રોકાણકારો સાવધાન! યુદ્ધના કારણે સોનું અને ચાંદી થશે મોંઘા? શેરબજારમાં મોટું ગાબડું પડવાની આશંકા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Global Markets: ઈરાન પર અમેરિકા અને ઈઝરાયલના સંયુક્ત સૈન્ય ઓપરેશન બાદ વિશ્વભરના આર્થિક બજારોમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ છે. આ માત્ર બે દેશો વચ્ચેનું યુદ્ધ નથી, પરંતુ વૈશ્વિક સપ્લાય ચેઈન અને એનર્જી સેક્ટર માટે મોટું સંકટ સાબિત થઈ શકે છે. નિષ્ણાતોના મતે સોમવારે (બીજી માર્ચ) જ્યારે બજાર ખુલશે ત્યારે ભારતીય શેરબજાર સહિત વૈશ્વિક બજારોમાં મોટો કડાકો જોવા મળી શકે છે.
ક્રૂડ ઓઈલ ભાવ વધી શકે છે
ઈરાન પ્રતિબંધો છતાં દૈનિક 3.3 મિલિયન બેરલ તેલનું ઉત્પાદન કરે છે, જેનો 80 ટકા હિસ્સો ચીન જાય છે. સૌથી ચિંતાજનક બાબત હોર્મુઝ સ્ટ્રેટ છે. વિશ્વનું 20 ટકા તેલ આ સાંકડી સમુદ્રધુનીમાંથી પસાર થાય છે. જો આ માર્ગ બંધ થાય, તો ક્રૂડ ઓઈલના ભાવમાં 5થી 10 ટકાનો ઉછાળો આવી શકે છે. હાલના 72 ડોલર પ્રતિ બેરલના ભાવ વધીને 80 ડોલરથી વધુ થઈ શકે છે.
સોનું અને ચાંદીના ભાવ વધશે!
જ્યારે પણ યુદ્ધ જેવી સ્થિતિ સર્જાય છે, ત્યારે રોકાણકારો શેરબજારમાંથી પૈસા કાઢીને સોનામાં રોકે છે. ભારતમાં સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામ 1.85 લાખ રૂપિયા સુધી પહોંચવાની આશંકા છે. જ્યારે ચાંદીના ભાવ પ્રતિ કિલો 3.20 લાખ રૂપિયાના સ્તરને સ્પર્શી શકે છે, જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં તે 100 ડલરને પાર કરી શકે છે.
શેરબજાર અને ક્રિપ્ટોમાં કડાકો
યુદ્ધના સમાચાર આવતા જ રોકાણકારોમાં ગભરાટ ફેલાયો છે. ભારતીય બજારમાં સોમવારે (બીજી માર્ચ) સેન્સેક્સમાં 1થી 2 ટકાનો ઘટાડો થઈ શકે છે અને તે 80,000 પોઈન્ટની નીચે જવાની શક્યતા છે. અમેરિકી બજારમાં પહેલાથી જ ઘટાડો શરૂ થઈ ગયો છે. જ્યારે શનિવારથી જ ક્રિપ્ટો માર્કેટમાં વેચવાલીનો માહોલ જોવા મળી રહ્યો છે.




