડ આચરવામાં આવ્યું છે, જેમાં બંકિમ બ્રહ્મભટ્ટ પર આરોપ લાગ્યા છે.
ઓગસ્ટમાં કેસ દાખલ કરાયો હતો
બંકિમ વિરુદ્ધ ઓગસ્ટમાં કેદ દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં આરોપ લગાવાયો હતો કે, HSPએ બ્રહ્મભટ્ટની કંપનીઓને શરતી લોન આપી હતી. શરતોમાં કહેવાયું હતું કે, એચએસપી ગ્રાહકો દ્વારા બાકી રહેલા લાખો ડોલરને લોનના બદલામાં જામીનગીરી તરીકે ગીરવે રાખશે. ત્યારબાદ ગ્રાહકોએ આક્ષેપ કર્યો છે કે, બ્રહ્મભટ્ટની કંપનીઓ પર તેમનું 50 કરોડ ડૉલરથી વધુનું દેવું બાકી છે.
લોનની રકમ ભારત અને મોરેશિયસ ટ્રાન્સફર કરાઈ
બ્લેકરૉલે પણ દાવો કર્યો છે કે, અમે ખાતાઓની તપાસ પ્રક્રિયા શરૂ કરી હતી, તેમાં જાણવા મળ્યું કે, લોનની રકમ ભારત અને મોરેશિયસ સાથે જોડાયેલા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ મુજબ, બીએનપી પરિબાસે બ્લેકરૉકના એચપીએસ ઈન્વેસ્ટમેન્ટ પાર્ટનર્સને બ્રહ્મભટ્ટની કંપનીઓને લોન આપવામાં મદદ કરી હતી. ચોંકાવનારી વાત એ છે કે, આ વર્ષની શરૂઆતમાં જ બ્લેકરૉકે એચપીએસ કંપનીને ખરીદી હતી અને આ જ વર્ષે આ કૌભાંડ સામે આવ્યું છે.
એક વખત લોન આપ્યા બાદ બે વખત લોન વધારાઈ
કેસમાં લેન્ડર્સોની ફરિયાદ છે કે, બ્રહ્મભટ્ટે છેલ્લા બે વર્ષમાં નકલી ઈન્વોઈસ, કરાર અને ઈ-મેઈલનો ઉપયોગ કર્યો હતો. જેનાથી એવું લાગે કે, નાણાં સ્થાપિત ટેલિકોમ કંપનીઓના બાકી છે. લેન્ડર્સના વકીલોએ લખ્યું છે કે, બ્રહ્મભટ્ટે આવી સંપત્તિઓની વિગતવાર બેલેન્સ શીટ બનાવી હતી અને તે માત્ર કાગળ પર હતી. HPSએ 2020માં બ્રહ્મભટ્ટની કંપનીને લોન આપી હતી, ત્યારબાદ 2021ની શરૂઆતમાં લોનની રકમ વધારીને 385 મિલિયન ડૉલર, પછી ઓગસ્ટ-2024માં 430 મિલિયન ડૉલર કરી દીધી હતી.
આ પણ વાંચો : RBIના આદેશ બાદ સાત બેંકોની વેબસાઈટના ડોમેનમાં ફેરફાર, જુઓ યાદી

