For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ક્રુડ પામ ઓઈલની આયાત 45 ટકા વધી 7.67 લાખ ટન

- ઈમ્પોર્ટ ડયૂટીમાં ઘટાડા બાદ આયાતમાં જોવા મળી રહેલો નોંધપાત્ર વધારો

Updated: Feb 13th, 2021

Article Content Imageમુંબઈ, તા. 13 ફેબ્રુઆરી 2021, શનિવાર

ભારતની ક્રુડ પામ ઓઈલની આયાત જાન્યુઆરીમાં  વાર્ષિક ધોરણે  ૪૪.૯૯ ટકા વધી  ૭.૬૭  લાખ ટન્સ રહી હતી. ગયા વર્ષના જાન્યુઆરીમાં આ આંક ૫.૨૯ લાખ ટન્સ રહ્યો હતો, એમ સોલવન્ટ એક્સ્ટ્રેકટર્સ' એસોસિએશન ઓફ ઈન્ડિયા (સી)ના આંકડા જણાવે છે.

ગયા વર્ષના નવેમ્બરથી ક્રુડ પામ ઓઈલ પરની આયાત ડયૂટી ૩૭.૫૦ ટકા પરથી ઘટાડી ૨૭.૫૦ ટકા કરાઈ છે. જ્યારે સોફટ ઓઈલ પરની ડયૂટી ૩૫ ટકા જાળવી રખાઈ છે, જેને કારણે પામ ઓઈલની આયાતમાં વધારો થઈ રહ્યો છે.

ભારતની પામ ઓઈલની આયાત મુખ્યત્વે મલેશિયા તથા ઈન્ડોનેશિયા ખાતેથી થાય છે. જાન્યુઆરીમાં મલેશિયા ખાતેથી ૪.૯૭ લાખ ટન્સ જ્યારે ઈન્ડોનેશિયા ખાતેથી ૨.૭૦ લાખ ટન્સની આયાત થઈ હતી. ખાધ્ય તેલની એકંદર આયાત જાન્યુઆરીમાં ૮ ટકા ઘટી ૧૦.૯૬ લાખ ટન રહી છે. સોયાબીન તેલની આયાત જાન્યુઆરીમાં જોરદાર ઘટી ૮૮૬૬૭ ટન રહી હતી, જે ગયા વર્ષના જાન્યુઆરીમાં ૨.૬૦ લાખ ટન્સ રહી હતી. આર્જેન્ટિનામાં લોજિસ્ટિક ખલેલને કારણે સોયાબીન તેલની આયાતમાં ઘટાડો જોવા મળ્યો છે.

આર્જેન્ટિનામાં ટ્રકવાળાની હડતાળને કારણે ૨૦૨૦ના નવેમ્બરમાં લોડિંગ પર વ્યાપક અસર પડી હતી. જેની અસર ભારત ખાતે સોયાબીનની આવક પર પડી હતી એમ એસોસિએશનના સુત્રોએ જણાવ્યું હતું. 

દેશના વિવિધ બંદરો ખાતે ૧લી ફેબુ્રઆરી ૨૦૨૧ના ખાધ્ય તેલોનો સ્ટોકસ ૬.૫૭ લાખ ટન્સ રહ્યો હતો જેમાં, ૩.૫૮ લાખ ક્રુડ પામ ઓઈલ, ૫૦૦૦ ટન આરબીડી પામોલિન, ૧.૧૮ લાખ ટન ડીગમ્ડ સોયાબીન ઓઈલ તથા ૧.૭૬ લાખ ટન ક્રુડ સનફલાવર ઓઈલનો સમાવેશ થતો હતો.  

Gujarat