Business

વીજ પુરવઠામાં મોટી રાહત ! ભારતે સતત બીજા વર્ષે 1 અબજ ટન કોલસાનું ઉત્પાદન કરી ઈતિહાસ રચ્યો

By GS Team
21 Mar 20262 mins read
TukuTouch Logo
ભારતે સતત બીજા વર્ષે કોલસાનું એક અબજ ટન ઉત્પાદન કરીને ઈતિહાસ રચ્યો છે. કોલસા મંત્રાલયે શનિવારે (21 માર્ચ) કહ્યું કે, દેશમાં સતત બીજા વર્ષે કોલસાનું ઉત્પાદન એક અબજ ટન કરી મોટી ઉપલબ્ધી હાંસલ કરી લીધી છે. આનાથી દેશના ઊર્જા ક્ષેત્રમાં વધતી આત્મનિર્ભતા અને ઉદ્યોગો જરૂર પડતી ઈંધણ સપ્લાય સુનિશ્ચિત કરવામાં મોટી મદદ મળશે.

Summarized by AI; it may make mistakes. Check important info

વીજ પુરવઠામાં મોટી રાહત ! ભારતે સતત બીજા વર્ષે 1 અબજ ટન કોલસાનું ઉત્પાદન કરી ઈતિહાસ રચ્યો

India Coal Production 2026 : ભારતે સતત બીજા વર્ષે કોલસાનું એક અબજ ટન ઉત્પાદન કરીને ઈતિહાસ રચ્યો છે. કોલસા મંત્રાલયે શનિવારે (21 માર્ચ) કહ્યું કે, દેશમાં સતત બીજા વર્ષે કોલસાનું ઉત્પાદન એક અબજ ટન કરી મોટી ઉપલબ્ધી હાંસલ કરી લીધી છે. આનાથી દેશના ઊર્જા ક્ષેત્રમાં વધતી આત્મનિર્ભતા અને ઉદ્યોગો જરૂર પડતી ઈંધણ સપ્લાય સુનિશ્ચિત કરવામાં મોટી મદદ મળશે.

ઊર્જા જરૂરીયાતોને પૂરી કરવામાં મદદ મળશે : કોલસા મંત્રાલય

કોલસા મંત્રાલયે કહ્યું છે કે, ‘તમામ હિતધારકોના સહિયારા પ્રયાસો અને સતત મહેનતના કારણે આ બહોળા પ્રમાણમાં કોલસાનું ઉત્પાદન કરવું સંભવ થઈ શક્યું છે. આનાથી દેશની વધતી ઊર્જા જરૂરીયાતોને પૂરી કરવામાં મદદ મળશે અને કોલસાથી ચાલતા થર્મલ પાવર પ્લાન્ટમાં રેકોર્ડ સ્ટોક જાળવી રાખવામાં પણ રાહત મળશે.

આ પણ વાંચો : કોમર્શિયલ LPG સિલિન્ડરને લઈને કેન્દ્રનો મોટો નિર્ણય, હોટલ-રેસ્ટોરન્ટને મળશે રાહત

આઠ મુખ્ય ઉદ્યોગો સંયુક્ત વિકાસ દરમાં પણ વધારો

મંત્રાલયે વધુમાં કહ્યું કે, શ્રેષ્ય યોજના, પ્રભાવશાળી કામગીરી અને કોલસા સપ્લાય ચેનમાં મજબૂત તાલમેલના કારણે આ ઉપલબ્ધી હાંસલ કરી શકાઈ છે. બીજીતરફ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે પણ સારા સમાચાર આપ્યા છે. મંત્રાલયના ડેટા મુજબ, ફેબ્રુઆરીમાં ભારતના અર્થતંત્રમાં આઠ મુખ્ય ઉદ્યોગો (કોલસો, કાચું તેલ, કુદરતી ગેસ, રિફાઈનરી ઉત્પાદનો, ખાતર, સ્ટીલ, સિમેન્ટ અને વીજળી)ના સંયુક્ત વિકાસ દરમાં 2.3 ટકાનો વાધારો થયો છે. આ ઉપરાંત વીજળી ઉત્પાદનમાં પણ 0.5 ટકાનો વધારો થયો છે.

ભારત પાસે 53.41 મિલિયન ટન કોલસાનો સ્ટૉક

કોલસા મંત્રાલયે વધુ વિગતો આપતા કહ્યું કે, પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંકટ વચ્ચે પણ ભારતના થર્મલ પ્લાન્ટ પાસે લગભગ 53.41 મિલિયન ટન કોલસાનો સ્ટૉક હાર છે, જે વર્તમાન વપરાશ મુજબ 23 દિવસ સુધી ચાલે તેટલો છે. આ ઉપરાંત ભવિષ્યની જરૂરીયાતને ધ્યાને રાખીને કોલસાની ખાણો નજીક વધારાનો સંગ્રહ પણ કરવામાં આવી રહ્યો છે. કોલ ઈન્ડિાય લિમિટેડ પણ નાના, મધ્યમ અને અન્ય તમામ ગ્રાહકોને પર્યાપ્ત માત્રામાં કોલસો આપવા માટે જરૂરી પગલા ભરી રહ્યું છે.

આ પણ વાંચો : મુખ્યમંત્રી, ધારાસભ્યો, અધિકારીઓ અને જજોના પગાર ઘટાડાયા, આ રાજ્યમાં સર્જાયું આર્થિક સંકટ