Get The App

ITR ફાઈલ કરવાની તારીખ લંબાવાઈ કે નહીં? ઈન્કમ ટેક્સ વિભાગની લેટેસ્ટ અપડેટ જાણી લો

Updated: Sep 15th, 2025

GS TEAM

Google News
Google News
ITR ફાઈલ કરવાની તારીખ લંબાવાઈ કે નહીં? ઈન્કમ ટેક્સ વિભાગની લેટેસ્ટ અપડેટ જાણી લો 1 - image


ITR Filing Last Date: ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની અંતિમ તારીખ લંબાવવામાં આવી હોવાના અહેવાલો ખોટા છે. ઈન્કમ ટેક્સ ઈન્ડિયાએ આ મામલે ટ્વિટ કરી જાણકારી આપી હતી. તેણે સ્પષ્ટતા કરી હતી કે, ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની અંતિમ તારીખ 15 સપ્ટેમ્બર, 2025 જ છે. જેમાં કોઈ એક્સટેન્શન આપવામાં આવ્યું નથી. આજે આઈટીઆર ફાઈલ કરવાનો છેલ્લો દિવસ છે. જો ચૂકી ગયા તો પેનલ્ટી ભરવી પડશે.

ટ્વિટ કરી આપી સ્પષ્ટતા

ઈન્કમ ટેક્સ ઈન્ડિયાએ ટ્વિટ કરી સ્પષ્ટતા આપી હતી કે, ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની અંતિમ તારીખ લંબાવવામાં આવી હોવાના અહેવાલો તદ્દન ખોટા છે. આઈટીઆર ફાઈલ કરવાની અંતિમ તારીખ લંબાવી 30 સપ્ટેમ્બર, 2025 કરવામાં આવી નથી. આથી સાવચેત રહો અને અફવાથી બચો. સમય રહેતાં ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરો, અન્યથા નુકસાન થશે. કરદાતાઓને સલાહ છે કે, તે માત્ર ઈન્કમ ટેક્સ ઈન્ડિયાની અપડેટ પર જ વિશ્વાસ કરે. અમારી હેલ્પડેસ્ક સાત દિવસ 24 કલાક કામ કરે છે. કોલ, લાઈવ ચેટ, વેબએક્સ સેશન અને એક્સ મારફત મદદ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ કરોડોનો ટોલ છતાં રોડમાં પોલંપોલ, ખરાબ રસ્તા મુદ્દે ઠેર-ઠેર જન આંદોલન, સરકાર સામે મોરચો



અંતિમ તારીખ ચૂકી જવા પર થશે આ નુકસાન

ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની અંતિમ તારીખ ચૂકી જવા પર નુકસાન થઈ શકે છે. ઈન્કમ ટેક્સ એક્ટ હેઠળ આઈટીઆર ફાઈલ ન કરનારા તેમજ મોડેથી ફાઈલિંગ પર પેનલ્ટી, સજા અને વિભાગીય કાર્યવાહીની જોગવાઈ છે. જેમાં આવક અનુસાર લેટ ફી ચૂકવવી પડે છે. આઈટીઆર ફાઈલિંગમાં જેટલો વિલંબ થશે, તેટલા મહિનાનું વ્યાજ પણ ચૂકવવુ પડશે. કોઈપણ પ્રકારનું નુકસાન ઈન્કમ ટેક્સ રિટર્નમાં એડજસ્ટ થશે નહીં. અંતિમ તારીખ ચૂકી જવા પર રિફંડ પણ મોડેથી મળશે.

આઈટીઆર માટે  આ ડોક્યુમેન્ટની જરૂર પડશે

આઈટીઆર ફાઈલ કરવા માટે પાન કાર્ડ, આધાર કાર્ડ, ફોર્મ 16, બેન્ક સ્ટેટમેન્ટ, એફડી તથા વ્યાજની આવકનું વિવરણ, રોકાણ અને ડિડક્શન (80C, 80D)ના સર્ટિફિકેટ, કેપિટલ ગેઈન રિપોર્ટ અનિવાર્ય છે. જો વાર્ષિક આવક રૂ. 5 લાખથી ઓછી હોય તો આધાર કાર્ડ અને પાન કાર્ડ ઉપરાંત ફોર્મ-16 સહિત અન્ય કોઈ ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે નહીં. જો વાર્ષિક આવક રૂ. 8 લાખથી વધુ હોય તો બચત ખાતાના ડોક્યુમેન્ટ ઉમેરવા પડશે, જેથી ટેક્સ છૂટનો લાભ મળે.

ITR ફાઈલ કરવાની તારીખ લંબાવાઈ કે નહીં? ઈન્કમ ટેક્સ વિભાગની લેટેસ્ટ અપડેટ જાણી લો 2 - image

Tags :