For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સોનાના ભાવ આસમાને હોવા છતાં ભારતમાં માગ 8 ટકા વધી, જાણો આગામી સમયમાં કેવો ટ્રેન્ડ રહેશે

Updated: Apr 30th, 2024

સોનાના ભાવ આસમાને હોવા છતાં ભારતમાં માગ 8 ટકા વધી, જાણો આગામી સમયમાં કેવો ટ્રેન્ડ રહેશે

Gold Prices And Sales Boom: સોના-ચાંદીની આગ ઝરતી તેજીમાં પણ તેની માગ વધી હોવાનું વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના રિપોર્ટમાં જાણવા મળ્યું છે. મજબૂત આર્થિક માહોલ તેમજ જિઓ-પોલિટિકલ ક્રાઈસિસના લીધે સેફ હેવનની માગ વધી હતી. વિવિધ સેન્ટ્રલ બેન્કો દ્વારા સોનાની ખરીદી વધારવામાં આવી હતી.

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના રિપોર્ટ અનુસાર, જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિકમાં ભારતમાં સોનાની માગ વાર્ષિક 8 ટકા વધી 136.6 ટન નોંધાઈ છે. જે ગત વર્ષે સમાનગાળામાં 126.3 ટન હતી. મૂલ્યની દ્રષ્ટિએ સોનાની માગ 20 ટકા વધી રૂ. 75470 કરોડ થઈ છે. ગ્લોબલ રિપોર્ટ ‘ગોલ્ડ ડિમાન્ડ ટ્રેન્ડ્સ Q1 2024’માં આ આંકડા જારી કરવામાં આવ્યા છે.

સોનાના રેકોર્ડ ભાવ વચ્ચે ખરીદી વધી

ચાલુ કેલેન્ડર વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં સોનાના ભાવોમાં સતત વધારો થયો હોવા છતાં લગ્નસરાની સિઝનના પગલે સોનાના ઘરેણાંની માગ 4 ટકા વધી 95.5 ટન થઈ છે. કુલ રોકાણ માગ (ગોલ્ડ બાર, સિક્કા વગેરે) ગતવર્ષે 34.4 ટન સામે 19 ટકા વધી 41.1 ટન થઈ છે.  ડબ્લ્યૂજીસી ઈન્ડિયાના રીજનલ સીઈઓ સચિન જૈને સોનાની વધતી માગ પાછળનું કારણ સોના સાથે ભારતીયોનો પૌરાણિક સંબધ દર્શાવ્યો છે. 

જૈને જણાવ્યું હતું કે, ભારતની મજબૂત આર્થિક સ્થિતિના પગલે સોનાના ઘરેણાંનો વપરાશ વધ્યો હતો. જો કે, માર્ચમાં સોનાની કિંમત ઓલટાઈમ હાઈએ માર્ચના અંતમાં વેચાણ ઘટ્યા હતા. 

ડબ્લ્યૂજીસી ઈન્ડિયાના રીજનલ સીઈઓ સચિન જૈને આશાવાદ વ્યક્ત કર્યો છે કે, આ વર્ષે ભારતમાં 700થી 800 ટનની રેન્જમાં સોનાની માગ નોંધાશે. જો કે, ગતવર્ષે 2023માં 747.5 ટન માગ સામે નજીવો ઘટાડો પણ નોંધાઈ શકે છે. વર્તમાન સંજોગોમાં ભારત, ચીન સહિત વૈશ્વિક સ્તરે સોનાના ભાવ ઘટી રહ્યા છે. જે માગમાં વધારો કરશે.

2023માં આરબીઆઈએ 16 ટન સોનું ખરીદ્યું

આરબીઆઈએ 2023માં કુલ 16 ટન સોનાની ખરીદી હતી. ચાલુ કેલેન્ડર વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં 19 ટન સોનુંં ખરીદી ચૂકી છે. તેમજ આગળ પણ તે ખરીદી વધારશે.

Gujarat