Get The App

ખરીફ વાવેતર પહેલા ખાતરના ભાવ આસમાને, યુદ્ધના કારણે ભારતમાં યુરિયાના ભાવ $1,000ની નજીક પહોંચ્યા

Updated: Apr 15th, 2026

GS TEAM

Google News
Google News
ખરીફ વાવેતર પહેલા ખાતરના ભાવ આસમાને, યુદ્ધના કારણે ભારતમાં યુરિયાના ભાવ $1,000ની નજીક પહોંચ્યા 1 - image


Image Source: IANS

Fertilizer Prices Hike: દુનિયામાં નાઈટ્રોજન આધારિત ખાતરના સૌથી મોટા ખરીદદાર એવા ભારત માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. તાજેતરમાં યુરિયા માટે મંગાવવામાં આવેલા ટેન્ડરમાં ખાતરના ભાવ પ્રતિ ટન $1,000 ની નજીક પહોંચી ગયા છે. ઈરાનમાં ચાલી રહેલા યુદ્ધ અને સંઘર્ષના કારણે પાક માટે જરૂરી એવા આ પોષક તત્વોના ભાવમાં ખરીફ વાવેતર પહેલા ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે.

ભારત સરકાર વતી ખાતરની આયાત કરતી સંસ્થા 'ઈન્ડિયન પોટાશ લિમિટેડ' (IPL) દ્વારા પશ્ચિમ કિનારા માટે 15 લાખ ટન યુરિયાનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. આ ટેન્ડર સામે અંદાજે 32.9 લાખ ટન માટેની ઓફરો મળી છે. જોકે, આ ઓફરોમાં ભાવ પ્રતિ ટન $935 થી $1,136 ની વચ્ચે નોંધાયા છે, જે અગાઉના ભાવ કરતા ઘણા વધારે છે.

આ ટેન્ડરમાં અરામકો ટ્રેડિંગ કંપની અને અમેરોપા એશિયા સહિત બે ડઝનથી વધુ પુરવઠો પૂરો પાડતી કંપનીઓએ ભાગ લીધો છે. આગામી વાવેતરની મુખ્ય સિઝન શરૂ થાય તે પહેલાં ખાતરનો પૂરતો જથ્થો સુરક્ષિત કરવો ભારત માટે અનિવાર્ય છે. યુદ્ધની સ્થિતિને કારણે પુરવઠા સાંકળ ખોરવાતા અને ભાવ વધતા ખેતીના ખર્ચમાં વધારો થવાની ભીતિ સેવાઈ રહી છે.