Business

દેશના પ્રથમ ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલી ઇન્ડેક્સમાં ગુજરાત પ્રથમ ક્રમે

By GS Team
19 Jul 20262 mins read
TukuTouch Logo
નીતિ આયોગે દેશના પ્રથમ ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલી ઇન્ડેક્સમાં 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને 100માંથી સ્કોર આપ્યો છે. ગુજરાત 56.6ના સ્કોર સાથે મોટા રાજ્યોમાં ટોચ પર રહ્યું છે. ગોવા, ગુજરાત, મહારાષ્ટ્ર, ઓડિશા અને તમિલનાડુ 50નો આંક વટાવી 'ટોચનું પ્રદર્શન કરનાર' રાજ્યો બન્યા છે. આ ઇન્ડેક્સ રાજ્યોને સુધારા માટે માર્ગદર્શન આપશે.

Summarized by AI; it may make mistakes. Check important info

દેશના પ્રથમ ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલી ઇન્ડેક્સમાં ગુજરાત પ્રથમ ક્રમે

ગોવા, ગુજરાત, મહારાષ્ટ્ર, ઓડિશા અને તમિલનાડુ એ ૫૦ના આંકને વટાવી ટોચનું પ્રદર્શન કરનાર રાજ્યો
અમદાવાદ : દેશના પ્રથમ ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલી ઇન્ડેક્સમાં, નીતિ આયોગે આઠ સ્તંભોમાં ફેલાયેલા ૮૪ સૂચકાંકો પર ૧૦૦માંથી ૩૬ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સ્કોર આપ્યો હતો જો કે તેમાં કોઈ રાજ્ય ૬૦ના આંકડા સુાૃધી પહોંચ્યું ન હતું. પાંચ રાજ્યોએ ૫૦ના આંકને વટાવી દીાૃધો અને તેમને 'ટોચનું પ્રદર્શન કરનાર' રાજ્યો તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા. આ રાજ્યો ગોવા, ગુજરાત, મહારાષ્ટ્ર, ઓડિશા અને તમિલનાડુ છે.
૧૭ મોટા રાજ્યોમાં, ગુજરાત ૧૦૦માંથી ૫૬.૬ના સ્કોર સાથે ટેબલમાં ટોચ પર છે, જે મહારાષ્ટ્ર અને તમિલનાડુથી લગભગ ત્રણ પોઇન્ટ આગળ છે, જ્યારે ઓડિશા ૫૨.૪ સાથે ટોચના ચારમાં સ્થાન મેળવે છે. પંદર રાજ્યોએ ૪૫થી ૫૦ની વચ્ચે સ્કોર હાંસલ કર્યો, જ્યારે આઠ ઉભરતા રાજ્યોએ ૪૦થી નીચેનો સ્કોર કર્શાવ્યો હતો.
૧૨ પહાડી અને ઉત્તરપૂર્વીય રાજ્યોમાં, ઉત્તરાખંડ ૪૭.૫ ટકા સાથે આગળ છે, જે આસામ અને હિમાચલ પ્રદેશથી થોડું આગળ છે. સાત શહેરી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં, ગોવા ૫૩.૧ ટકા સાથે આગળ છે, જે દિલ્હી અને ચંદીગઢથી નોંાૃધપાત્ર રીતે આગળ છે.
નીતિ આયોગ દ્વારા બહાર પાડવામાં આવેલ ઇન્ડેક્સ આઠ સ્તંભોનું મિશ્રણ છે. જેમાં માળખાગત સુવિાૃધા, વ્યવસાયિક વાતાવરણ, સંસાાૃધનો, સરકારી નીતિ, નિયમનકારી સરળતા, નાણાકીય સ્વાસ્થ્ય, સંસ્થાકીય વાતાવરણ અને પર્યાવરણીય સ્થિતિસ્થાપકતા. આ દરેક સ્તંભને અલગથી સ્કોર કરવામાં આવે છે અને રાજ્યોના ત્રણ જૂથોમાં રજૂ કરવામાં આવે છે, જેમાં મોટા રાજ્યો, પહાડી અને ઉત્તરપૂર્વીય રાજ્યો અને શહેરી રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો.કમિશનના મતે, આ કવાયત કોઈ સ્પાૃર્ધા નથી. આ કોઈ રેન્કિંગ કવાયત નથી, પરંતુ તેનો હેતુ રાજ્યોને તે ક્ષેત્રો વિશે માહિતી આપવાનો છે જ્યાં તેઓ સારું પ્રદર્શન કરી રહ્યા છે અને જ્યાં સુાૃધારાની જરૂર છે.