Get The App

આ વર્ષે જ થઈ જશે ભારત-અમેરિકાની ટ્રેડ ડીલ? સરકારે આર્થિક સર્વેમાં આપ્યો જવાબ

Updated: Jan 29th, 2026

GS TEAM

Google News
Google News
આ વર્ષે જ થઈ જશે ભારત-અમેરિકાની ટ્રેડ ડીલ? સરકારે આર્થિક સર્વેમાં આપ્યો જવાબ 1 - image


India Economic Survey 2026 : દેશમાં પહેલી ફેબ્રુઆરીએ કેન્દ્રીય બજેટ રજુ થવાનું છે, ત્યારે નાણામંત્રી નિર્મલા સિતારમને સંસદમાં આજે આર્થિક સર્વેક્ષણ રજુ કર્યું છે. સર્વે મુજબ, દેશમાં નાણાંકીય વર્ષ 2026-2027માં GDPનો વૃદ્ધિદર 6.8થી 7.2 ટકા વચ્ચે રહેવાનો અંદાજ છે. આ પહેલા 2025-2026માં જીડીપી વૃદ્ધિ 7.4 ટકાનો અંદાજ હતો. દર વર્ષે બજેટ પહેલા આર્થિક સર્વેક્ષણ રજુ કરવામાં આવે છે. આગામી નાણાંકીય વર્ષની નીતિઓનો આધાર તૈયાર કરવા માટે આર્થિક સર્વેક્ષણ રજુ કરવામાં આવે છે. આ સાથે નાણાંમંત્રીએ આર્થિક સર્વેક્ષણમાં અમેરિકા સાથે થનારી ટ્રેડ ડીલની પણ માહિતી આપી છે.

ભારત-અમેરિકા વચ્ચે ક્યારે ટ્રેડ ડીલ થશે?

આર્થિક સર્વેક્ષણ 2025-2026 મુજબ, ભારત-અમેરિકા વચ્ચે ચાલી રહેલી વેપાર સમજૂતી આ વર્ષે પુરી થવાની આશા છે, જે સફળ થયા બાદ ભારત પર વૈશ્વિક પરિબળોની અનિશ્ચિતતા ઘટી શકે છે. વર્તમાન સમયમાં ભારત વૈશ્વિક પરિસ્થિતિના કારણે ઉભી થયેલી અનિશ્ચિતતાના પડકારોનો સામનો કરી રહી છે. ભારતના મુખ્ય ભાગીદાર દેશોમાં આર્થિક વૃદ્ધિ ધીમી પડી હોવાથી તેમજ ટેરિફ સંબંધી સમસ્યાઓ અને નાણાંકીય પ્રવાહમાં ઉતાર-ચઢાવની વિવિધ સમસ્યાઓ ભારતના નિકાસકારો અને રોકાણકારોના વિશ્વાસ પર અસર કરી શકે છે.

આ પણ વાંચો : ચાંદીની કિંમતમાં રેકોર્ડ વધારો, ખરીદતાં પહેલા જાણી લો તેજી પાછળના આ 10 કારણો

ટેરિફના કારણે ભારત-અમેરિકાની વાતચીત પ્રક્રિયા ધીમી પડી

સર્વેક્ષણમાં એવું પણ કહેવાયું છે કે, ભારત-અમેરિકા વચ્ચે માર્ચ-2025થી વેપાર સમજૂતી પર વાતચીત ચાલી રહી છે અને અત્યાર સુધીમાં વાતચીતના છ તબક્કા પુરા થઈ ગયા છે. પરંતુ અમેરિકાએ ઓગસ્ટ-2025માં ભારતીય ઉત્પાદનનો પર મસમોટો ટેરિફ ઝિંક્યો હોવાના કારણે વાતચીતની પ્રક્રિયા ધીમી પડી ગઈ છે.

અમેરિકાએ ભારત પર ઝિંક્યો 50 ટકા ટેરિફ

અમેરિકાએ ભારતીય ઉત્પાદનો પર 25 ટકા ટેરિફ અને દંડ પેડે વધુ 25 ટકા ટેરિફ ઝિંક્યો હતો. ભારત રશિયા પાસેથી કાચુ તેલ ખીરીદ રહ્યું હોવાના કારણે તેમજ રશિયા તે કમાયેલા નાણાં યુક્રેન વિરુદ્ધના યુદ્ધમાં ઉપયોગ કરતું હોવાના કારણે અમેરિકાએ દંડ પેટે ભારત પર વધારાનો 25 ટકા ટેરિફ ઝિંક્યો હતો.

આ પણ વાંચો : ‘વહિની’ મહારાષ્ટ્રના નાયબ CM બનશે ! NCPના દિગ્ગજ નેતાઓએ કરી મુલાકાત