Get The App

ચાંદીમાં રૂ.3,400નો મોટો કડાકો: સોનું પણ થયું સસ્તું, જાણો શું છે લેટેસ્ટ રેટ

Updated: May 2nd, 2026

GS TEAM

Google News
Google News
ચાંદીમાં રૂ.3,400નો મોટો કડાકો: સોનું પણ થયું સસ્તું, જાણો શું છે લેટેસ્ટ રેટ 1 - image


Gold & Silver Prices Drop: સોનું અને ચાંદીમાં આ અઠવાડિયામાં મોટો કડાકો નોંધાયો છે. જેમાં સોનું 1,000 અને ચાંદી 3,000 રૂપિયાથી વધુ સસ્તી થઈ છે. ઇન્ડિયા બુલિયન જ્વેલર્સ ઍસોસિએશન(IBJA) મુજબ, 24 કેરેટ સોનાનો ભાવ આ અઠવાડિયે 1,216 રૂપિયાથી ઘટીને 1,50,263 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે, જે પહેલા 1,51,479 ભાવ હતો. 

સોનું થયું સસ્તું

22 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 1,38,755 રૂપિયાથી ઘટીને 1,37,641 થયો છે. જેમાં 18 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 1,13,609 રૂપિયાથી ઘટીને 1,12,697 રૂપિયા થયો છે.

આ અઠવાડિયે સોનાનો સૌથી ઓછો ભાવ રૂ.1,47,973 પ્રતિ 10 ગ્રામ 29 એપ્રિલે જોવા મળ્યો હતો. તેનાથી વિપરીત સૌથી વધુ ભાવ રૂ.1,51,186 પ્રતિ 10 ગ્રામ 27 એપ્રિલે નોંધાયો હતો. સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો.

આ પણ વાંચો: વિશ્વમાં સંકટ વચ્ચે ભારતે ‘ગોલ્ડ પોલિસી’ બદલી ! વિદેશથી 104 ટન સોનું પરત લવાયું, RBIનો રિપોર્ટ

ચાંદીમાં રૂ.3,400નો મોટો કડાકો

ચાંદીનો ભાવ રૂ.3,494 ઘટીને રૂ.2,40,331 પ્રતિ કિલોગ્રામ થયો છે, જે તેના અગાઉના સ્તર રૂ.2,43,828 પ્રતિ કિલોગ્રામથી નીચે છે. આ અઠવાડિયે ચાંદીનો સૌથી ઓછો ભાવ રૂ.2,36,300 પ્રતિ કિલોગ્રામ એપ્રિલના રોજ નોંધાયો હતો, જ્યારે સૌથી વધુ ભાવ રૂ.2,43,720 પ્રતિ કિલોગ્રામ 27 એપ્રિલના રોજ જોવા મળ્યો હતો.

વૈશ્વિક અસ્થિરતાના કારણે આંતરરાષ્ટ્રીય સ્તર પર સોનાના ભાવ ઘટીને 4,585 ડૉલર પ્રતિ ઔંસ અને ચાંદીના ભાવ 74 ડૉલર પ્રતિ ઔંસ આસપાસ રહ્યા છે.