Get The App

ઝુકરબર્ગને ઝટકો, મેટાના શેર 11% તૂટતાં સંપત્તિમાં રૂ. 2.59 લાખ કરોડનો ફટકો, ધનિકોની યાદીમાંથી ગગડ્યા

Updated: Oct 31st, 2025

GS TEAM

Google News
Google News
ઝુકરબર્ગને ઝટકો, મેટાના શેર 11% તૂટતાં સંપત્તિમાં રૂ. 2.59 લાખ કરોડનો ફટકો, ધનિકોની યાદીમાંથી ગગડ્યા 1 - image


Mark Zuckerberg's Net Worth Drops: અમેરિકાના શેરબજારમાં કડાકો નોંધાતા વિશ્વના ટોચના 10 ધનિકોની નેટવર્થમાં મોટો ઘટાડો નોંધાયો છે. જેમાં માર્ક ઝુકરબર્ગને સૌથી મોટો ફટકો પડ્યો છે. વિશ્વના ટોચના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકની પેરેન્ટ કંપની મેટા પ્લેટફોર્મ્સના શેર ગુરુવારે 11 ટકાથી વધુ તૂટતાં કંપનીના સીઈઓ ઝુકરબર્ગની કુલ સંપત્તિમાં 29.2 અબજ ડૉલરનો(આશરે રૂ. 25,88,50,70,00,000)નો ઘટાડો નોંધાયો છે. આ સાથે, તેમની કુલ સંપત્તિ હવે 235 અબજ ડૉલર થઈ ગઈ છે. ઝુકરબર્ગ ધનિકોની યાદીમાં ત્રીજા સ્થાનેથી પાંચમા સ્થાને સરકી ગયા છે.

ઝુકરબર્ગની નેટવર્થમાં 29.2 અબજ ડૉલરનો ઘટાડો બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સ દ્વારા નોંધાયેલો ચોથો સૌથી મોટો એક દિવસીય બજાર-આધારિત ઘટાડો હતો. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ અનુસાર, વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ ઇલોન મસ્કે ગુરુવારે 15.3 અબજ ડૉલર ગુમાવ્યા હતાં. જેમની કુલ નેટવર્થ ઘટી 457 અબજ ડૉલર થઈ છે. ઓરેકલના ફાઉન્ડર લેરી એલિસનની નેટવર્થ 19.8 અબજ ડૉલર ઘટી 317 અબજ ડૉલર થઈ હતી. એમેઝોનના ફાઉન્ડર જેફ બેજોસની સંપત્તિમાં પણ 6.6 અબજ ડૉલરનું નુકસાન નોંધાયું હતું.

આ વર્ષે ઝુકરબર્ગની સંપત્તિ 28 ટકા વધી

મેટાનો સ્ટોક આ વર્ષે 28 ટકા ઉછળ્યો હતો. જેના પગલે ઝુરબર્ગની સંપત્તિમાં 57 અબજ ડૉલરનો વધારો નોંધાયો હતો. પરંતુ મેટાના એઆઇ બજેટમાં વધારો થતાં રોકાણકારોએ રોકાણ અટકાવતાં રેટિંગ એજન્સીઓએ રેટિંગ ઘટાડ્યું હતું. આ વર્ષે કંપની પોતાના મૂડી ખર્ચમાં 118 અબજ ડૉલર સુધીનો વધારો કરવાની યોજના ધરાવે છે.  

ઝુકરબર્ગને ઝટકો, મેટાના શેર 11% તૂટતાં સંપત્તિમાં રૂ. 2.59 લાખ કરોડનો ફટકો, ધનિકોની યાદીમાંથી ગગડ્યા 2 - image

Tags :