RBIના આદેશ બાદ સાત બેંકોની વેબસાઈટના ડોમેનમાં ફેરફાર, જુઓ યાદી

Government And Private Bank URL And Domain Name Change : ભારતીય રિઝર્વ બેંકો (RBI)ના કડક નિર્દેશો બાદ સ્ટેટ બેંકો ઓફ ઈન્ડિયા (SBI), પંજાબ નેશનલ બેંકો (PNB) અને HDFC સહિત દેશની ઘણી સરકારી અને ખાનગી બેંકોોની વેબસાઈટના ડોમેન નેમ અથવા URL એડ્રેસમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.
RBIના આદેશ બાદ બેંકોએ કર્યા ફેરફાર
આરબીઆઈએ તમામ બેંકોને આદેશ આપ્યો હતો કે, તેઓ પોતાની નેટ બેન્કિંગ વેબસાઈટ એડ્રેસને 31 ઓક્ટોબર-૨૦૨૫ પહેલા સ્પેશિયલ ઈન્ટરનેટ ડોમેન ‘.bank.in’ પર ટ્રાન્સફર કરે. આ માટે 21 એપ્રિલે સર્ક્યુલર પણ બહાર પડાયો હતો, જેમાં આ પ્રક્રિયા વહેલી તકે પૂર્ણ કરવા આદેશ અપાયો હતો.
URL શા માટે બદલવામાં આવ્યા?
ઉલ્લેખનીય છે કે, ઘણા વર્ષોથી બેંક ફ્રોડ કેસોમાં વધારો થયો છે, જેના કારણે આરબીઆઈએ ગ્રાહકોની સુરક્ષા વધારવા માટે આ નિર્ણય લીધો છે. ડિજિટલ પેમેન્ટ ફ્રોડ અટકાવવા તેમજ ઓનલાઈન બેન્કિંગ સેવાઓમાં ગ્રાહકોનો વિશ્વાસ વધારવા માટે આ સુરક્ષાભર્યું પગલું લેવાયું છે.
ખાસ વાત એ છે કે, ‘.bank.in’ ડોમેન એક સિક્યોર અને સ્પેશિયલ ઈન્ટરનેટ ડોમેન છે, જેને RBIએ ખાસ કરીને ભારતીય બેંકો માટે શરૂ કર્યું છે. આ આદેશ બાદ એસબીઆઈ, પીએનબી, એક્સિસ સહિતની બેંકોએ પોતાની સત્તાવાર વેબસાઈટના યુઆરએલને ‘.bank.in’ ડોમેન પર ટ્રાન્સફર કરી દીધું છે.
મુખ્ય બેંકોની વેબસાઈટના નવા URL એડ્રેસ
- ICICI બેંકો : https://www.icici.bank.in/
- HDFC બેંકો : https://www.hdfc.bank.in/
- એક્સિસ બેંકો : https://www.axis.bank.in/
- કોટક મહિન્દ્રા બેંકો : https://www.kotak.bank.in/
- પંજાબ નેશનલ બેંકો : https://pnb.bank.in/
- સ્ટેટ બેંકો ઓફ ઈન્ડિયા : https://sbi.bank.in
- કેનેરા બેંક : https://www.canarabank.bank.in/
ગ્રાહકો ચિંતા ન કરો... બેંકોની ખાતરી
આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક અને એક્સિસ બેંકે જેવી ખાનગી બેંકોએ ગ્રાહકોને ખાતરી આપી છે કે, બેંકની તમામ સેવાઓ ચાલુ રહેશે અને જૂના યુઆરએલ નવા '.bank.in' એડ્રેસ સાથે સરળતાથી જોડાશે. આ પહેલ ભારતીય રિઝર્વ બેંકો દ્વારા શરૂ કરવામાં આવી હતી, જેમાં IDRBT દ્વારા ડોમેન રજિસ્ટ્રેશન અને ઓપરેશનલ સપોર્ટ કરાયો છે.

