For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સિંગતેલમાં સૌરાષ્ટ્ર પાછળ ભાવ વધીને આવ્યા પામતેલમાં માંગ વધતાં 700 ટનના વેપાર થયા

- વિશ્વ બજારમાં ખાદ્યતેલો આંચકા પચાવી ફરી ઉંચકાયા

- એરંડા-દિવેલમાં ધીમો ઘટાડો: ખોળ બજારમાં મિશ્ર હવામાન: સોયાખોળમાં તેજી આવી જ્યારે એરંડા ખોળમાં પીછેહટ

Updated: Aug 20th, 2019

Article Content Imageમુંબઈ, તા. 20 ઓગસ્ટ 2019,મંગળવાર

મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે સિંગતેલના ભાવ વધી આવ્યા હતા. સૌરાષ્ટ્રના સમાચાર પ્રોત્સાહક હતા.  પામતેલમાં આજે માગ ફરી નિકળતાં   હવાલા રિસેલ તથા રિફાઈનરીના ડાયરેકટ ડિલીવરીના મળીને આશરે  ૬૫૦થી ૭૦૦ ટનના વેપાર થયાના સમાચાર હતા.  વિશ્વ બજારના સમાચાર ખાદ્યતેલોમાં તેજી બતાવતા હતા. મુંબઈ હાજર બજારમાં  આજે ૧૦ કિલોના ભાવ સિંગતેલના વધી રૂ.૧૦૮૫ રહ્યા હતા  જ્યારે રાજકોટ બાજુ ભાવ વધી જાતવાર રૂ.૧૦૫૦થી ૧૧૫૦ તથા ૧૫ કિલોના ભાવ વધી રૂ.૧૭૫૦થી ૧૭૭૦ રહ્યાના સમાચાર હતા. 

જોકે ત્યાં કોટન વોશ્ડના ભાવ ઘટી  રૂ.૫૪૭થી ૫૫૦ રહ્યા હતા.  મુંબઈ બજારમાં  આજે કપાસિયા તેલના ભાવ ઘટી રૂ.૫૪૭તી ૫૫૦ રહ્યા હતા.   મુંબઈ બજારમાં આજે કપાસિયા તેલના ભાવ રૂ.૮૦૬થી ૮૦ના મથાળે નરમ રહ્યા હતા.  દરમિયાન, મુંબઈ બજારમાં આજે પામતેલના ભવા હવાલા રિસેલના રૂ.૬૦૮ તથા જેએનપીટીના   રૂ.૬૦૫  બોલાતા હતા.  

હવાલા રિસેલમાં આશરે ૧૫૦થી ૨૦૦ ટનના વેપાર થયા હતા જ્યારે રિફાઈનરીના ડાયરેકટ ડિલીવરીના  વેપારો  ૧થી ૧૦ સપ્ટેમ્બર માટે રૂ.૬૧૦માં  આશરે ૫૦૦ ટનના થયા હતા.  વિશ્વ બજારમાં આજે મલેશિયામાં પામતેલનો વાયદો  વધી છેલ્લે  ૨૪,૨૨, ૧૯ તથા ૨૨ પોઈન્ટ  પ્લસમાં  બંધ રહ્યો હતો જ્યારે ત્યાં પામ પ્રોડકટના ભાવ અઢી ડોલર ઉંચકાયા  હતા. 

અમેરિકામાં શિકાગો બજારમાં સોયાતેલનો વાયદો ઓવરનાઈટ ૪૫થી ૪૭ પોઈન્ટ નરમ રહ્યા પછી આજે  પ્રોજેકશનમાં  ભાવ સાંજે ૨૦થી ૨૧ પોઈન્ટ  પ્લસમાં રહ્યા હતા. ત્યાં ઓવરનાઈટ સમાચારમાં સોયાખોળનો  વાયદો ૨૯થી ૩૧ પોઈન્ટ નરમ હતો જ્યારે ત્યાં સોયાખોળનો વાયદો ૧૨૬થી ૧૩૨ પોઈન્ટ ગબડયો હતો.

મુંબઈ બજારમાં સોયાતેલના હાજર ભાવ ડિગમના ૭૧૨થી ૭૧૫ તથા રિફા.ના રૂ.૭૫૦ રહ્યા હતા જ્યારે સનફલાવરના ભાવ રૂ.૮૧૦ તથા રિફા.ના રૂ.૮૪૦ રહ્યા હતા.  મસ્ટર્ડના ભાવ રૂ.૮૦૫  જ્યારે  કોપરેલના ભાવ ૧૦ કિલોના રૂ.૧૩૧૦ વાલા ૧૩૨૦ રહ્યા હતા.  

 દક્ષિણના સમાચાર પ્રોત્સાહક હતા.  દિવેલના હાજર ભાવ આજે નજીવો ઘટાડો  બતાવતા હતા. જ્યારે મુંબઈ હાજર એરંડાના ભાવ રૂ.૫૫૯૦ વાળા રૂ.૫૫૮૫  રહ્યા હતા.  

મુંબઈ ખોળ બજારમાં  આજે હવામાન મિશ્ર હતું.  સનફલાવર ખોળના ભાવ ટનના રૂ.૨૩૫૦૦ વાળા રૂ.૨૩૦૦૦ બોલાતા હતા જ્યારે  સોયાખોલના ભાવ રૂ.૩૧૮૨૫થી ૩૧૮૩૦ વાળા રૂ.૩૧૯૩૦  રહ્યા હતા.  એરંડા ખોળના ભાવ ટનના રૂ.૭૧૫૦ વાળા રૂ.૭૧૦૦ રહ્યા હતા. જ્યારે અન્ય ખોળો શાંત હતા. 

દરમિયાન વાયદા બજારમાં આજે એરંડા સપ્ટેમ્બર વાયદાના ભવા સાંજે  રૂ.૫થી ૬ માઈનસમાં રહ્યા હતા. સીપીઓ વાયદાના ભાવ રૂ.૫૪૩ તથા રૂ.૫૩૮.૯૦ વચ્ચે અથડાઈ સાંજે ભાવ રૂ.૫૪૧.૫૦ રહ્યા હતા  જ્યારે સોયાતેલ વાયદાના  ભાવ ૭૫૨.૫૦ તથા ૭૪૯.૧૦  વચ્ચે અથડાઈ સાંજે  રૂ.૭૫૦.૫૦ રહ્યા હતા.   સોયાતેલના  ભાવ રૂ.૭૧૫થી ૭૨૦ તથા રિફા.ના રૂ.૭૫૦થી ૭૫૪  રહ્યા હતા.   


Gujarat