Get The App

1200 બોમ્બ, 200 ફાઈટર જેટ્સ, 500 ટાર્ગેટ... અમેરિકા-ઈઝરાયલે કેવી રીતે પાર પાડ્યું 'મિશન ખામેનેઈ'?

Updated: Mar 1st, 2026

GS TEAM

Google News
Google News
1200 બોમ્બ, 200 ફાઈટર જેટ્સ, 500 ટાર્ગેટ... અમેરિકા-ઈઝરાયલે કેવી રીતે પાર પાડ્યું 'મિશન ખામેનેઈ'? 1 - image

Iran Israel War : ઈઝરાયલ અને અમેરિકાએ ઈરાન વિરુદ્ધ એક વિશાળ સંયુક્ત સૈન્ય અભિયાન શરૂ કર્યું છે. આ હુમલાને ઈઝરાયલ તરફથી 'ઓપરેશન રોરિંગ લાયન' (Operation Roaring Lion) અને અમેરિકા તરફથી 'ઓપરેશન એપિક ફ્યુરી' (Operation Epic Fury) નામ આપવામાં આવ્યું છે. આ હુમલો 28 ફેબ્રુઆરી 2026ના રોજ વહેલી સવારે શરૂ થયો હતો. જેમાં તેહરાન, ઈસ્ફહાન અને શિરાજ જેવા શહેરોમાં ઈરાનના સૈન્ય, પરમાણુ અને સરકારી સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા હતા.

ઈઝરાયલી એરફોર્સના 200 ફાઇટર વિમાનોએ ઈરાનના પશ્ચિમ અને મધ્ય વિસ્તારોમાં IRGC ના મિસાઈલ નેટવર્ક અને એર ડિફેન્સ સિસ્ટમ પર હુમલો કર્યો. 1200 બોમ્બનો ઉપયોગ કરીને 500 થી વધુ લક્ષ્યોને નિશાન બનાવ્યા હતા. આ સચોટ ગુપ્ત માહિતી અને શ્રેષ્ઠ આયોજનને કારણે ઈરાની હવાઈ ક્ષેત્ર પર ઈઝરાયલનું વર્ચસ્વ વધી ગયું છે.

હુમલામાં વપરાયેલા અત્યાધુનિક હથિયારો અને ટેકનોલોજી:

1. ટોમાહૉક (Tomahawk) ક્રૂઝ મિસાઈલ

અમેરિકન નેવીની સૌથી શક્તિશાળી લાંબા અંતરની ક્રૂઝ મિસાઈલ છે, જે જહાજો અને સબમરીનથી લોન્ચ કરવામાં આવે છે. તે જમીનથી માત્ર 30-50 મીટરની ઊંચાઈએ ઉડે છે, જેથી રડારથી બચી શકાય. જેની રેન્જ 1600 કિમીથી વધારેની માનવામાં આવે છે. આ મિસાઇલની ઝડપ 880 કિમી પ્રતિ કલાકથી વધારે છે. તેહરાનના હાઈ-વેલ્યુ ટાર્ગેટ્સ પર ચોકસાઈપૂર્વક હુમલો કરવા માટે તેનો હુમલો કરાયો છે. 

2. F-35I 'અદિર' (Adir) સ્ટેલ્થ ફાઈટર જેટ

આ ઈઝરાયલનું ખાસ વર્ઝન છે. તેની 'સ્ટેલ્થ' ડિઝાઇનને કારણે તે દુશ્મનના રડારમાં પકડાતું નથી. ઈઝરાયલ આ જેટમાં પોતાનું સોફ્ટવેર વાપરે છે, જે તેને ઈરાન જેવા મજબૂત એર ડિફેન્સવાળા વિસ્તારમાં ઘૂસીને જાસૂસી અને હુમલો કરવામાં મદદ કરે છે.

3. F-15I 'રામ' (Ra’am) સ્ટ્રાઈક ફાઈટર

આ ભારે પેલોડ (બોમ્બ અને મિસાઈલ) લઈ જવાની ક્ષમતા ધરાવે છે. આ જેટે ઈરાનની સરહદથી દૂર આવેલા કિલ્લા જેવા મજબૂત સૈન્ય ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો.

4. ડેલિલા અને રેમ્પેજ (Delilah & Rampage) મિસાઈલ્સ

આ બંને ઈઝરાયલ નિર્મિત મિસાઈલો છે જે દુશ્મનના એર ડિફેન્સની રેન્જની બહાર રહીને હુમલો કરે છે. 'ડેલિલા' ટાર્ગેટને શોધીને તેને કન્ફર્મ કર્યા પછી મારે છે, જ્યારે 'રેમ્પેજ' અતિ ઝડપી મિસાઈલ છે.

આ પણ વાંચો : LIVE : અમેરિકા-ઈઝરાયલના હુમલામાં ખામેનેઈના મૃત્યુ બાદ આક્રોશ, પાકિસ્તાનમાં અમેરિકન એમ્બેસી પર ટોળાનો હુમલો

5. સ્પાઈસ (SPICE) અને JDAM પ્રિસિઝન ગાઈડેડ બોમ્બ

આ કિટ્સ સામાન્ય બોમ્બને 'સ્માર્ટ બોમ્બ' બનાવી દે છે. 'સ્પાઈસ' જીપીએસ જામ હોય તો પણ ઈલેક્ટ્રો-ઓપ્ટિકલ ગાઈડન્સથી લક્ષ્યને ભેદે છે. આ હુમલામાં અનેક સ્થળોએ આ સચોટ બોમ્બનો ઉપયોગ થયો હતો.

6. GBU-28 બંકર-બસ્ટર બોમ્બ

આ 2268 કિલોનો લેસર ગાઈડેડ બોમ્બ છે, જે ખાસ કરીને ઊંડા બંકરો અને અંડરગ્રાઉન્ડ પરમાણુ મથકોને નષ્ટ કરવા માટે બનાવવામાં આવ્યો છે. તે મજબૂત કોંક્રિટ અને જમીનને ચીરીને અંદર વિસ્ફોટ કરે છે.

7. હેરોન અને એતાન (Heron & Eitan) આર્મડ ડ્રોન્સ

આ લાંબા અંતરના ડ્રોન કલાકો સુધી હવામાં રહી શકે છે. તેનો ઉપયોગ જાસૂસી કરવા અને જરૂર પડ્યે સચોટ હવાઈ હુમલા કરવા માટે કરવામાં આવ્યો હતો.