Business

ચાંદીમાં એકાએક 5,000થી વધુનો ઉછાળો, સોનું પણ રૂ. 1.62 લાખને પાર: યુદ્ધની અસર બજાર પર

By GS Team
12 Mar 20262 mins read
TukuTouch Logo
વધતા વૈશ્વિક તણાવને કારણે સ્થાનિક કોમોડિટી બજારમાં ગુરુવારે કિંમતી ધાતુઓના ભાવમાં તેજી જોવા મળી છે. શરૂઆતી કારોબારમાં સોનામાં સામાન્ય ઘટાડો રહ્યા બાદ નીચલા સ્તરેથી આવેલી ખરીદીને પગલે સોનું અને ચાંદી બંને ફરી ઉછળ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ચાંદીમાં એકાએક 5,000થી વધુનો ઉછાળો, સોનું પણ રૂ. 1.62 લાખને પાર: યુદ્ધની અસર બજાર પર

Gold Silver Price Today : વધતા વૈશ્વિક તણાવને કારણે સ્થાનિક કોમોડિટી બજારમાં ગુરુવારે કિંમતી ધાતુઓના ભાવમાં તેજી જોવા મળી છે. શરૂઆતી કારોબારમાં સોનામાં સામાન્ય ઘટાડો રહ્યા બાદ નીચલા સ્તરેથી આવેલી ખરીદીને પગલે સોનું અને ચાંદી બંને ફરી ઉછળ્યા છે.

સોનામાં તેજીનો ટ્રેન્ડ

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર બપોરે 1.36 વાગ્યા સુધીમાં એપ્રિલ ડિલિવરીવાળું સોનું 0.22% (₹361) વધીને ₹1,62,150 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરતું જોવા મળ્યું હતું. નિષ્ણાતોના મતે સોના માટે ₹1,56,000થી ₹1,57,000નું સ્તર મજબૂત સપોર્ટ ઝોન છે. જો સોનું ₹1,65,000ની સપાટી પાર કરે છે, તો તે આગામી સમયમાં ₹1,75,000થી ₹1,80,000 સુધી પહોંચી શકે છે.

ચાંદીમાં મોટો ઉછાળો

ચાંદીના ભાવમાં આજે જોરદાર મજબૂતી જોવા મળી છે. MCX પર મે ડિલિવરીવાળી ચાંદી ₹5,911(2.20%)ના ઉછાળા સાથે ₹2,74,402 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે. વૈશ્વિક બજારમાં અસ્થિરતા છતાં ભારતીય બજારમાં ચાંદીમાં જોરદાર લેવાલી જોવા મળી રહી છે.

રૂપિયો રૅકોર્ડ સ્તરે ગગડ્યો

ક્રૂડ ઓઇલના વધતા ભાવ અને મજબૂત ડૉલરની અસર ભારતીય રૂપિયા પર પડી છે. ગુરુવારે રૂપિયો ડૉલર સામે 0.3% ગગડીને 92.3575ના ઐતિહાસિક નીચલા સ્તરે પહોંચી ગયો છે. આ અગાઉ આ જ સપ્તાહમાં રૂપિયો 92.3475ના સ્તરે પહોંચ્યો હતો, જે રૅકોર્ડ આજે તૂટ્યો છે.

વૈશ્વિક બજારની સ્થિતિ

પશ્ચિમ એશિયા(મિડલ ઈસ્ટ)માં વધતા તણાવને કારણે વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતાનો માહોલ છે. જોકે, વૈશ્વિક સ્તરે સ્પોટ ગોલ્ડમાં 0.2%નો સામાન્ય ઘટાડો નોંધાયો છે, પરંતુ ભારતીય બજારમાં ડૉલર સામે રૂપિયાની નબળાઈને કારણે કિંમતી ધાતુઓ મોંઘી થઈ રહી છે.