For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સરકાર રૂ. 40 હજાર કરોડના બોન્ડ બાયબેક કરશે, આરબીઆઈએ આપી માહિતી

Updated: May 4th, 2024

સરકાર રૂ. 40 હજાર કરોડના બોન્ડ બાયબેક કરશે, આરબીઆઈએ આપી માહિતી

Centre will buyback securities: કેન્દ્ર સરકાર આગામી ટૂંકસમયમાં રૂ. 40 હજાર કરોડના ગવર્મેન્ટ સિક્યુરિટીઝ બાયબેક કરવા જઈ રહી છે. બાયબેક કરવામાં આવી રહેલા ગવર્નમેન્ટ સિક્યુરિટીઝમાં 6.18% GS 2024, 9.15% GS 2024 and 6.89% GS 2025 સામેલ છે, જેનો મેચ્યોરિટી પિરિયડ 4 નવેમ્બર, 14 નવેમ્બર અને 16 જાન્યુઆરીએ પૂર્ણ થઈ રહ્યો છે.

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ જણાવ્યું કે, સરકાર રૂ. 40 હજાર કરોડના ગર્વમેન્ટ સિક્યુરિટીઝ બાયબેક કરવાની યોજના ધરાવે છે. જેમાં પ્રત્યેક સિક્યુરિટીઝ માટે રકમ જારી કરવામાં આવી નથી. મલ્ટીપલ પ્રાઈસ મેથડની મદદથી આ સિક્યુરિટીઝની હરાજી કરાશે. 

ક્યારે થશે બાયબેક?

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા કોર બેન્કિંગ સોલ્યુશન (ઈ-કુબેર) સિસ્ટમ પર 9 મે, 2024 (ગુરૂવારે) સવારે 10.30થી 11.30 વાગ્યા સુધી ઈલેક્ટ્રોનિક ફોર્મેટમાં હરાજી શરૂ થશે. હરાજીના પરિણામો એ જ દિવસે જારી કરવામાં આવશે, અને સેટલમેન્ટ 10 મેના રોજ કરાશે.

શોર્ટ ટર્મ ગોલ્ડ બોન્ડ યીલ્ડ ઘટશે

બાયબેક માટે જે 3 સિક્યુરિટીઝ પસંદ કરવામાં આવી છે, તે તમામ છથી નવ માસ સુધીમાં મેચ્યોર થવાની છે. જેથી બાયબેકના લીધે શોર્ટ ટર્મ ગવર્મેન્ટ બોન્ડ યીલ્ડ ઘટી છે. જેનાથી કંપનીઓ માટે બોરોઈંગ ખર્ચ પણ ઘટ્યો છે. સરકારે તેના બોન્ડની મેચ્યોરિટી પૂર્ણ થાય તે પહેલાં બાકી દેવાની ચૂકવણી માટે આ પગલું લીધુ છે.

  Article Content Image

Gujarat